બિલ્ડીંગના વોચમેને ટીપ આપી હતી, બે દિવસ અગાઉ રેકી કર્યાં બાદ ચોરીના ઈરાદા પાર પાડ્યા પણ.....
સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં ગત તારીખ 11ના રોજ ભર બપોરે બે ફ્લેટમાં રોકડા અને સોના ચાંદીના ઘરેણા સહિત કુલ 14 લાખથી વધુનો મુદ્દામાલ ચોરીનો બનાવ બન્યો હતો. આ કેસમાં ફરિયાદના આધારે સલાબત પુરા પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર આરોપીઓને ઝડપી પાડી ચોરી કરેલો લગભગ તમામ મુદ્દા માલ રિકવર કર્યો છે. આ સમગ્ર ચોરીની ઘટનામાં જે ફ્લેટમાં ચોરી થઈ તે બિલ્ડીંગના લિફ્ટ મેન અને વોચમેનની ભૂમિકા મહતà«
Advertisement
સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં ગત તારીખ 11ના રોજ ભર બપોરે બે ફ્લેટમાં રોકડા અને સોના ચાંદીના ઘરેણા સહિત કુલ 14 લાખથી વધુનો મુદ્દામાલ ચોરીનો બનાવ બન્યો હતો. આ કેસમાં ફરિયાદના આધારે સલાબત પુરા પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર આરોપીઓને ઝડપી પાડી ચોરી કરેલો લગભગ તમામ મુદ્દા માલ રિકવર કર્યો છે. આ સમગ્ર ચોરીની ઘટનામાં જે ફ્લેટમાં ચોરી થઈ તે બિલ્ડીંગના લિફ્ટ મેન અને વોચમેનની ભૂમિકા મહત્વની હતી.
બે ફ્લેટમાં ચોરી થઈ હતી
દિવાળીના તહેવાર બાદ શહેરમાં ફરી એકવાર ચોરો સક્રિય થયા હોય તેવું જણાઈ રહ્યું છે. દિવાળીની રજાઓમાં લોકો ઘર બંધ કરીને ફરવા ગયા હોવાથી તસ્કરો માટે મોકળું મેદાન મળી ગયું હતું. જોકે હમણાં શાળાઓ શરૂ થઈ ગઈ હોવાથી લોકો પરત આવી ગયા છે. પરંતુ આ સમયે પણ તસ્કરો પોતાની કરામત બનાવવાનું ચૂકતા નથી. સલાબતપુરા વિસ્તારમાં આવેલા ઇન્દ્રપુરામાં એક એપાર્ટમેન્ટના બે ફ્લેટમાં ભર બપોરે તસ્કરોએ હાથફેરો કર્યો હતો.
ધાર્મિક પ્રસંગમાં પરિવાર ગયો હતો
જેમાં આ ફ્લેટમાં રહેતા વોહરા પરિવાર તેમના ધર્મગુરુ સુરતમાં આવ્યા હોવાથી નમાજ અદા કરવા માટે અને ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. તે જ સમયે બપોરે 2:00 વાગ્યાના અરસામાં તસ્કરોએ આ બંધ ઘરની નિશાન બનાવ્યું હતું અને ઘરની તિજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમનો હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા હતા. જે બાબતે ઘર માલિક દ્વારા સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસે આરોપીઓને ઝડપ્યા
ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે તસ્કરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ચોરોએ ચોરી તો કરી નાખી પણ પોલીસનું ખાનગી બાતમીદારોનું નેટવર્ક હોય છે જેના થકી પોલીસને એક કડી મળી અને તેના આધારે સમગ્ર કેસને ઉકેલી કાઢવામાં સફળતા મળી હતી. સલાબતપુરા પોલીસના માણસોને પકડાયેલા ચાર આરોપી પૈકી એક આરોપી હકીમ રંગવાલા અંગે માહિતી મળતા તેની પૂછપરછ શરૂ કરાઈ હતી. જેમાં તેણે તેની સાથે આ ઘરફોડ ચોરીમાં સામેલ અન્ય ત્રણ વ્યક્તિઓના નામ પણ કીધા હતા. જે પૈકી હુસેન શાહ, અલી અસગર તેમજ સાજીદ શેખની પોલીસે અટકાયત કરી હતી
બિલ્ડિંગના વોચમેને ટીપ આપી હતી
આરોપીઓની પુછપરછ કરતા માલુમ પડ્યું હતું કે, આ સમગ્ર ચોરી માટે ટીપ આપનાર મુખ્ય વ્યક્તિ તે જ બિલ્ડીંગ નો વોચમેન હતો. તેને આ તમામ બાબતોની જાણકારી હતી કે, આ પરિવારના ધર્મગુરુ આવ્યા હોવાથી તેઓ કેટલા સમય માટે ઘરની બહાર રહે છે. આ બાબતે ચર્ચા કર્યા બાદ ચારેય જણાએ મળીને ચોરીના બે દિવસ અગાઉ વિસ્તારની રેકી કરી હતી અને ચોક્કસ સમય જોઈને ઘરમાં ચોરીનો પ્લાન બનાવી તેને અંજામ આપ્યો હતો. આ સાથે જ બિલ્ડિંગના લિફ્ટમેનની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે.
14 લાખનો મુદ્દામાલ રિકવર
પકડાયેલા ચારેવ આરોપીઓ પાસેથી પોલીસે 14,00,550 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. જ્યારે આ તમામનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, તેમજ આ ચારેય આરોપીઓ અગાઉ આ પ્રકારે કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે નહીં તે દિશામાં હાલ સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - કોંગ્રેસે વધુ 33 ઉમેદવારોના નામ કર્યાં જાહેર, જીજ્ઞેશ મેવાણી, ગેનીબેન ઠાકોરને મળી ટિકિટ, જુઓ લીસ્ટ....
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


