Surat: 'નજીક ના આવતાં નહીં તો કૂદી જઈશ', કિશોરીએ 11 માળે જઈ આપઘાતનો પ્રયાસ કેમ કર્યો?
- Surat ના અલથાણમાં કિશોરીનો આપઘાતનો પ્રયાસ
- 17 વર્ષીય કિશોરી આપઘાત કરવા જતા ફાયર જવાનો દ્વારા બચાવી
- અલથાણ વિસ્તારમાં આવેલ સ્વિમ પ્લેસના ટેરેસ ઉપરની ઘટના
- 17 વર્ષીય કિશોરી ટેરેસ પરથી કૂદી આપઘાત કરવા જતી હતી
- લોકોએ કિશોરીને બચાવવા પ્રયાસ કર્યા, પણ કિશોરી ન ઉતરી
- સ્થાનિકોએ જાણ કરતા ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી
- 11 માળેથી યુવતીને ક્રેન મારફતે બચાવી લેવામાં આવી
Surat:સુરતમાં આજે સવારે એક હૃદયદ્રાવક ઘટના ટળી હતી, જ્યાં માતાના ઠપકાથી માઠું લાગી આવતા એક 17 વર્ષીય કિશોરી અલથાણ (Althan) વિસ્તારમાં આવેલા પોતાના ઘરની 11મા માળની ટેરેસ પરથી કૂદીને આપઘાત કરવાનો પ્રયાસ કરી રહી હતી. સમયસૂચકતા અને ફાયર બ્રિગેડ (Fire Brigade) ના જવાનોની વીરતાના કારણે કિશોરીનો જીવ બચી ગયો હતો.
ઠપકો આપતાં કિશોરીએ ગુસ્સામાં લીધું આ પગલું!
પ્રાપ્ત માહિતી અનુસાર આ કિશોરી અલથાણ સ્થિત સ્વિમ પ્લેસના એપાર્ટમેન્ટમાં રહે છે. કિશોરીના માતા-પિતા હાલ અયોધ્યા ખાતે રહે છે. આજે સવારે ટેલિફોનિક વાતચીત દરમિયાન કિશોરીની તેની માતા સાથે કોઈ બાબતે બબાલ થઈ હતી, જેમાં માતાએ તેને ઠપકો આપ્યો હતો. માતાના આ ઠપકાથી કિશોરીને ખૂબ જ માઠું લાગી આવ્યું હતું. માતાના ઠપકા બાદ આવેશમાં આવીને કિશોરીએ આત્મઘાતી પગલું ભરવાનું નક્કી કર્યું હતું. તે ગુસ્સા અને નિરાશાની સ્થિતિમાં પોતાના ઘરના 11મા માળની ટેરેસ પર પહોંચી ગઈ હતી અને ત્યાંથી નીચે કૂદવાની તૈયારી કરવા લાગી હતી.
'નજીક આવ્યા તો...'
Surat : તારા લગ્ન હું કરાવી દઇશ
તું કૂદીશ નહીં બેટા નીચે આવી જા... | Gujarat Firstસુરત શહેરના અલથાણમાં કિશોરીનો આપઘાતનો પ્રયાસ
17 વર્ષીય કિશોરી આપઘાત કરવા જતા ફાયર જવાનો દ્વારા બચાવી
અલથાણ વિસ્તારમાં આવેલ સ્વિમ પ્લેસના ટેરેસ ઉપરની ઘટના
17 વર્ષીય કિશોરી ટેરેસ પરથી કૂદી આપઘાત… pic.twitter.com/aZ53ONZ5X9— Gujarat First (@GujaratFirst) December 14, 2025
કિશોરી ટેરેસની ધાર પર પહોંચી ગયાની જાણ થતાં જ સોસાયટીના લોકો ગભરાઈ ગયા હતા અને ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. એકઠી થયેલી ભીડમાંથી જ્યારે કોઈ વ્યક્તિએ તેને નીચે ઉતરવા વિનંતી કરી, ત્યારે કિશોરીએ તેમને દૂર રહેવા ચેતવણી આપી હતી. કિશોરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, 'નજીક ના આવતાં નહીં તો કૂદી જઈશ!' આ પરિસ્થિતિ વચ્ચે હાજર રહેલા એક જાગૃત વ્યક્તિએ કિશોરીને ભાવનાત્મક રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો. તેમણે કિશોરીને આશ્વાસન આપતા કહ્યું કે, "તારા લગ્ન હું કરાવી દઈશ, બેટા તું કૂદીશ નહીં, નીચે આવી જા." જોકે, આ લાગણીસભર વિનંતી છતાં કિશોરી નીચે ઉતરવા માટે તૈયાર નહોતી અને પોતાનો જીવ આપવાના નિર્ણય પર અડગ રહી હતી.
Surat ફાયર બ્રિગેડનું સાહસિક રેસ્ક્યુ
કિશોરી કોઈની વાત ન માની અને પરિસ્થિતિ ગંભીર બની રહી હોવાથી તાત્કાલિક ફાયર વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ સમય વેડફ્યા વિના તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતુ. 11મા માળની ઊંચાઈ પરથી કિશોરીને બચાવવા માટે હાઈડ્રોલિક લિફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગના સાહસિક જવાનોએ કિશોરી સુધી પહોંચીને તેને હેમખેમ રીતે સુરક્ષિત નીચે ઉતારી હતી.
કિશોરીનું કાઉન્સિલિંગ, માતા-પિતાને જાણ
કિશોરીને સુરક્ષિત નીચે ઉતાર્યા બાદ તાત્કાલિક અલથાણ પોલીસ (Althan Police) ને સોંપવામાં આવી હતી. અલથાણ પોલીસે કિશોરીના માતા-પિતાને આ ઘટનાની જાણ કરી હતી અને ત્યારબાદ કિશોરીને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી તેનું કાઉન્સિલિંગ કર્યું હતું.
આ પણ વાંચોઃ Surat: ઘર આંગણે રમી રહેલા માસૂમને ઝેરી કોબ્રાએ ડંખ માર્યો, પુત્રના મોતથી પરિવાર પર આભ ફાટ્યું!


