Surat : હજીરા દરિયામાં 17 ફૂટ વિશાળ શ્રીજી પ્રતિમાનું ક્રેનની મદદથી વિસર્જન
- Surat માં વિશાળ ક્રેન દ્વારા ગણેશ વિસર્જનની પ્રક્રિયા
- હજીરા દરિયામાં વિશાળકાય પ્રતિમાનું વિસર્જન
- ક્રેનની મદદથી 17 ફૂટની વિશાળ પ્રતિમાનું વિસર્જન
- 600 જેટલા સ્વયંસેવકો ખડેપગે આપી રહ્યા છે સેવા
Surat : ગણેશ ચતુર્થીનાં (Ganesh Chaturthi) દિવસે ભક્તો હોશે હોશે વિધ્નહર્તાને લાવ્યા હતાં અને શનિવારે 'પુઢચ્યા વર્સી લોકરયા' કહી ભીની આંખે દુંદાળાદેવનું વિસર્જન કર્યું. વાજતે-ગાજતે દાદાને વિદાય આપવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં પણ શ્રીજી વિસર્જન માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. હજીરા દરિયામાં (Hazira Sea) વિશાળકાય પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું. વિશાળ ક્રેન દ્વારા 17 ફૂટ સુધીની પ્રતિમાનું વિસર્જન કરાયું.
આ પણ વાંચો - Surat : ગણપતિ બાપ્પાને ભીની આંખે અપાઈ વિદાય
Surat માં ક્રેનની મદદથી 17 ફૂટની વિશાળ પ્રતિમાનું વિસર્જન
સુરતમાં આજે ઠેર ઠેર શ્રીજીને ભક્તો ભીની આંખે વિદાય આપી રહ્યા છે. ત્યારે ગણેશ વિસર્જન (Ganesh Visarjan) માટે સુરત પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. માહિતી અનુસાર, હજીરા દરિયામાં વિશાળકાય પ્રતિમાનું વિસર્જન કરવા માટે ક્રેનની મદદ લેવામાં આવી. વિશાળ ક્રેન દ્વારા અંદાજે 17 ફૂટની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું. દરિયામાં એક બાદ એક પ્રતિમાનું વિસર્જન કરાઈ રહ્યું છે. 600 જેટલા સ્વયંસેવકો ખડેપગે સેવા આપી રહ્યા છે.
આ પણ વાંચો - ચંદ્ર ગ્રહણને લઈ Ambalal Patel ની અત્યાર સુધીની સૌથી મોટી આગાહી
હજીરા દરિયામાં અંજાદે 1 હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન થશે
માહિતી અનુસાર, હજીરા દરિયા ખાતે 16 જેટલી ક્રેનની વ્યવસ્થા કરાઈ છે. ટ્રાફિક વ્યવસ્થા જાળવવા મોટી સંખ્યામાં પોલીસ જવાનો (Surat Police), હોમગાર્ડને તૈનાત કરાયા છે. હજીરા દરિયામાં અંજાદે 1 હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાશે. કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે દરિયામાં બોટ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો - ગુજરાતમાં ચોમાસાનું બીજું રાઉન્ડ થશે શરૂ, આગામી 3 દિવસ મેઘરાજા ભૂક્કા બોલાવશે!