Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: પુત્રને દેવું વધી જતા કંટાળી 57 વર્ષીય પિતાએ આપઘાત કર્યો, સુસાઈડ નોટમાં લખી વ્યથા

Surat: અમરોલી વિસ્તારમાં 57 વર્ષીય પ્રાગજીભાઈ દામજીભાઈ વસોયા નામના વ્યક્તિએ ઘરના નજીક ઝેરી દવા પીને આપઘાત કરી લીધો
surat  પુત્રને દેવું વધી જતા કંટાળી 57 વર્ષીય પિતાએ આપઘાત કર્યો   સુસાઈડ નોટમાં લખી વ્યથા
Advertisement
  1. અમરોલી નજીક 57 વર્ષના આધેડે ઘર નજીક ઝેરી દવા પીધી
  2. પુત્રએ દેવું કરતા ભાગીદારો અને લેણદારોના પિતા કરતા ફોન
  3. પુત્રના લેણદારો પિતાને ધમકી આપતા કંટાણી અંતિમ પગલું ભર્યું

Surat: સુરત શહેરમાં આજે આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અમરોલી વિસ્તારમાં 57 વર્ષીય પ્રાગજીભાઈ દામજીભાઈ વસોયા નામના વ્યક્તિએ ઘરના નજીક ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. પુત્રએ દેવું કર્યું હોવાથી ભાગીદાર અને લેણદારો પિતાને ફોન કરીને ધમકીઓ આપતા હોવાથી ટેન્શનમાં આવીને આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

આપઘાત કરતા પહેલા પિતાએ એક સુસાઈડ નોટ પણ લખી

પ્રાગજીભાઈએ આપઘાત માટેનાં કારણોની સ્પષ્ટ ઉલ્લેખ કરતી સ્યુસાઈડ નોટ પણ લખી છે, જેમાં તેમણે જણાવ્યુ હતું કે, ‘પુત્ર દેવું કરીને જતો રહ્યો છે અને તેના ભાગીદાર સહિતના તેમની પાસે ઉઘરાણી કરી રહ્યા છે. મારી પાસે ખાવા કંઈ નથી ક્યાંથી લાવવું પૈસા બસ હું દવા પી જાવ છું’ સ્યુસાઈડ નોટમાં લખાયું છે કે, તેમના પુત્રના ભાગીદાર અને લેણદારો તેમને સતત મેસેજ કરીને અને ફોન પર ધમકીઓ આપી રહ્યા હતા. આથી તે ઓછી સંકટોથી પીડાય રહ્યો હતો અને આ સ્થિતિમાં, તેમણે આપઘાત કરવાનો નિર્ણય લીધો.

Advertisement

આ પણ વાંચો: વેપારીને મહિલાએ પ્રેમજાળમાં ફસાવ્યો અને પછી માંગ્યા અધધ રૂપિયા, મામલો પોલીસ મથકે પહોંચ્યો

Advertisement

અમરોલી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

પ્રાગજીભાઇએ સુસાઈડ નોટમાં લખ્યુ હતુ કે, રવિ વયોગયો, ઘરે કોઈને કોઈ જાતની ખબર નથી, શું કર્યુ શું નહીં, આશિષને કોઈ હેરાન કરતા નહી, મારી છોકરીઓને ખાવા-રહેવાનું એ પુરુ પાડશે અને કોઈ જાતની ખબર પણ નથી. એમા માંથુ પણ મારતો નથી, અને ખાતુ કરેલુ ત્યારે તેને પુછતો, ત્યારે તે કહેતો કે બધુ બરાબર છે. જરૂર પડે ત્યારે પૈસા આપતો, ખાતે તેના ભાગીદાર રાજુભાઈ હતા એમને ખબર હતી. હવે એ વયો ગયો છે પૈસા માથે કરીને, ભાગીદાર મારી ઉપર ભીંસ કરે છે. ધમકી આપે છે કે તમને મારી નાખી, સુરતમાં નહીં રહેવા દઉં....આ સાથે હું મરી જાઉ ત્યારે મારી ચારે છોકરી મારી હાટડીને હાથ દે અને તેને સાચવજો. એવો ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો: ‘મહાભારત જેવું કાંઈ થયું જ નથી’ જ્ઞાનપ્રકાશ સ્વામીના એક બાદ એક વિવાદિત વીડિયો વાયરલ

પ્રાગજીભાઈ તેમના પરિવાર સાથે અમરોલીમાં રહેતા હતા

મળતી વિગતો પ્રમાણે મૂળ ભાવનગરના લીમડાના વતની અને અમરોલી વિસ્તારમાં આવેલી પ્રમુખ હાઇટ્સમાં 57 વર્ષીય પ્રાગજીભાઈ દામજીભાઈ વસોયા પરિવાર સાથે રહેતા હતા. નોંધનીય છે કે, અત્યારે અમરોલી પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુખદ ઘટનાએ શહેરમાં વધુ એકવાર માનસિક સ્વાસ્થ્ય અને પરિવારિક સંકટોને લઈને ગંભીર ચર્ચા શરૂ કરી છે. સુરતમાં એવી ઘટનાઓનો વધારો થતો જોઈને, સમાજ અને સરકારો માટે આ ગંભીર સંકેત છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×