Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rain in Gujarat : ડાયમંડ સિટી સુરતમાં વહેલી સવારથી ધોધરમાર વરસાદ!

અઠવાલાઇન્સ વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે.
rain in gujarat   ડાયમંડ સિટી સુરતમાં વહેલી સવારથી ધોધરમાર વરસાદ
Advertisement
  1. સુરતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ફરી આગમન (Rain in Gujarat)
  2. શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ ખાબક્યો
  3. અઠવાલાઇન્સ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
  4. લો પ્રેશર સિસ્ટમ ફરી સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી

Rain in Gujarat : રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે ડાયમંડ સિટી સુરતમાં (Surat) લાંબા વિરામ બાદ આજે ફરી એકવાર મેઘરાજાએ દસ્તક દીધી છે. શહેરનાં વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. અઠવાલાઇન્સ વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. લો પ્રેશર સિસ્ટમ ફરી સક્રિય થતાં વરસાદનું આગમન થયું છે.

આ પણ વાંચો - Rajkot : રીબડાનાં અનિરૂદ્ધસિંહની મુશ્કેલીઓ ફરી વધી! સુપ્રીમ કોર્ટથી મોટો ઝટકો!

Advertisement

Advertisement

સુરતમાં જુદા-જુદા વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ

સુરતમાં (Surat) ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે. લાંબા વિરામમાં શહેરનાં વિવિધ વિસ્તારોમાં આજે સવારથી વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેથી લોકોને ભારે બફારા અને ગરમીથી રાહત મળી છે. શહેરનાં અઠવાલાઇન્સ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જ્યારે, કેટલીક જગ્યાએ ધીમી ધારે વરસાદ થયો છે. આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો - Rajkot : ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટની હાલત જર્જરિત બસ સ્ટેન્ડ જેવી!

Rain in Gujarat, લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી

માહિતી અનુસાર, લો પ્રેશર સિસ્ટમ (Low Pressure System) ફરી એકવાર સક્રીય થતાં ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ (Rain in Gujarat) પડવાની આગાહી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આથી, મેઘરાજા નવરાત્રિની મજા બગાડશે તેવી ભીતિ ખેલૈયાઓમાં સેવાઈ છે. જ્યારે 29 સપ્ટેમ્બરની આસપાસ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર સહિતનાં જિલ્લામાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો - Ambaji ના અંબા મહેલમાં શૂટ થયેલું ગીત અલબેલી મતવાલી મૈયા Grammy Award ની રેસમાં

Tags :
Advertisement

.

×