Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં આરોપી મુન્ના પાસવાન અને રાજુને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
- કેસમાં 18 જેટલા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા
- કેસમાં 47 જેટલા સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા
- આરોપી શિવ શંકર ચૌરસિયાનું બિમારીના કારણે મોત થયું હતું
Surat: માંગરોળ ગેંગરેપ મામલે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. માંગરોળ ગેંગરેપ કેસમાં દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ગેંગરેપના દોષિત મુન્ના પાસવાન અને રાજુને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. મળતી વિગતો પ્રમાણે આ કેસમાં 18 જેટલા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ 47 જેટલા સાક્ષીઓ પણ તપાસવામાં આવ્યાં હતાં. આ જ કેસના આરોપી શિવ શંકર ચૌરસિયાનું બિમારીના કારણે મોત થયું હતું.
આ પણ વાંચો: Gujarat: જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
માત્ર 15 દિવસમાં ચાર્જશીટ પણ રજૂ કરી દેવામાં આવી હતી
આ કેસની વાત કરવામાં આવે તો, ઘટના બન્યાના માત્ર 72 કલાકમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ સાથે સાથે આરોપીઓ સામે 17 કલમો લગાવાઈ હતી અને 15 દિવસમાં ચાર્જશીટ પણ રજૂ કરી દેવામાં આવી હતી. નોંધનીય છે કે, 130 દિવસમાં આરોપીને કસૂરવાર ઠેરવાયો અને આજીવન કેદની સજા આપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, આ કેસ માત્ર એક મોટર સાયકલ પરથી ઉકેલાયો હતો.
આ પણ વાંચો: Gondal તાલુકા પંચાયતની સુલતાનપુર બેઠકના ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ
કોર્ટે દસ લાખની સહાય આપવાની જાહેરાત પણ કરી
આ કેસના મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડ વાળાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આરોપીને જેલમાં અંતિમ શ્વાસ સુધી સજાનો હુકમ કરવામાં આવ્યો છે. પીડિતાને આધાર મળે તે માટેની માંગ કરવામાં આવી હતી. જ્યાં કોર્ટે દસ લાખની સહાય આપવાની જાહેરાત પણ કરી છે.’ નોંધનીય છે કે, આરોપીઓના મોબાઈલમાંથી પણ કેટલીક ક્લિપો મળી આવી હતી, તેને પણ પુરાવા રૂપે રજૂ કરવામાં આવી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે આરોપીઓને આજીવન કેદની સજા કરી દેવામાં આવી હતી. આ સાથે સાથે પરિવારજનોને દસ લાખની સહાય આપવાની પણ કોર્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી.


