Surat: ઓર્ગન ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા પતંગ ઉત્સવનું આયોજન કરાયું, રાજ્ય ગૃહ મંત્રી રહ્યાં હાજર
- પતંગોત્સવ મનાવી અંગદાન અંગે નો લોક સંદેશો પાઠવ્યો
- અંગદાનથી મોટું દાન કોઈ હોઈ ન શકેઃ રાજ્ય ગૃહ મંત્રી
- ઓર્ગન ડોનેટ કરાવી અનેક લોકોને નવજીવન આપવામાં મહત્વનો ફાળો ભજવ્યો
Surat: અંગદાન અંગેની જાગૃતિ જનજન સુધી પહોંચે તેવા ભગીરથ પ્રયાસ થકી સુરત ઓર્ગન ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા પતંગ ઉત્સવનું આયોજન કરાયું હતું. જેમાં 50થી પણ વધુ ઓર્ગન ડોનરના પરિવારજનો સહિત વિવિધ સંસ્થાના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પતંગોત્સવ મનાવી અંગદાન અંગે નો લોક સંદેશો પાઠવ્યો હતો. આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સંસ્થાના આ પ્રયાસ ને બિરદાવતા જણાવ્યું હતું કે અંગદાનથી મોટું દાન કોઈ હોઈ ન શકે. દરેક સામાજિક કાર્યક્રમમાં અંગદાન અંગેની જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. કોઈના એક વિચારથી કોઈને એક નવું જીવન મળી શકે છે.
લોકોને નવજીવન આપવામાં મહત્વનો ફાળો ભજવ્યો છે
ઓર્ગન ડોનેટ લાઈફ સંસ્થા છેલ્લા 19 વર્ષથી સુરેશ શહેરમાં કાર્યરત છે. સેવા કે પ્રવૃત્તિ સાથે સંકળાયેલી આ સંસ્થાએ ઓર્ગન ડોનેટ કરાવી અનેક લોકોને નવજીવન આપવામાં મહત્વનો ફાળો ભજવ્યો છે. હમણાં સુધી આ સંસ્થા દ્વારા બારસોથી પણ વધુ લોકોને ઓર્ગન ડોનેટના માધ્યમ થકી નવજીવન અપાવ્યું છે. ત્યારે વધુથી વધુ લોકો સુધી અંગદાન અંગેનો સંદેશ પહોંચે તેવા ભગીરથ પ્રયાસ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યા છે. ઉતરાયણ પર્વને માંડ માંડ બે દિવસ જેટલો સમય બાકી છે, ત્યારે સંસ્થા દ્વારા પતંગોત્સવ દ્વારા અંગદાન અંગેનો સંદેશો જનજજન સુધી પહોંચાડવા માટેનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.
લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પતંગોત્સવનું આયોજન
ઓર્ગન ડોનેટ લાઈફ સંસ્થાના પ્રમુખ નિલેશ માંડલેવાલા દ્વારા સુરતના પીપલોદ ખાતે આવેલ લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પતંગોત્સવનું આયોજન કરાયું. જે આયોજનમાં ઓર્ગન ડોનર કરનારા સ્વજનોના પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંગદાન એ જ જીવનદાન ના સંદેશા સાથે પ્રિન્ટ કરેલા પતંગો ચગાવી લોકોએ જન્નજન સુધી આ સંદેશો પહોંચાડવાનો એક પ્રયાસ કર્યો હતો. જેમાં 50થી પણ વધુ ઓર્ગન ડોનર કરનારા સ્વજનોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં પતંગ ચગાવવાની મજા માણવાની સાથે સાથે એક સામાજિક સંદેશ લોકો સુધી પહોંચાડવા નો પ્રયત્ન કર્યો હતો. સુરતની 9 વર્ષની બાળકીનો હાથ મહારાષ્ટ્ર પુણેના યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયો હતો. જે યુવક આજે ખુશી ખુશી પોતાનું જીવન વ્યક્તિત કરી રહ્યો છે. જે માસુમ 9 વર્ષની બ્રેઈન ડેડ બાળકી અને તેના પરિવારજનોને આભારી છે. જે બંને પરિવારો આજે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જ્યાં બાળકીના પરિવારજનોએ મહારાષ્ટ્ર પુણેના આ યુવકને જોઈ પોતાની બાળકી આજે પણ જીવિત હોવાનો આભાસ વ્યક્ત કર્યો હતો. એટલું નહીં પરંતુ આ પરિવારની આંખો પણ કાર્યક્રમ દરમિયાન ભરાઈ આવી હતી.
