PM Modi Birthday : કેન્દ્રીય મંત્રી CR Patil ની અનોખી ઉજવણી, પહેલગામ હુમલા અંગે કહી આ વાત
- Surat માં PM Modi ના જન્મદિવસની અનોખી ઉજવણી
- કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR Patil એ મહાદેવ મંદિરમાં જળાભિષેક કર્યો
- પીએમ મોદીના દીર્ઘાયુ માટે ઇચ્છાનાથ મહાદેવને કરી પ્રાર્થના
- સી.આર. પાટીલે પહેલગામની ઘટનાને લઈને આપ્યું નિવેદન
- "પહેલગામ હુમલા બાદ દેશના લોકોમાં એક બદલાની ભાવના હતી"
Surat : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ (PM Modi Birthday) હોવાથી સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં અવ્યું છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે (CR Patil) વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે અને મહાદેવ મંદિરમાં જળાભિષેક કરી પીએમ મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી છે. સાથે તેમણે પહેલગામની ઘટનાને (Pahalgam Incident) લઈને મોટું નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો - Happy Birthday Modiji : ક્યારેય ચૂંટણી ન હારનાર નેતા Narendrabhai Modi ની કહાની
Surat માં સી.આર. પાટીલે PM Modi ના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી
સુરતમાં (Surat) કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે PM મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે. ભાજપ પ્રદેશ પ્રમુખે ઇચ્છાનાથ મહાદેવ મંદિરે જઈ જળાભિષેક કર્યો અને પીએમ મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે (CR Patil) પહેલગામની ઘટનાને લઈને પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પહેલગામ હુમલા બાદ દેશના લોકોમાં એક બદલાની ભાવના હતી. દેશના લોકોની ઇચ્છા PM મોદીએ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. PM મોદીએ વિશ્વને બતાવ્યું છે કે ભારત દેશ નબળો નથી.
PM મોદીએ વિશ્વને બતાવ્યું છે કે ભારત દેશ નબળો નથી : CR Patil
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે આગળ કહ્યું કે, દુશ્મનોના ઘરમાં જઈને જવાબ આપવાની શક્તિ ભારતમાં છે. વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) વિશ્વના દાંત ખાટા કર્યા છે. દરેક પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદી ખડેપગે ઊભા રહે છે. પુર, પ્લેગ અને કુદરતી આફતોના સમયે પીએમ મોદીએ નાગરિકોની મદદ કરી છે અને તેમની જરૂરિયાત પૂર્ણ થાય તે સુનિશ્ચિત કર્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આજે PM મોદીના જન્મદિવસ નિમિત્તે તેમનું આયુષ્ય અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે દેશના કરોડો લોકો પ્રાર્થના કરી રહ્યા છે. જણાવી દઈએ કે, સુરત શહેર ભાજપ (Surat BJP) દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પ (Blood Donation Cam) વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો - PM Modi 75th Birthday : એકસાથે ભારત અને 75થી વધુ દેશોમાં 7500થી વધુ રક્તદાન કેમ્પ