Gujarat Rain: દક્ષિણ ગુજરાતના ખેલૈયાઓ માટે માઠા સમાચાર, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી
- Gujarat Rain: સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડશે
- ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી
- અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Gujarat Rain: દક્ષિણ ગુજરાતના ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન આગાહી છે. તેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડશે. ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તથા 27, 28 અને 29 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદ પડશે.
અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ 28 સપ્ટેમ્બરે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના છે. તેમજ ડાંગમાં ભારે વરસાદના કારણે પાણી-પાણી થયુ છે. ડાંગના પ્રવેશદ્વાર વઘઈમાં ભારે વરસાદ પડ્યો છે. વઘઈમાં વરસાદ પડતા અંબિકા નદીમાં પૂર આવ્યુ છે. ગીરાધોધ પોતાના રૌદ્ર સ્વરૂપમાં જોવા મળ્યો છે. ધોધની નજીક ન જવા માટે તંત્રની લોકોને અપીલ છે. અંબિકા અને પૂર્ણા નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે. તથા નવસારી જિલ્લાના 20 જેટલા ગામોને એલર્ટ કરાયા છે.
Gujarat Rain: રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો
રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા છે. ડાંગમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં હાલ એક સિસ્ટમ સર્જાઇ છે. બીજી તરફ વધુ એક સિસ્ટમ પણ આકાર લેવા જઇ રહી છે. આ બીજી સિસ્ટમ વધુ મજબૂત બનશે અને ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધારે તેવી પ્રબળ શક્યતા છે. હાલ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા 24 કલાકમાં આહવામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સિસ્ટમ મજબૂત જ રહેશે તો 27થી 2 ઓક્ટોબર સુધી વરસાદ આવશે
હવામાન વિભાગની આગાહી મુજબ 24 કલાક બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસું પરત ફરવાની શરુઆત થશે. ઉત્તર ગુજરાત,કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાંથી ચોમાસુ વિદાય લઇ તેવી શકયતા જોવાઇ રહી છે. બીજી તરફ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ આકાર લઇ રહી છે. જેની અસરથી રાજ્યમાં ફરી વરસાદ આવશે. આ સિસ્ટમ બંગાળની ખાડીમાં 25 સપ્ટેમ્બરની આસપાસ બનશે. ત્યારબાદ આ સિસ્ટમ ડિપ્રેશન બનશે અને આંધ્રપ્રદેશ તરફ ફંટાઇ જશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આ સિસ્ટમના કારણે 27 સપ્ટેમ્બરથી વધુ એક ભારે વરસાદનો રાઉન્ડ આવશે. જો આ સિસ્ટમ મજબૂત જ રહેશે તો 27થી 2 ઓક્ટોબર સુધી વરસાદ આવશે.
આ પણ વાંચો: Katrina Kaif એ વી-નેકલાઇન બોડીકોન ડ્રેસમાં બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો


