Gujarat Navratri અનોખો ટ્રેન્ડ : સર્વેલન્સ નવરાત્રિ ચર્ચામાં આવી
- Gujarat Navratri: માતા-પિતા સંતાન પર જ્યારે પાર્ટનર એકબીજાની ગતિવિધિ પર નજર રાખવા સતર્ક
- સુરતમાં આ નવરાત્રી અનોખું ટ્રેન્ડ લઈ આવી છે. ‘સર્વેલન્સ નવરાત્રિ’ ચર્ચામાં આવી
- અલગ અલગ ડિવાઇસની ડિમાન્ડ હાલ માતા-પિતા સહિત અન્ય લોકોમાં વધી
Gujarat Navratri: સુરતમાં આ નવરાત્રી અનોખું ટ્રેન્ડ લઈ આવી છે. ‘સર્વેલન્સ નવરાત્રિ’ ચર્ચામાં આવી છે. ગરબા ગ્રાઉન્ડથી લઈને હોટલના રૂમ સુધી શંકાશીલ નજર રાખવા જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસની સાથે ટેકનિકલ સર્વેલેન્સ ડીવાઈસની માંગ 50% વધી છે. જે માટે ખાનગી ડિટેક્ટિવો “નવરાત્રી સ્પેશિયલ પેકેજ” લઈ આવ્યા છે અને અલગ અલગ ડિવાઇસની ડિમાન્ડ હાલ માતા-પિતા સહિત અન્ય લોકોમાં વધી છે.
માતા-પિતા સંતાન પર જ્યારે પાર્ટનર એકબીજાની ગતિવિધિ પર નજર રાખવા સતર્ક
નવરાત્રી દરમ્યાન હોય કે સામાન્ય દિવસોમાં માતા-પિતા સંતાન પર જ્યારે પાર્ટનર એકબીજાની ગતિવિધિ પર નજર રાખવા સતર્ક હોય છે. સામાન્ય દિવસોમાં તો નજર રાખવા GPS ટ્રેકિંગ ડિવાઇઝ અને ટેકનિકલ સર્વેલન્સ ડિટેક્ટિવ ડિવાઈઝની માંગ જોવા મળતી હોય છે. પરંતુ નવરાત્રીના દિવસો એક એવા હોય છે જ્યાં લોકો મોડી રાત સુધી બહાર રહેતા હોય છે. તેવામાં માતા પિતાને પોતાના સંતાનની, જ્યારે પાર્ટનરની પણ પોતાના સાથીની ચિંતા રહેતી હોય છે કે પછી શંકા રહેલી હોય છે. આવા સંજોગોમાં શંકાશીલ ગતિવિધિઓ પર નજર રાખવા આવા લોકો GPS ડીવાઈસની મદદ લેતા હોય છે.
Gujarat Navratri: ડીવાઈસ 2200 થી 3000 ની કિંમતમાં સરળતાથી ઉપલબ્ધ થઈ જાય
ડીવાઈસ 2200 થી 3000 ની કિંમતમાં સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે. જે એક ચાર્જે 9 થી 12 દિવસ સુધી ચાલતું ડિવાઇસ હોય છે. જ્યાં હાલ નવરાત્રીને લઈ અત્યાર સુધીમાં 1200 થી વધુ જીપીએસ ડિવાઇસનું વેચાણ કરવામાં આવ્યું છે. જે ડીવાઈસ લાઈવ લોકેશન સાથે ગાડી ક્યાં ઉભી રહે છે તેનો પણ રેકોર્ડ સંગ્રહ કરી રાખે છે.
ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ માટે સ્પાય કેમેરા અને વોઇસ રેકોર્ડરની પણ હાલ માંગ વધી
ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ માટે સ્પાય કેમેરા અને વોઇસ રેકોર્ડરની પણ હાલ માંગ વધી છે. જેના પગલે ડિટેક્ટિવ એજન્સીઓએ ‘હ્યુમન સર્વેલન્સ’ માટે સ્ટાફ પણ વધાર્યો છે. જે સ્ટાફ દ્વારા પણ ખાનગી રાહે વીડિયો ફોટો સાથે પુરાવા એકત્ર કરી ડિટેક્ટીવ કરવામાં આવે છે. હોટલમાં સાથી સાથે ગયેલા લોકોના ફોટા-વીડિયો પુરાવા ડિટેક્ટીવ ટીમ દ્વારા એકત્ર કરવામાં આવે છે. આ પુરાવા ડિવોર્સ કેસમાં કોર્ટમાં સાક્ષી રૂપે કામ કરે છે. જ્યાં જાસૂસી પેકેજ 10,000 થી લઈને 60,000 સુધી ઉપલબ્ધ કરવામાં આવે છે.
મુખ્યત્વે વેસુ, સિટી લાઈટ, અડાજણ અને પાલ વિસ્તારોમાં ડિમાન્ડ વધુ
મુખ્યત્વે વેસુ, સિટી લાઈટ, અડાજણ અને પાલ વિસ્તારોમાં ડિમાન્ડ વધુ છે. ખાસ કરીને ડિટેક્ટીવ કંપની પાસે સ્પાય કેમેરા, લીસન ડિવાઈઝ, મોબાઈલ ચાર્જર ડીવાઈસ સહિત અલગ અલગ ડિવાઇસ પણ ઉપલબ્ધ છે. જે ડિવાઈઝનું બેટરી બેકઅપ ચારથી પાંચ દિવસ સુધીનું હોય છે. જ્યારે કેટલાકનું 20 દિવસ સુધીનું પણ હોય છે. સામાન્ય રીતે માતા પિતા પોતાના સંતાનો માટે, જ્યારે પાર્ટનરો દ્વારા પોતાના જીવનસાથીની ડિટેક્ટિવ કરવા પણ લોકો સંસ્થાનો સંપર્ક કરી રહ્યા છે.
શંકાશીલ ગતિવિધિઓ પર નજર રાખવા અને પુરાવા એકત્ર કરવા માટે ડિટેક્ટિવ કંપનીનો સંપર્ક
ઉલ્લેખનીય છે કે નવરાત્રી દરમિયાન ટીનેજર્સ હોય કે પછી પાર્ટનરો દ્વારા પોતાના સાથેની શંકાશીલ ગતિવિધિઓ પર નજર રાખવા અને પુરાવા એકત્ર કરવા માટે ડિટેક્ટિવ કંપનીનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ જીપીએસ ડિવાઇસનો પણ તેટલો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. માતા પિતા પોતાના સંતાનો અવળા રસ્તે ના જાય અને ડ્રગ્સ જેવો નશો ન કરે તે માટે પણ આવા ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે ગરબાથી લઈ હોટેલના રૂમ સુધી શંકાશીલ ગતિવિધિઓ પર બાજ નજર રાખવા માટે ડિટેક્ટીવ કંપનીની સાથે સાથે ટેકનિકલ સર્વિલન્સ ડિટેક્ટિવ ડિવાઇસનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેની બજારમાં હાલ ડિમાન્ડ 50% થી વધુની હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 26 સપ્ટેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?