Rain in Gujarat: સુરતમાં ફરી વરસાદનું રેડ એલર્ટ, પોલીસ કમિશનર કચેરીમાં કન્ટ્રોલરૂમ શરૂ કરાયો
- રેડ એલર્ટના પગલે ફરી સુરતમાં વરસાદ શરૂ
- સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં વરસાદ પડ્યો
- અંદાજિત 20 કલાકના વિરામ બાદ ફરી વરસાદ શરૂ
Gujarat Rain: સુરતમાં ફરી વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. જેમાં રેડ એલર્ટના પગલે ફરી સુરતમાં વરસાદ શરૂ થયો છે. તેમાં સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. જેમાં અંદાજિત 20 કલાકના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. 3 દિવસ સુરત સહિત જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. સુરત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જેમાં વરસાદના કારણે ખાડી પૂરની દહેશત વધી છે.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું
પલસાણાના કારેલી ગામમાં વરસાદી પાણી ભરાયા છે. અનેક સોસાયટીમાં જળ બંબાકાર જેવી સ્થિતિ છે. રુદ્રાક્ષ રેસીડેન્સી, રાહી રેસીડેન્સીમાં પાણી ભરાયા છે. તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળે પહોચ્યા છે. બારડોલીમાં ફાયર વિભાગે ઘરોમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કર્યું છે. જેમાં ટ્રેકટરમાં ફસાયેલાં લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડ્યા છે. જેમાં પલસાણા પી આઈ. સહીતના અધિકારી ઘટના સ્થળે છે. સુરત શહેરમાં ખાડીપુર અને ભારે વરસાદથી પાણી પાણી થયુ છે. તેથી સુરત શહેર પોલીસ કમિશનર કચેરીમાં કન્ટ્રોલરૂમ શરૂ કરાયો
છે. જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
સરથાણા પોલીસ સ્ટેશન પાસે ત્રીજા દિવસે પણ પાણી ભરાઇ રહ્યા છે
શહેરમાં જ્યાં ખાડીપુર અથવા વરસાદી પાણી ભરાયા હશે તેના પર સતત નજર રાખવામાં આવશે. લોકોને પોલીસ દ્વારા આવા સ્થળે ન જવા માટેની જાણકારી આપવામાં આવશે. તથા પાણી ભરાવાના કારણે જે રસ્તાઓ બંધ છે, ત્યાં નહીં જવા માટે પોલીસ દ્વારા જાણકારી અપાશે. તથા સરથાણા પોલીસ સ્ટેશન પાસે ત્રીજા દિવસે પણ પાણી ભરાઇ રહ્યા છે. જેમાં લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. સ્કૂલ અને નોકરિયાત વર્ગને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેમાં મનપાની પ્રિ મોન્સૂનની કામગીરી છતી થઈ છે. તેમજ તાપી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તાપીના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ છે. ત્યારે બે કલાકમાં કુકરમુંડા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં વ્યારા, વાલોડમાં પણ વરસાદ પડ્યો છે. ખેતી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છવાઇ છે.


