Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : મેઘરાજાની ધબધબાટી! બોક્સ ક્રિકેટનો વિશાળ શેડ, 200 વર્ષ જૂનું મહાકાય વૃક્ષ ધરાશાયી

કેટલાક વિસ્તારમાં મસમોટા ભુવા પડવા, મહકાળ વૃક્ષો ધરાશાયી થવા તો વિશાળ હોર્ગિંડ બોર્ડ હવામાં ઉડતા નજરે પડ્યા છે.
surat   મેઘરાજાની ધબધબાટી  બોક્સ ક્રિકેટનો વિશાળ શેડ  200 વર્ષ જૂનું મહાકાય વૃક્ષ ધરાશાયી
Advertisement
  1. સુરતનાં કતારગામમાં બોક્સ ક્રિકેટનો શેડ ધરાશાયી (Surat)
  2. ધ ડોટબોલ બોક્સ ક્રિકેટની ઘટના સમયે લોકો પણ અંદર હતા
  3. બેથી ત્રણ લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું
  4. સુરતમાં ભારે પવનથી 200 વર્ષ જૂનું ઝાડ ધરાશાયી
  5. દિલ્હીગેટ ગોપાલજીની હવેલી નજીક બની ઘટના

સુરતમાં (Surat) છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. અવિરત વરસી રહેલા વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. ભારે પવન અને વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે. કેટલાક વિસ્તારમાં મસમોટા ભુવા પડવા, મહકાળ વૃક્ષો ધરાશાયી થવા તો વિશાળ હોર્ગિંડ બોર્ડ હવામાં ઉડતા નજરે પડ્યા છે. દરમિયાન, કતારગામમાં (Katargam) બોક્સ ક્રિકેટનો આખેઆખો શેડ જ ધરાશાયી થયો હોવાની અને 200 વર્ષ જૂનું ઝાડ પડ્યું હોવાની ઘટના સામે આવી છે.

આ પણ વાંચો - Ahmedabad : હાથીને માર મારતા વાયરલ વીડિયો પર જગન્નાથ મંદિરના જગતગુરુ અને ટ્રસ્ટીની પ્રતિક્રિયા

Advertisement

Advertisement

ધ ડોટબોલ બોક્સ ક્રિકેટનું વિશાળ શેડ પડ્યું, કેટલાક લોકો ફસાયા

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) કતારગામ વિસ્તારમાં આવેલ ધ ડોટબોલ બોક્સ ક્રિકેટનું આખેઆખું વિશાળ શેડ ધરાશાયી થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર, જ્યારે આ ઘટના બની ત્યારે કેટલાક લોકો શેડની નીચે ક્રિકેટ રમી રહ્યા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને શેડ નીચે ફસાયેલા 2 થી 3 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ઘટનાની માહિતી મળતા સ્થાનિક પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. સદનસીબે, હાલ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી.

આ પણ વાંચો - Gujarat Rain: રાજ્યના અમદાવાદ સહિત 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

00 વર્ષ જૂનું મહાકાય વૃક્ષ ધરાશાઈ, રિક્ષા-મકાનને નુકસાન

બીજી એક ઘટનામાં સુરતમાં ભારે પવનથી 200 વર્ષ જૂનું ઝાડ ધરાશાયી થયું છે. દિલ્હીગેટ ગોપાલજીની હવેલી (Delhi Gate Gopalji's Haveli) નજીક આવેલ 200 વર્ષ જૂનું મહાકાય વૃક્ષ ધરાશાઈ થતાં એક રિક્ષા અને એક મકાને નુકશાન પહોંચ્યું છે. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઝાડ પડ્યું ત્યાં નજીકમાં જ ભગવાન ગણપતિજીની મૂર્તિ તૈયાર કરવામાં આવતી હતી. જો કે, ઝાડ પડવાથી ગણપતિજીની મૂર્તિને પણ કોઈ નુકશાન થયું નથી.

આ પણ વાંચો - Ahmedabad Rain: અમદાવાદમાં હિલ સ્ટેશન આબુ જેવા દ્રશ્યો સર્જાયા, ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો

Tags :
Advertisement

.

×