Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rain in Surat: સુરતમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, ફાયર દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયુ

પાલનપુર કેનાલ રોડ 5 બાળકીઓ સહિત 1 બાળકનું રેસ્ક્યું કરવામાં આવ્યું રાત્રે 2 વાગ્યાથી લઈ સવારે 6 વાગ્યા સુધી 4 ઇંચ વરસાદ ખાબક્યો
rain in surat  સુરતમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત  ફાયર દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયુ
Advertisement
  • પાલનપુર કેનાલ રોડ પર ફાયર દ્વારા રેસ્ક્યું હાથ ધરાયુ
  • ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ
  • પાલનપુર કેનાલ રોડ 5 બાળકીઓ સહિત 1 બાળકનું રેસ્ક્યુ

Rain in Surat: સુરતમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. જેમાં પાલનપુર કેનાલ રોડ પર ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયુ છે. તેમાં ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પાલનપુર કેનાલ રોડ 5 બાળકીઓ સહિત 1 બાળકનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. રાત્રે 2 વાગ્યાથી લઈ સવારે 6 વાગ્યા સુધી 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.

શહેરમાં વરસાદની ધમાકેદાર ઈનિંગ યથાવત રહી છે

શહેરમાં વરસાદની ધમાકેદાર ઈનિંગ યથાવત રહી છે. જેમાં મોરાભાગળ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. ત્યારે મોરાભાગળ આવાસ નજીક વરસાદી પાણી ભરાયા છે. વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે. વાહનો બંધ પડી જતા ધક્કા મારવાનો વારો આવ્યો છે. જેમાં પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર રહી છે. ત્યારે પાલિકા સંચાલિત બસ પણ પાણીમાં ફસાઈ છે. તથા સુરત ગ્રામ્યમાં બીજા દિવસે પણ મેઘો મુશળધાર રહ્યો છે. માંડવીના મુંજલાવ ગામે ભારે વરસાદને પગલે તળાવ તૂટ્યું છે. ભારે વરસાદથી તળાવમાં ભરપૂર પાણીની આવક થઈ હતી. જેમાં તળાવની પાળ તૂટતા ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. રાત્રી દરમિયાનથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે.

Advertisement

સુરત જિલ્લામાં પર મેઘો મહેરબાન થતાં જાણે આભ ફાટી પડ્યું

સુરત જિલ્લામાં પર મેઘો મહેરબાન થતાં જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું. વરસાદના પગલે માત્ર સુરત શહેર જ નહીં સમગ્ર દક્ષિણ ગુજરાત પાણીમાં તરબોળ થયુ છે. તેમજ બોરસદમાં 3.62 ઈંચ, ચોર્યાસીમાં 3.54 ઈંચ, સુરતના માંગરોળમાં 3.15 ઈંચ, સુરતના માંડવીમાં 3.03 ઈંચ, ખંભાતમાં 2.87 ઈંચ, નવસારીમાં 2.72 ઈંચ, જેતપુર પાવીમાં 2.4 ઈંચ, વ્યારામાં 2.36 ઈંચ, વાડોલમાં 2.28 ઈંચ, જલાલપોરમાં 2.2 ઈંચ, વાંકાનેરમાં 2.09 ઈંચ, નડીયાદમાં 2.05 ઈંચ, સુરતના મહુવામાં 2.01 ઈંચ વરસાદ પડ્યો હતો.

Advertisement

આ પણ વાંચો: Rain in Gujarat: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક મેઘમહેર, જાણો કયા શહેરમાં પડ્યો 10 ઈંચ વરસાદ

Tags :
Advertisement

.

×