Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Raksha Bandhan : આજે એજ હાથથી મે રિયાના ભાઈને રાખડી બાંધી : અનમતા અહેમદ

  Raksha Bandhan : ભારતમાં આખા વર્ષ દરમિયાન ઘણા પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે,પરંતુ રક્ષાબંધનનું (Raksha Bandhan)એક અલગ મહત્વ છે. ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની આજે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવશે. આજના દિવસે એક હ્રદયસ્પર્શી ઘટના બની હતી.સુરતની કિરણ હોસ્પિટલમાં વર્ષ...
raksha bandhan   આજે એજ હાથથી મે રિયાના ભાઈને રાખડી બાંધી   અનમતા અહેમદ
Advertisement

Raksha Bandhan : ભારતમાં આખા વર્ષ દરમિયાન ઘણા પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે,પરંતુ રક્ષાબંધનનું (Raksha Bandhan)એક અલગ મહત્વ છે. ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની આજે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવશે. આજના દિવસે એક હ્રદયસ્પર્શી ઘટના બની હતી.સુરતની કિરણ હોસ્પિટલમાં વર્ષ 2024 ના સપ્ટેમ્બર મહિનામાં બ્રેઈનડેડ જાહેર કરાયેલી 9 વર્ષીય સ્વ.રિયા બોબી મિસ્ત્રીના હાથનું દા ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરાવવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં સૌથી નાની ઉંમરની 9 વર્ષની બાળકીના હાથનું દાન કરવાની સૌ પ્રથમ ઘટના હતી.મિસ્ત્રી પરિવાર દ્વારા વ્હાલસોયી દીકરી સ્વ.રિયાના હાથ સહિત ફેફસાં,લિવર,કિડની અને ચક્ષુઓનું દાન કરીત સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું હતું.

Advertisement

વિશ્વનું આ સૌ પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ હતું (Raksha Bandhan)

દાન કરાયેલા સ્વ.રિયાના જમણા(Riya brother Shivam,) હાથનું ટ્રાન્સપ્લાન્ટ ગોરેગાવ,મુંબઈની રહેવાસી 15 વર્ષીય કિશોરીમાં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં ડૉ. નિલેશ સાતભાય અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું. ખભાના સ્તરથી વિશ્વનું આ સૌ પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ હતું. આ કિશોરી હાલમાં મુંબઈમાં ધોરણ-11 અભ્યાસ કરે છે.તેના માતા-પિતાનું તે એક માત્ર સંતાન છે.તેના પિતા એડવરટાઈઝીંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

Advertisement

સ્વ.રિયાના ભાઈને રાખડી બાંધવા કિશોરી મુંબઈથી વલસાડ આવી (Raksha Bandhan)

મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ડૉ.નીલેશ સાતભાઈ દ્વારા સ્વ.રિયાનો જમણો હાથ મુંબઈ ખાતે રહેતા 15 વર્ષીય અનમતા અહેદમાં સફળતા પૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો. ટ્રાન્સપ્લાન્ટ થતા પરિવારના જીવનમાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. આજે સ્વ. રિયાના ભાઈ શિવમને રાખડી બાંધવા માટે અનમતા અહેમદ પરિવાર સાથે મુંબઈથી વલસાડ (Valsad raksha bandhan)આવી હતી. બહેનના દાન કરાયેલા હાથ દ્વારા ભાઈના હાથ પર રાખડી બંધાતા સ્વ.રિયાના પરિવારમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો.

આજે એજ હાથથી મે રિયા ના ભાઈને રાખડી બાંધીઃ અનમતા અહેમદ

17 સપ્ટેમ્બર 2024 ના રોજ 9 વર્ષીય રિયા બોબી મિસ્ત્રીએ ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી હાથનું દાન થયું હતું. હાથનું ટ્રાન્સપ્લાન્ટ થતા મારી જિંદગીમાં ફરી એક નવી શરૂઆત થઈ હતી. આજે એ હાથથી જ મે રિયાના ભાઈને રાખડી બાંધી છે. તેમ અનમતા અહેમદ જણાવ્યું હતું.

કિશોરીએ પોતાની બહેનને બચાવવા જતા હાથ ગુમાવ્યા (Rksha Bndhan)

આ કિશોરી ૩૦ ઓક્ટોમ્બર ૨૦૨૨ને દિવસે અલીગઢ, ઉત્તરપ્રદેશમાં તેની પિતરાઈ બહેન સાથે અગાસીમાં રમતી હતી. ત્યારે અકસ્માતે ૧૧૦૦૦ કિલોવોટનો વાયર પકડી લેતા તેના બંને હાથ દાજી ગયા હતા. જમણા હાથમાં ગેગરીન થઈ જવાને કારણે તેનો જમણો હાથ ખભાના સ્તર થી કાપી નાંખવો પડ્યો હતો. ડાબા હાથમાં પણ ઘણી બધી ઈજાઓ થવાથી ડાબા હાથનું કાર્ય પણ ખુબ જ ઓછું થઇ ગયું હતું.

ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી 1232 લોકોને નવજીવન મળ્યું

ડોનેટ લાઈફ સંસ્થાના પ્રમુખ નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે,ડોનેટ લાઈફ દ્વારા કુલ 1336 અંગો અને ટીસ્યુઓનું દાન કરવામાં આવ્યું છે. જેમાં 542 કિડની, 235 લિવર, 57 હ્રદય, 52 ફેફસા, 9 પેન્ક્રીઆસ, 8 હાથ, 1 નાનું આંતરડું અને 432 ચક્ષુઓના દાનથી દેશ-વિદેશના કુલ 1232 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

Tags :
Advertisement

.

×