Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતમાં માથાભારે લાલુ જાલીમ ઉપર પોલીસે સકંજો કસ્યો, ફોર્ચ્યુનર અને i20 કાર કબ્જે લીધી

જેલવાસ ભોગવતા આરોપી પર કાયૅવાહીમાથાભારે લાલુ જાલીમ સામે સકંજો કસાયોલાલુ જાલીમની મિલકતો જપ્ત કરવાની કવાયત હાથ ધરાયખંડણી સહિતની બેનંબરની આવકમાંથી ખરીદેલી ફોર્ચ્યુનર અને i૨૦ કાર સુરત ક્રાઇમ બ્રાંચે કબ્જે લીધી ગુજસીટોક હેઠળ જેલવાસ ભોગવતા સુરત શહેરના માથાભારે લાલુ જાલીમ સામે સકંજો કસવા પોલીસે તેની મિલકતો જપ્ત કરવાની કવાયત હાથ ધરી છે. ખંડણી સહિતની બેનંબરની આવકમાંથી ખરીદેલી ફà«
સુરતમાં માથાભારે લાલુ જાલીમ ઉપર પોલીસે સકંજો કસ્યો  ફોર્ચ્યુનર અને i20 કાર કબ્જે લીધી
Advertisement
  • જેલવાસ ભોગવતા આરોપી પર કાયૅવાહી
  • માથાભારે લાલુ જાલીમ સામે સકંજો કસાયો
  • લાલુ જાલીમની મિલકતો જપ્ત કરવાની કવાયત હાથ ધરાય
  • ખંડણી સહિતની બેનંબરની આવકમાંથી ખરીદેલી ફોર્ચ્યુનર અને i૨૦ કાર સુરત ક્રાઇમ બ્રાંચે કબ્જે લીધી 
ગુજસીટોક હેઠળ જેલવાસ ભોગવતા સુરત શહેરના માથાભારે લાલુ જાલીમ સામે સકંજો કસવા પોલીસે તેની મિલકતો જપ્ત કરવાની કવાયત હાથ ધરી છે. ખંડણી સહિતની બેનંબરની આવકમાંથી ખરીદેલી ફોર્ચ્યુનર અને i૨૦ કાર સુરત ક્રાઇમ બ્રાંચે કબ્જે લીધી છે.
ગુજસીટોકનો કાયદો અમલમાં આવ્યા બાદ સુરત શહેર પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ કરતી ગેંગનો સફાયો કરી નાંખ્યો હતો. સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આતંક મચાવતી ગેંગો સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરી ગેંગ લિડર સહિત તેના સાગરિતોને જેલ ભેગાં કરી દીધા હતા. જે અંતર્ગત અમરોલી વિસ્તારમાં ગુંડાગર્દી કરતી લાલુ જાલીમ ગેંગ સામે પણ ગુજસીટોકનું શસ્ત્ર ઉગામાયું હતું. સુરત ક્રાઇમ બ્રાંચે ગેંગ લિડર અમિત ઉર્ફે લાલુ જાલીમ, મહેન્દ્રસિંગ રાજપુત અને તેના સાગરિતો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી તમામને જેલભેગાં કરી દીધા હતા. 
દરમિયાન પોલીસ તપાસમાં કુખ્યાત લાલુ જાલીમે લોકોને ડરાવી-ધમકાવી ખંડણી વસૂલી મિલકતો ખરીદી હોવાનું ખુલ્યું હતુ. બેનંબરની આવકમાંથી લાલુએ ફોર્ચ્યુનર કાર અને i૨૦ કાર ખરીદી હતી. સુરત ક્રાઇમ બ્રાંચે રૂપિયા 16 લાખની બંને કાર જપ્ત કરી લીધી છે.
Tags :
Advertisement

.

×