Suart: બાળકોમાં મોબાઇલના વળગણ મુદ્દે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા શું બોલ્યા? વાંચો આ અહેવાલ
- રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ મોટું નિવેદન આપ્યું છે
- શિક્ષણ મંત્રીએ બાળકોમાં મોબાઈલના વળગણ મુદ્દે પ્રતિક્રિયા આપી
- શાળાઓમાં મોબાઈલ પ્રતિબંધ મુદ્દે નિર્ણય કરાશેઃ રાજ્ય શિક્ષણ મંત્રી
Suart: બાળકો પર અત્યારે મોબાઈલ ખુબ હાવી થઈ ગયો છે, જે બાળકોના ભવિષ્ય માટે ખુબ જ જોખમી પણ સાબિત થઈ રહ્યું છે. બાળકોમાં મોબાઇલના વળગણ મુદ્દે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, આ સામાજિક દૂષણ માટે બાળકોની સાથે વાલીઓ પણ તેટલા જ જવાબદાર છે. વાલીઓ ઘરમાં સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતા હોય છે અને તેના કારણે બાળકો પણ મોબાઈલના આ સામાજિક દુષણમાં સહભાગી બનતા હોય છે. આ સામાજિક દુષણ સામે શારીરિક અને માનસિક રીતે સ્વાસ્થ્યની તંદુરસ્તી જરૂરી છે. બાળકોમાં મોબાઈલના વળગણ મુદ્દે સ્વનિર્ભર શાળા સંચાલક જોડે ચર્ચા વિચારણા કર્યા બાદ એક ચોક્કસ ગાઈડ લાઇન બનાવવા તરફ આગળ વધી રહી છે.
આ પણ વાંચો: કલાકાર વિવાદ: રૂબરૂ મળો ત્યારે મોરે મોરો ભટકાડી દેજો, જાણો કેમ બગડયા સમાજના આગેવાનો?
શિક્ષણ મંત્રીએ બાળકોમાં મોબાઈલના વળગણ મુદ્દે પ્રતિક્રિયા આપી
સુરતના પીપલોદ સ્થિત ઓર્ગન ડોનેટ લાઇફ સંસ્થાના પતંગોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા બાળકોમાં મોબાઈલના વળગણ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. શિક્ષણ મંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ એક સામાજિક દુષણ છે. જે દુષણ માટે વાલીઓ પણ તેટલા જ જવાબદાર છે. આ મુદ્દે સરકાર એક કડક ગાઈડલાઈન લાવી રહી છે. મોબાઈલ અને સોશિયલ મીડિયાનું સૌથી મોટું દુષણ છે. વાલીઓ પણ ઘરે સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે. જેના કારણે બાળકો પણ મોબાઈલમાં વ્યસ્ત હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાઈડ લાઈન બનશે. બાળક શાળાએથી આવે ત્યારે વાલીઓ મોબાઈલ ઘરની અલ્મારીમાં મૂકી દે તેવી અપીલ છે. જ્યાં સોસાયટીમાં બાળકોને લઈ જઈ રમત ગમત સહિત અન્ય ઇત્તર પ્રવૃત્તિ કરાવવામાં ભાગ ભજવે તેવી અપીલ છે.
આ પણ વાંચો: Uttarayan: અમદાવાદીઓને પતંગ ખરીદવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે, જાણો કેમ
શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે રમત ગમત જરૂરીઃ શિક્ષણ મંત્રી
આ કાર્યક્રમ દરમિયાન વધુમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, ‘શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે રમત ગમત જરૂરી છે. મોબાઈલનું દુષણ સ્વાસ્થય માટે હાનિકારક છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાથે મળી તમામની રાય લીધા બાદ શાળાઓમાં મોબાઈલ પ્રતિબંધ મુદ્દે નિર્ણય કરાશે. કોઈને નુકશાન અને તેનું ભારણ ન લાગે તેવો અમારો પ્રયાસ રહેશે.’
અહેવાલઃ રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત
આ પણ વાંચો: Deodar: બનાસકાંઠાના વિભાનનો વિરોધ યથાવત, ધરણાં કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું સમર્થન
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


