દિવ્યાંગ દીકરીની સંઘર્ષની કહાની વોટસેપ પર વાંચી ગૃહમંત્રી તેને મળવા ઘરે પહોંચી ગયા
સુરતની એક દિવ્યાંગ દીકરી અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં ૨૦૦ મીટરની દોડમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ આવી છે. પ્રથમ આવી તે તો વાત સામાન્ય કહી શકાય પરંતુ આ ખેલ મહાકુંભ માં ભાગ લેવા માટે તેણે સુરતથી અમદાવાદ સુધીના સફરમાં જે સંઘર્ષ કર્યો તેની કહાની સાંભળવા લાયક છે અને આ કહાની સાંભળીને રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી આજે જ્યારે સુરતની મુલાકાતે હતા ત્યારે ખાàª
Advertisement
સુરતની એક દિવ્યાંગ દીકરી અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં ૨૦૦ મીટરની દોડમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ આવી છે. પ્રથમ આવી તે તો વાત સામાન્ય કહી શકાય પરંતુ આ ખેલ મહાકુંભ માં ભાગ લેવા માટે તેણે સુરતથી અમદાવાદ સુધીના સફરમાં જે સંઘર્ષ કર્યો તેની કહાની સાંભળવા લાયક છે અને આ કહાની સાંભળીને રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી આજે જ્યારે સુરતની મુલાકાતે હતા ત્યારે ખાસ સમય કાઢીને આ દીકરી અને તેના પિતાને મળવા તેના ઘરે પહોંચ્યા હતા.
સુરતની ૧૫ વર્ષીય દીકરી રીન્કુ દેવાશી ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે સુરતથી અમદાવાદ બસ મારફતે જઈ રહી હતી. ત્યાં રસ્તામાં તેને વોમિટિંગ જેવું થતા બસમાં બારી પાસે બેઠેલા એક પ્રોફેસરને તે બારી પાસેની સીટ આપવા માટે વિનંતી કરી હતી અને ત્યાંથી શરૂ થઈ હતી રીન્કુ ની સંઘર્ષની કહાની. પ્રોફેસરે પોતાન પરગજુ સ્વભાવના કારણે આ દીકરીને બારી પાસે બેસવાની સીટ આપી દીધી હતી અને ત્યારબાદ તેની સાથે વાતચીતમાં જાણવા મળ્યું હતું કે દીકરી અમદાવાદ ખાતે દિવ્યાંગો માટે યોજાયેલ ખેલમહાકુંભમાં ભાગ લેવા જઈ રહી હતી.
દીકરી સાથે તેના પિતા પણ બસમાં ઉપસ્થિત હતા. પિતાએ આ પ્રોફેસરને બસ અમદાવાદ ક્યારે પહોંચશે તે બાબતે વાતચીત શરૂ કરતા પ્રોફેસરને તેમની કહાનીમાં રસ પડ્યો હતો અને વધુ વાત કરતા દીકરીના પિતાએ જણાવ્યું હતું કે તેમણે સવારે છ વાગે ખેલ મહાકુંભ માટે પહોંચવાનું છે. દીકરીના પિતાએ પ્રોફેસરને પૂછ્યો કે બસ સવારે છ વાગ્યે તો અમદાવાદ પહોંચી જશે ને ત્યારે પ્રોફેસરે કહ્યું કે આ બસ તો રાત્રે દોઢ વાગે જ અમદાવાદ પહોંચી જશે ત્યારે દીકરીના પિતાના ચહેરા પર એક ચિંતાની લકીરો ઉપસી આવી હતી અને તેમણે પ્રોફેસર ને પૂછ્યું કે રાત્રે દોઢ વાગે અમદાવાદ બસ સ્ટેશન પર પહોંચ્યા બાદ તેઓ રાત્રિરોકાણ જો ત્યાં જ બસ સ્ટેન્ડ પર કરે તો કોઈ વાંધો નહીં આવે ને ત્યારે પ્રોફેસર તેમને પહેલાં તો એવું કહી દીધું કે ના પર રોકવામાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે.
બીજાને હંમેશા મદદ કરવાના પોતાના સ્વભાવને કારણે પ્રોફેસર નવી ને તે રાત્રે રીન્કુ અને તેના પિતાને બસ સ્ટોપ પર સુઈ જવાની જગ્યાએ પોતાના ઘરે લઇ ગયા હતા અને ત્યાં સુવડાવ્યા હતા અને વહેલી સવારે તેઓ પોતે આ બંનેને લઈને ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ગયા હતા, જ્યાં રત્ન કલાકાર ની દીકરી રીન્કુ એ ૨૦૦ મીટરની દોડમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.જેને કારણે દીકરીના પિતા પણ પ્રોફેસરના આભારી થયા હતા કે જો બસમાં અને ત્યારબાદ રાત્રી દરમિયાન પ્રોફેસરે તેમને મદદ ન કરી હોત તો ચોક્કસ તેમની દીકરી ને મળવું જોઈએ તે પ્રમાણેનું પરિણામ ન મળી શક્યું હોત.
બસમાં દીકરી રીન્કુ ને મદદ કરનાર પ્રોફેસર નવીન અંગેની વાત જ્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કોઈ વ્યક્તિ વોટ્સઅપના માધ્યમથી મોકલી ત્યારે તે વાંચીને હર્ષ સંઘવી એવો નિર્ણય કર્યો કે તેઓ જાતે આ પ્રોફેસર નવીન તેમજ દીકરી રીન્કુ ને મળવા તેના ઘરે જશે. આજે જ્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતની સુરતની મુલાકાતે હતા ત્યારે તેમણે પોતાના વ્યસ્ત સમયમાં થી દીકરી અને પ્રોફેસર નવીન ને મળવા માટેનો સમય કાઢ્યો હતો અને દીકરીના ઘરે જઈ ને તેના માતા-પિતાને મળીને તેમની સાથે વાતચીત કરી હતી અને દીકરીને પ્રોત્સાહન આપ્યું હતું. તેમજ પ્રોફેસર નવીન એ કરેલ સદકાર્ય ની નોંધ લઈ ને તેમની આ મદદ ને પણ બિરદાવી હતી.


