Suratની D.K. And Sons Diamond Company માં તસ્કરોએ 25 કરોડના હીરાની ચોરી કરી ફરાર, CCTV-DVR પણ લઇ ગયા!
- Surat D.K. And Sons Diamond Company માં 25 કરોડ હીરાની ચોરી
- તસ્કરો હીરાની ચોરી સાથે CCTV-DVR લઇ ગયા
- પોલીસે તસ્કરોને પકડવા માટે સઘન તપાસ હાથ ધરી છે
ગુજરાતની ડાયમંડ સીટી સુરતમાં તસ્કરોએ 25 કરોડના હીરાની ચોરી કરી ફરાર થઇ ગયા છે. સુરતના કાપોદ્રામાં ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં ચોરોએ 25 કરોડના મુદ્દામાલની ચોરી કરી CCTV-DVR પણ સાથે લઇને રફુચક્કર થઇ ગયા છે. આ ઘટનાની જાણ થતા જ DCP, ACP,સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.
Surat D.K. And Sons Diamond Company માં 25 કરોડના હીરાની ચોરી
પ્રાપ્ત માહિતી અનુસાર તસ્કરોએ રજાઓનો લાભ લઇને સુરતના કાપોદ્રામાં ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીને ટાર્ગેટ બનાવી હતી, આ તસ્કરોએ કંપનીની તિજેરી કટરથી કાપીને 25 કરોડથી વધુના હીરા, રોકડ રકમ લઇને ફરાર થઇ ગયા છે. કપૂરવાડી ખાતે આવેલા આ હીરા કારખાનાના ચોથા માળેથી રફ હીરા અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થઇ ગયા છે.
Surat D.K. And Sons Diamond Company માં ચોરી અંગે DCP આલોક કુમારે આપ્યું નિવેદન
આ ઘટના બાદ DCP આલોક કુમારે જણાવ્યું હતું કે ત્રણ દિવસથી રજા હોવાથી કોઇ સિક્યુરિટી ગાર્ડ હાજર ન હતા, રજાનો લાભ લઇને તસ્કરોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. તસ્કરોએ 25 કરોડથી વધુના હીરાની ચોરી કરીને પલાયન થઇ ગયા છે. જે પ્રમાણે ચોરીને અંજામ આપ્યો છે એ પરથી લાગી રહ્યું છે કે આ રીઢા ચોરોએ ચોરીનું કાવતરૂં ઘડ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કાપોદ્રા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ખોડિયારનગર પાસે ડાયમંડના ઓક્શનનો વેપાર ચાલે છે, અહીં 15થી 17 તારીખની વચ્ચે રજા હતી. 15 તારીખની સાંજે માલિક કંપની બંધ કરીને ગયા હતા અને ત્યાર બાદ આજે 18 તારીખે જ્યારે તેમને સવારે કંપનીએ આવ્યા ત્યારે તિજોરીને ગેસકટર મશીનથી કાપીને રફ ડાયમંડ લઇને તસ્કરો ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું
સુરતની ડાયમંડ કંપનીમાંથી 25 કરોડના હીરાની ચોરી
કાપોદ્રામાં આવેલી ડીકે એન્ડ સન્સ કંપનીમાંથી ચોરી
તિજોરી કટરથી કાપી ચોરીને અપાયો અંજામ
રીઢા તસ્કરો તમામ CCTV કેમેરા તોડી થયા ફરાર
ત્રણ દિવસની રજાનો લાભ ઉઠાવી કરી ચોરી
ત્રણ લેયરની લોખંડની ભારે વાહક તિજોરીનું લોક કાપી દીધું
કંપનીના જ… pic.twitter.com/Jb4eJqestT— Gujarat First (@GujaratFirst) August 18, 2025
cctv અને DVR પણ સાથે લઇ ગયા
મહત્વની વાત એ છે કે ચોરીનો કોઇ પુરાવા પોલીસને મળે નહીં તે માટે તેમણે કારખાનાના cctv કેમેરાની તોડફોડ કરી હતી અને તેમની સાથે DVR પણ લઇ ગયા હતા, આ 25 કરોડના હીરાની ચોરી થતા પોલીસ એકશનમાં આવી ગઇ છે. પોલસે હાલ શહેરના તમામ જાહેર સ્થળોના cctvના ફુટેજ તપાસી અસરકારક સઘન તપાસ હાથ ધરી છે. આ ચોરીના બનાવથી હીરાનો ધંધો કરતા ઉધોગપતિમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
પોલીસે હાલે ચોરીનો ગુનો દાખલ કરીને પોલીસ સઘન તપાસના કામે લાગી ગઇ છે. તસ્કરોએ cdr કાઢી લઇ ગયા છે, આની જાણ ક્રાઇમ પોલીસને કરી દેવામાં આવી છે, ક્રાઇમ પોલીસ હાલ આ ઘટનાની તપાસમાં લાગી ગયા છે.
આ પણ વાંચો: Somnath Mahadev : અખંડ સેવાની ધૂણી ચલાવતું શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ


