Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lab-Grown Diamond : વિશ્વમાં સૌથી મોટો કૃત્રિમ હીરાનો જવેલરી શૉ-રૂમ ખોલનારા માલિકો સામે 50 કરોડની છેતરપિંડીની ફરિયાદ

ડાયમંડ નગરી સુરત શહેર તાજેતરમાં કૃત્રિમ હીરાના વેપારમાં થયેલી 50 કરોડની છેતરપિંડીની ઘટનાના કારણે ભારે ચર્ચામાં આવી છે
lab grown diamond   વિશ્વમાં સૌથી મોટો કૃત્રિમ હીરાનો જવેલરી શૉ રૂમ ખોલનારા માલિકો સામે 50 કરોડની છેતરપિંડીની ફરિયાદ
Advertisement

Lab-Grown Diamond : દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં કૃત્રિમ હીરાનો વેપાર છેલ્લાં કેટલાંક વર્ષોમાં મોટાપાયે ફૂલ્યો ફાલ્યો છે. અસલી હીરા ધારણ કરવાની ક્ષમતા ધરાવનારા લોકો Lab-Grown Diamond પર પસંદ ઉતારે છે. આ લેબગ્રોન ડાયમંડને કૃત્રિમ હીરો કે પછી સિન્થેટિક ડાયમંડ કે પછી નકલી હીરો કહી શકાય. હીરાની ઓળખ નહીં ધરાવનારા અનેક લોકોને લેબગ્રોન ડાયમંડ પધરાવીને અનેક જવેલર્સ ભૂતકાળ/વર્તમાનમાં છેતરપિંડી કરી ચૂક્યા/કરી રહ્યાં છે. ડાયમંડ નગરી સુરત શહેર (Diamond City Surat) તાજેતરમાં કૃત્રિમ હીરાના વેપારમાં થયેલી 50 કરોડની છેતરપિંડીની ઘટનાના કારણે ભારે ચર્ચામાં આવી છે.

Lab-Grown Diamond કેવી રીતે બને છે ?

હાલમાં કેરેટમાં વેચાતા Lab-Grown Diamond ભવિષ્યમાં કિલો અને ટન વેચાવા લાગશે તે સમય દૂર નથી. માગની સામે ઉત્પાદન વધી જશે ત્યારે આ સ્થિતિનું નિર્માણ થશે. માનવ-નિર્મિત હીરાની રચના દરમિયાન, કાર્બન પરમાણુ કુદરતી હીરાની સમાન રચનામાં રચાય છે. કુદરતી અને પ્રયોગશાળાના હીરા બંને કાર્બનથી બનેલા છે, પરંતુ રિયલ ડાયમંડને જમીનની નીચે બનતા વર્ષોવર્ષ લાગે છે. જ્યારે કૃત્રિમ ડાયમંડ (Synthetic Diamond) વિશિષ્ટ પ્રયોગશાળામાં તૈયાર/ઉછેર કરવામાં આવે છે. સીવીડી મશીનમાં અતિ કુશળ વૈજ્ઞાનિકો અને ઇજનેરો દ્વારા લેબગ્રોન ડાયમંડ કહો કે આર્ટિફિશલ ડાયમંડ (Artificial Diamond) તૈયાર થાય છે.

Advertisement

આ પણ વાંચો :  Amit Khunt Case માં સામેલ ટોળકીના મુખ્ય સૂત્રધાર રાજદીપ રીબડા સહિત બે આરોપી હજુ પણ ફરાર

Advertisement

વેપારીએ Lab-Grown Diamond ના વેપારમાં વેપારીનું કરી નાંખ્યું

અંકુશ નાકરાણી (Ankush M Nakrani) અને સંદીપ જસાણી વર્ષ 2021થી રફ હીરાનો ભાગીદારીમાં વેપાર કરે છે. આજ વર્ષમાં અંકુશ નાકરાણીનો પરિચય મહેશ સોનાણી (Mahesh Sonani) અને તેમના બે પુત્રો જ્યમ સોનાણી (Jayam M Sonani) તેમજ અગસ્તયા સોનાણી (Agastya M Sonani) સાથે થયો હતો. Diamtek Pvt Ltd ના ડિરેક્ટર જયમ સોનાણીએ અંકુશ નાકરાણીને કહ્યું કે, આપણે એક જ વેપારમાં છીએ અને મારા પિતા પાસે વર્ષોનો અનુભવ છે તેમજ મોટી સિસ્ટમની ટેકનૉલૉજી આખા ભારતમાં અમારા એક પાસે જ છે. જેમાં 1500 કેરેટ પ્રતિ માસ Lab-Grown Diamond નું ઉત્પાદન થઈ શકે છે. એક સિસ્ટમ લેખે 2.10 કરોડ આપવાના રહેશે અને તેને ખર્ચ પ્રતિ કેરેટ 42 ડૉલર નક્કી કર્યો હતો. સિસ્ટમમાંથી ઉત્પાદિત થયેલા 1500 કેરેટના કૃત્રિમ હીરાઓ પૈકી 250 કેરેટ જયમ સોનાણીની કંપની રાખવાની હતી. આ વેપાર માટે MOU કરવામાં આવ્યો હતો. અંકુશ નાકરાણી અને તેમના ભાગીદાર સંદીપ જસાણી (Sandip N Jasani) ની કંપનીએ 16 સિસ્ટમ પેટે બેંક દ્વારા રૂપિયા 26.60 કરોડ સોનાણી પિતા-પુત્રોને ચૂકવ્યા હતા. એમઓયુ અનુસાર હીરા ઉત્પાદન પેટે લીધેલા કરોડો રૂપિયા તેમજ હજારો કેરેટના હીરાની કિંમત અનુસાર 23 કરોડ 35 લાખ 85 હજાર નહીં ચૂકવવામાં આવતા મામલો પોલીસ પાસે ગયો હતો.

વિશ્વના સૌથી મોટા શૉરૂમનું ઉદ્ઘાટન થયું અને...

Diamond ના વેપારમાં કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની અરજી દોઢેક મહિના અગાઉ સીઆઈડી ક્રાઈમની ઈઓડબલ્યુ શાખા (EOW CID Crime) માં થઈ હતી. આ અરજીની પ્રાથમિક તપાસ બાદ ગત 25 સપ્ટેમ્બરના રોજ પોલીસ ચોપડે ફરિયાદ નોંધવામાં આવી. જેમાં જયમ સોનાણી, અગત્સય સોનાણી અને બંનેના પિતા મહેશભાઈને આરોપી દર્શાવવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, 22 સપ્ટેમ્બરના રોજ Sonani Jewels ના નામે સુરત ખાતે વિશ્વના સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ જવેલરી શૉરૂમ (World's Largest Lab-Grown Diamond Jewellery Showroom) નું રંગેચંગે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :   લુખ્ખા તત્વોએ મફતમાં ગરબા જોવા પોલીસની હાજરીમાં કર્યો હુમલો, FIR માં ઈજાગ્રસ્ત પોલીસનું નામ-ઠામ છુપાવાયું?

Tags :
Advertisement

.

×