Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rain in Surat: સુરતમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદ પડયો

જહાંગીરપુરા, રાંદેર, અડાજણમાં વરસાદ ખાબક્યો ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પ્રિ મોન્સૂનની કામગીરીની પોલ ઉઘાડી પાડી  Rain in Surat: સુરતમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઇ છે. જેમાં ભારે પવન સાથે વરસાદ પડયો છે. તેમાં જહાંગીરપુરા, રાંદેર, અડાજણમાં...
rain in surat  સુરતમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી  ભારે પવન સાથે વરસાદ પડયો
Advertisement
  • જહાંગીરપુરા, રાંદેર, અડાજણમાં વરસાદ ખાબક્યો
  • ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે
  • પ્રિ મોન્સૂનની કામગીરીની પોલ ઉઘાડી પાડી

 Rain in Surat: સુરતમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઇ છે. જેમાં ભારે પવન સાથે વરસાદ પડયો છે. તેમાં જહાંગીરપુરા, રાંદેર, અડાજણમાં વરસાદ ખાબક્યો છે. ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ પડતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. વહેલી સવારથી સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે. પહેલા જ વરસાદમાં મનપાની કામગીરી પર સવાલ ઉભા થયા છે.

પ્રિ મોન્સૂનની કામગીરીની પોલ ઉઘાડી પાડી

પ્રિ મોન્સૂનની કામગીરીની પોલ ઉઘાડી પાડી છે. જેમાં ફુલપાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા છે. તથા ન.પ્રા શિક્ષણ સમિતિની શાળા બહાર પાણી ભરાયા છે. તેમજ સુરતમાં ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં પૂર આવ્યું છે. તેમજ અંબિકા નદી પરનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સિઝનમાં પહેલી વખત મધર ઈન્ડિયા ડેમ છલકાયો છે. મધર ઈન્ડિયા ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

Advertisement

Advertisement

સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ ડોલવણ તાલુકા વરસ્યો

તાપી જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ આવ્યો છે. સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ ડોલવણ તાલુકા વરસ્યો છે. તથા વ્યારા નગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. લખાલીથી ચીચબરાડી રાણીઅંબા ગામમાં વરસાદ આવ્યો છે. જેમાં કોઝ વે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. રસ્તો બંધ થતા 7 થી વધુ ગામ સંપર્ક વિહોણા થયા છે.

આ પણ વાંચો: LIVE:Rain in Gujarat: 24 કલાકમાં 34 તાલુકામાં 2થી 10 ઇંચ વરસાદ, રાજ્યને મેઘરાજાએ ધમરોળ્યું

Tags :
Advertisement

.

×