Surat : મોબાઇલની દુકાનમાં બેઠો હતો શખ્સ, અચાનક થયું એવું કે..! આશ્ચર્ય પમાડે તેવી ઘટના CCTV માં કેદ
- Surat માં આશ્ચર્ચ પમાડે એવા અકસ્માતની ઘટના બની
- કીમ બજારમાં મુખ્ય માર્ગ પર બની ઘટના
- બ્રેક નહીં લાગતા બાઇક સાથે ચાલક દુકાનમાં ભટકાયો
સુરતમાં (Surat) રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થયો છે. અકસ્માતની કેટલીક ઘટનાઓમાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે શહેરનાં કીમ બજારમાં (Kim Bazar) અકસ્માતની વિચિત્ર ઘટના બની છે, જેનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. એક બાઇકચાલક ફૂલ સ્પીડમાં મુખ્ય માર્ગ પરની એક મોબાઇલની દુકાનમાં અચાનક ભટકાય છે. જો કે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની કે નુકસાન થયું નહોતું. બાઇકની બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો હોવાનાં પ્રાથમિક અહેવાલ છે.
આ પણ વાંચો - Mehsana: નીતિન કાકાની ધાક હજી પણ એવીને એવી જ! એક જ ફોનમાં રેલવે સ્ટેશન નાળાની આડાશો હટાવાઈ
મોબાઇલની દુકાનમાં પૂરઝડપે બાઇક ભટકાઈ
પ્રાથમિક માહિતી અનુસાર, સુરતનાં (Surat) કીમ બજારમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેનાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મુખ્ય માર્ગ પર આવેલી મોબાઇલની દુકાનનાં આ CCTV ફૂટેજ છે, જેમાં દેખાય છે કે, દુકાનમાં એક વ્યક્તિ બેઠી છે ત્યારે અચાનક પૂરઝડપે એક બાઇક આવે છે અને દુકાનમાં ભટકાય છે. બાઇકચાલક નીચે પડી જાય છે. જો કે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની કે નુકસાન થયું નહોતું.
Surat । બ્રેક ફેઈલ થયેલા બાઈકે તો દુકાનદારનો જીવ અધ્ધર કર્યો! । Gujarat First#Surat #Accident #BrakeFailure #BikeCrash #BikeIncident #viralvideo #CCTV pic.twitter.com/IUPJPAto9X
— Gujarat First (@GujaratFirst) January 18, 2025
આ પણ વાંચો - Junagadh: સામાન્ય બોલાચાલીમાં ખેલાયો ખૂની ખેલ! કેશોદના ચર ગામે આધેડની હત્યા
બ્રેક નહીં લાગતા બાઇક સાથે ચાલક દુકાનમાં ભટકાયો
અકસ્માતને પગલે દુકાનમાં હાજર વ્યક્તિ અને આસપાસનાં લોકો ભેગા થાય છે અને બાઇકચાલકને ઊભો કરે છે. અકસ્માતની આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, બાઇકની બ્રેક અચાનક ફેઇલ થઈ જતાં ચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને બાઇક દુકાનમાં ઘુસી હતી. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ પણ વાંચો - VADODARA : તરસાલીમાં અછોડા તોડ ગેંગ સક્રિય, મહિલાએ જણસ ગુમાવી


