Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : મુસાફરોથી ભરેલા પ્લેનને મધમાખીઓનું ઝુંડ વળગી પડ્યું! જુઓ વાઇરલ Video

મુસાફરોથી ભરેલા અને સુરતથી જયપુર જતા પ્લેન પર મધમાખીઓનું ઝુંડ જોવા મળ્યું હતું.
surat   મુસાફરોથી ભરેલા પ્લેનને મધમાખીઓનું ઝુંડ વળગી પડ્યું  જુઓ વાઇરલ video
Advertisement
  1. સુરત એરપોર્ટ પર બની આશ્ચર્યજનક ઘટના (Surat)
  2. સુરતથી જયપુર જતાં પ્લેનનાં એક ભાગ પર મધમાખીઓનું ઝુંડ જોવા મળ્યું
  3. મુસફરોથી ભરેલા પ્લેન પર મધમાખીઓએ ડેરો જમાવ્યો હતો
  4. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી મધમાખીઓને દૂર કરી
  5. પ્લેનમાં બેસેલા મુસાફરે ઘટનાનો વીડિયો બનાવ્યો, સો. મીડિયા પર વાઇરલ થયો

Surat : સુરતનાં એરપોર્ટ પર એક વિચિત્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. મુસાફરોથી ભરેલા અને સુરતથી જયપુર જતા પ્લેન પર મધમાખીઓનું ઝુંડ જોવા મળ્યું હતું. આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયરનાં જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી મધમાખીઓનાં ઝુંડને દૂર કરવામાં આવ્યું હતું. પ્લેન ટેક ઓફ થાય તે પહેલાં જ આ ઘટના ધ્યાને આવી જતાં કાર્યવાહી કરાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

આ પણ વાંચો - Sabarkantha : ચિઠોડા પંચાયતનાં મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત, સભ્યોનાં ગંભીર આરોપ

Advertisement

મુસાફરોથી ભરેલા પ્લેનનાં એક ભાગે મધમાંખીઓનું ઝુંડ વળગી પડ્યું

સુરતનાં એરપોર્ટ (Surat Airport) આશ્ચર્યજનક ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતથી જયપુર (Jaipur) જતાં મુસાફરોથી ભરેલા પ્લેનનાં એક ભાગ પર મધમાખીઓનું ઝુંડ વળગી પડ્યું હતું. આ અંગે જાણ થતાં એરપોર્ટ તંત્ર, સ્ટાફ દ્વારા ફાયર વિભાગને (Fire Department) જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક એરપોર્ટ પ્લેન પાર્કિંગ સ્થળે પહોંચી હતી અને મધમાખીઓને દૂર કરવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Junagadh : જુનાગઢ બાર એસો.ની માગ, જેના ઇશારે આ બધું થયું, તેની સામે..!

ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી મધમાખીઓને દૂર કરી

ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા પ્લેન પરથી મધમાખીઓનાં ઝુંડને દૂર કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા (Viral Video) પર વાઇરલ થયો છે. આ વીડિયો પ્લેનની અંદર બેસેલા એક મુસાફર દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો - Jamnagar : બે માસ પહેલા ફિનાઇલ પીધું, બચી જતા હવે ફાંસો ખાદ્યો, 32 વર્ષીય યુવતીનો આપઘાત

Tags :
Advertisement

.

×