Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતમાં AAPકા ક્યા હોંગા? ફરી બે કોર્પોરેટર સંપર્ક વિહોણા

AAPના કોર્પોરેટરો સંપર્કવિહોણાસુરતમાં આમ આદમી પાર્ટી માટે કોર્પોરેટરો માથાના દુ:ખાવા સમાન સાબિત થયા છે. બે દિવસ પહેલા જ 8 કોર્પોરેટરો ભાજપમાં જોડાવવાની વાતે જોર પકડ્યુ હતું, ત્યારે મનપાના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ કોર્પોરેટરો ભાજપમાં જોડાવવાની વાતને રદિયો આપ્યો હતો. હવે ફરી આપના 2 કોર્પોરેટરો સંપર્ક વિહોણા થયા છે. મહત્વનું છે કે આપના મહિલા કોર્પોરેટરનો છેલ્લા 24 કલાકથી ફોન બંધ
સુરતમાં aapકા ક્યા હોંગા   ફરી બે કોર્પોરેટર સંપર્ક વિહોણા
Advertisement
AAPના કોર્પોરેટરો સંપર્કવિહોણા
સુરતમાં આમ આદમી પાર્ટી માટે કોર્પોરેટરો માથાના દુ:ખાવા સમાન સાબિત થયા છે. બે દિવસ પહેલા જ 8 કોર્પોરેટરો ભાજપમાં જોડાવવાની વાતે જોર પકડ્યુ હતું, ત્યારે મનપાના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ કોર્પોરેટરો ભાજપમાં જોડાવવાની વાતને રદિયો આપ્યો હતો. હવે ફરી આપના 2 કોર્પોરેટરો સંપર્ક વિહોણા થયા છે. મહત્વનું છે કે આપના મહિલા કોર્પોરેટરનો છેલ્લા 24 કલાકથી ફોન બંધ આવે છે. જેના કારણે આમ આદમી પાર્ટીની ચિંતા વધી છે. આ કોર્પોરેટરો વિમલ પટેલ અને વિપુલ મેંદપરાના સંપર્કમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સંપર્ક વિહોણા થયેલા કોર્પોરેટરો ભાજપમાં જોડાવાની શક્યતાએ ફરી જોર પકડ્યું છે. 
5 કોર્પોરેટર રાજીનામાં આપી ભાજપમાં જોડાતા સતત સુરત આમ આદમી પાર્ટી ચર્ચામાં રહી છે. તાજેતરમાં જ AAP છોડનાર કોર્પોરેટરોનું સભ્યપદ રદ કરવા માટે વિપક્ષ નેતા અને અન્ય કોર્પોરેટરો મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે 8 કોર્પોરેટર ગેરહાજર રહ્યા હતા જેને લઈ ધર્મેશ ભંડેરીએ દરેક કોર્પોરેટરો પાસે ખુલાસો માંગ્યો હતો. જેમાં મોટા ભાગના કોર્પોરેટરોએ જુદા જુદા કારણો આપ્યા હતા.
સુરતમાં આ 5 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા
રૂતા કાકડિયા 
ભાવના સોલંકી
વિપુલ મોવલિયા
જ્યોતિકા લાઠિયા
મનીષા કુકડિયા
Tags :
Advertisement

.

×