Surat: ચપ્પુ બતાવી દાદાગીરી કરતા લુખ્ખાની પુણા પોલીસે હેકડી ઉતારી, માંગવા લાગ્યો માફી
- આરોપીએ ટ્યુશન જતા વિદ્યાર્થીને આપી હતી ધમકી
- આરોપી ધમકી આપતો હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ
- પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને દબોચી લીધો
Surat: સુરતમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે. સુરતના પુણા ગામ ભૈયા નગર પાસે આવેલ વિષ્ણુ પાર્ક સોસાયટીમાં અસામાજિક તત્વોની ગુંદાગર્દીનો મામલો સામે આવ્યો છે. આરોપીએ ટ્યુશન જતા વિદ્યાર્થીના ગળા પર ચપ્પુ રાખીને ધમકી આપતો હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. જેથી પોલીસે સીસીટીવીને આધારે તપાસ કરીને આરોપીને દબોચી લીધો અને કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Rajkot : હૃદયની ગંભીર બીમારીથી પીડાતા 1 માસનાં માસૂમને જટિલ ઓપરેશન બાદ મળ્યું નવજીવન
આરોપી બે હાથ જોડીને પોલીસે સામે માંગી માફી
નોંધનીય છે કે, પુણા પોલીસે અસામાજિક તત્વની હેકડી ઉતારી છે. સુરતના પુણા ગામમાં આરોપી ટ્યૂશનમાં ભણવા આવેલા વિદ્યાર્થીઓના ગર્દન ઉપર ચપ્પુ રાખી ધમકી આપતા નજરે આવ્યો હતો. ત્યારબાદ પુણાગામ પોલીસે વીડિયોના આધારે તપાસ આરંભી આરોપીને દબોચ્યો. અત્યારે આરોપી બે હાથ જોડી માફી માંગતો નજરે આવ્યો. એટલું જ નહીં પરંતુ બીજી વખત આ પ્રમાણે ચપ્પુ બતાવી કોઈને ધમકાવશે નહીં તેવી માફી પણ માંગી હતી.
આ પણ વાંચો: Bharuchમાં સગીરા સાથે દુષ્કર્મને લઈ સૌથી મોટો ઘટસ્ફોટ
સ્થાનિકોએ લુખ્ખાતત્વો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી
આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે, આ લોકો રાત્રે પાર્ટી કરે છે અને હંગામા મચાવે છે.સીસીટીવીમાં અસામાજિક તત્વો કેદ થયા હતા. જેથી સ્થાનિકોએ આ લુખ્ખાતત્વો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.સીસીટીવીના આધારે પોલીસે તપાસ આરંભી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે. આ સાથે આવી રીતે લોકોને પરેશાન કરતા અસામાજિક તત્વોને ચેતવણી પણ આપી છે.
આ પણ વાંચો: Surat Police ની ઉત્તરાયણ પહેલા મોટી કાર્યવાહી, પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કન્ટેનર સાથે એકની ધરપકડ