આ પણ વાંચો: VADODARA : MSU ના લંપટ પ્રોફેસરનો ઓડિયો વાયરલ, કહ્યું, 'બ્લાઇન્ડલી ચાલ, હું સેટ કરી દઇશ'
રાજ્ય ગૃહ મંત્રીના હસ્તે ઓર્ગન ડોનર કરનાર સ્વજનોના પરિવારજનોનું સન્માન
સુરત ઓર્ગન ડોનેટ લાઈફ સંસ્થાના પતંગ ઉત્સવ કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, સુરત મેયર દક્ષેશ માવાણી,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ સહિત ધારાસભ્ય વિનું મોરડિયા હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં હાજર રહેલા રાજ્ય ગૃહ મંત્રીના હસ્તે ઓર્ગન ડોનર કરનાર સ્વજનોના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. જે પરિવારજનોને ગૃહ મંત્રીએ અભિનંદન પાઠવી અભિનંદન પાઠવ્યા હતા. પોતાના સ્વજનોના અંગદાન થકી અન્યના જીવનમાં પ્રકાશ લાવવામાં મહત્વનો ફાળો બજાવનારા પરિવારજનોની રાજ્ય ગૃહમંત્રીએ સરાહના કરી હતી. વર્ષ 2006 માં સુરત ઓર્ગન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમ થકી પ્રથમ ઓર્ગન ડોનેટ ની શરૂઆત કરવામાં આવી હતી. જ્યાં આજે ઓર્ગન ડોનેટ લાઈફ સંસ્થા ને 19 વર્ષ જેટલો સમય સેવાકીય પ્રવૃત્તિમાં થયો છે. જે બદલ પણ રાજ્ય ગૃહ મંત્રીએ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં ભુવા પડવાનો સિલસિલો યથાવત, મણિનગર ક્રોસિંગ તરફના રોડ ઉપર ફરી બે ભુવા પડ્યા
ઓર્ગન માટે ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છેઃ રાજ્ય ગૃહ મંત્રી
કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્ય ગૃહમંત્રીએ ઓર્ગન ડોનેટ લાઈફ સંસ્થાના પતંગ ઉત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જાતે પણ પતંગ ચગાવવાની મજા માણવાની સાથે સાથે ઓર્ગન ડોનેટનો લોક સંદેશો પાઠવ્યો હતો. જે પ્રસંગે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, 19 વર્ષ પહેલાં ઓર્ગન ડોનેટ લાઇફ સંસ્થાની શરૂવાત થઈ હતી. સંસ્થાનો કાઇટ ફેસ્ટિવલ તો એક માધ્યમ છે. પ્રથમ ડોનર દ્વારા ગુજરાતના લોકોને અંગદાન અંગે પ્રેરણા આપવામાં આવી હતી. આજે આવા પરિવાર નો હું આભાર માનું છું.તમારા શરીર નું એક અંગ પરિવારના સભ્યને પણ આપવાનું હોય તો વિચાર આવી જાય. પરંતુ અન્ય ને અંગદાન કરી અન્યનો જીવ બચાવવાનો આ એક પ્રયાસ છે.બ્રેઈન ડેડ ચૌદ વર્ષના બાળક નો હાથ પ્રકાશ નામના યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો.લોહીના સંબંધ કરતા હજારો કિલો મીટર દૂરથી અંગદાન તમારા માટે આવે તે લોહી કરતા અન્ય સબંધો વધારે મહત્વ આપે છે.અંગદાન ના કારણે અનેક લોકોના જીવન બદલાય છે.દરેક સામાજિક કાર્યક્રમમાં અંગદાન ની જાગૃતિ માટેનો પ્રયાસ કરવો જોઈએ. તમારા કાર્યક્રમ થકી કોઈના વિચાર બદલાશે તો અન્યનું જીવન બદલાશે. ડોને ટ લાઇફ સંસ્થાને હું અભિનંદન આપું છું.’
આ પણ વાંચો: Suart: બાળકોમાં મોબાઇલના વળગણ મુદ્દે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા શું બોલ્યા? વાંચો આ અહેવાલ
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


