CMA Result : CMA ઇન્ટરમિડીયેટ અને ફાયનલ પરીક્ષામાં સુરતીઓની બોલબાલા
- CMA ઇન્ટરમિડીયેટ અને ફાયનલ પરીક્ષાનું પરિણામ જાહેર (CMA Result)
- સમગ્ર દેશમાં સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો
- સમગ્ર દેશમાં સુરતના વિદ્યાર્થીઓએ પ્રથમ અને દ્વિતીય ક્રમાંક મેળવ્યો
- CMA ફાયનલમાં ઓલ ઇન્ડિયામાં સુરતના વિદ્યાર્થી પ્રથમ ક્રમ મેળવ્યો
CMA Result : આજે CMA ઇન્ટરમિડીયેટ અને ફાયનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ત્યારે સમગ્ર દેશમાં સુરતનાં (Surat) વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. CMA ઇન્ટરમિડીયેટ અને ફાઇનલ પરીક્ષામાં (CMA Intermediate and Final Exam Result) સમગ્ર દેશમાં સુરતનાં વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. CMA ઇન્ટરમિડીયેટમાં ઓલ ઇન્ડિયા પ્રથમ અને દ્વિતીય ક્રમાંક પર સુરતી વિદ્યાર્થીઓ રહ્યા છે. જ્યારે CMA ફાયનલમાં પણ ઓલ ઇન્ડિયામાં સુરતનો વિદ્યાર્થી પ્રથમ ક્રમાંકે રહ્યો છે.
આ પણ વાંચો - One Child-No Child : R.P. પટેલના નિવેદન બાદ પાટીદાર અગ્રણીઓની પ્રતિક્રિયા, જાણો કોણે શું કહ્યું ?
CMA ઇન્ટરમિડીયેટ અને ફાયનલ પરીક્ષામાં સુરતીઓએ ગૌરવ વધાર્યું
CMA ઇન્ટરમિડીયેટ અને ફાયનલ પરીક્ષા પરિણામમાં (CMA Result) સુરતી વિદ્યાર્થીઓએ શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. CMA ઇન્ટરમિડીયેટ અને ફાઇનલ પરીક્ષામાં સમગ્ર દેશમાં સુરતનાં વિદ્યાર્થીઓએ પ્રથમ અને દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે. વિદ્યાર્થી સુજલ શરાફે 800 માંથી 647 ક્રમાંક પ્રાપ્ત કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જ્યારે, સચિન ચૌધરીએ 800 માંથી 600 ગુણ પ્રાપ્ત કરીને ઓલ ઇન્ડિયા 2nd રેન્ક પ્રાપ્ત કર્યો છે.
આ પણ વાંચો - Surat : લોહીથી લથપથ હાલતમાં યુવક કગરતો રહ્યો અને લોકોએ Video બનાવ્યા!
રોજ 8 થી 10 કલાક અભ્યાસ કર્યો, 3-4 મહિના મોબાઇલથી દૂર રહ્યા
CMA ફાયનલમાં ઓલ ઇન્ડિયામાં સુરતનાં (Surat) વિદ્યાર્થી હંસ જૈને 800 માંથી 612 ગુણ પ્રાપ્ત કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યા છે. ત્રણેય વિદ્યાર્થીઓએ પ્રથમ અને દ્રિતીય રેન્ક પ્રાપ્ત કરીને સમગ્ર દેશમાં સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ત્રણેય વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ હાંસલ કરવા રોજ 8 થી 10 કલાકની પ્રેક્ટિસ કરતા હોવાનું જણાવ્યું હતું. પરીક્ષાનાં અંતિમ 3 થી 4 મહિના સોશિયલ મીડિયા અને મોબાઈલથી સદંતર દૂર રહ્યા હતા. વિદ્યાર્થીઓનાં પરિમાણ બાદ પરિવારમાં ખુશીનો માહોલ છે.
આ પણ વાંચો - One Child-No Child : R.P. પટેલના નિવેદન બાદ પાટીદાર અગ્રણીઓની પ્રતિક્રિયા, જાણો કોણે શું કહ્યું ?


