Gujarat Rain: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનું જળસ્તર વધ્યુ
- ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો થયો
- ઉપરવાસમાંથી 1,42,033 ક્યુસેક પાણીની આવક થઇ છે
- સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 35,174 ક્યુસેક પાણીની જાવક છે
Gujarat Rain: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનું જળસ્તર વધ્યુ છે. જેમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 1,42,033 ક્યુસેક પાણીની આવક થઇ છે. તેમાં સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 35,174 ક્યુસેક પાણીની જાવક છે. તેમજ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 125.40 મીટરે પહોંચી છે. ડેમની સપાટીમાં 24 કલાકમાં 80 સેમીનો વધારો થયો છે.
સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.
સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જેમાં નર્મદા ડેમમાં હાલ પાણીનો જથ્થો 1770.36 MCM છે. તથા પાણીની આવક થતાં RBPHના 3 પાવર હાઉસ ચાલુ છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમ 58 ટકા ભરાયો છે. ધોધમાર વરસાદને કારણે મધ્યપ્રદેશના બે મુખ્ય ડેમ, ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ ઓવરફ્લો થયા છે. પાણીની સતત આવક થતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે, જેના પગલે નર્મદા ડેમમાં નવા નીરની ભરપૂર આવક થવાની શક્યતા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, ઇન્દિરા સાગર ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે અને તેમાંથી 1,21,100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જ્યારે ઓમકારેશ્વર ડેમના 9 દરવાજા ખોલીને 1,22,850 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
Sardar Sarovar Dam : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનું જળસ્તર વધ્યું
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો
ઉપરવાસમાંથી 1,42,033 ક્યુસેક પાણીની આવક
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 35,174 ક્યુસેક પાણીની જાવક #Gujarat #SardarSarovarDam #Narmada #NarmadaDam #Monsoon2025… pic.twitter.com/FDng4eV2Oq— Gujarat First (@GujaratFirst) July 28, 2025
નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી
મધ્યપ્રદેશના આ બંને ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા આગામી 12 કલાકમાં આ પાણી નર્મદા નદીમાં પહોંચશે. જેને ધ્યાનમાં રાખીને નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ નર્મદા ડેમના દરવાજા બંધ છે, પરંતુ સપાટી 131 મીટરે પહોંચતા જ તેને ખોલવામાં આવશે.
ભારે વરસાદને કારણે ગુજરાતના ખેડૂતો અને જળસંગ્રહ માટે આ પાણી અત્યંત મહત્ત્વનું સાબિત થશે
મધ્યપ્રદેશમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે ગુજરાતના ખેડૂતો અને જળસંગ્રહ માટે આ પાણી અત્યંત મહત્ત્વનું સાબિત થશે. આ સ્થિતિ પર વહીવટી તંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે આગળના પગલાં લેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે, જેના પગલે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. આથી, નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarat Rain: 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ, જાણો ક્યા કેટલો ખાબક્યો મેઘ


