Surat: AAP MLA ગોપાલ ઈટાલિયા અને નિખિલ દોંગાની સૂચક મુલાકાતથી રાજકારણમાં ગરમાવો
- Surat: નવરાત્રિ મહોત્સવમાં MLA ગોપાલ ઈટાલીયા અને નિખિલ દોંગા સાથસાથ
- અલ્પેશ કથિરિયા પણ આ મુલાકાત સમયે હતા હાજર
- ખોડલધામ નવરાત્રિ મહોત્સવ વખતે બંને વચ્ચે ટૂંકી મુલાકાત
Surat: આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને નિખિલ દોંગાની મુલાકાત થઇ છે. નિખિલ દોંગા સાથે ઈટાલીયાની ટૂંકી મુલાકાત સૂચક રહી છે. અલ્પેશ કથિરિયા પણ આ મુલાકાત સમયે હાજર હતા. ખોડલધામ નવરાત્રિ મહોત્સવ વખતે બંને વચ્ચે ટૂંકી મુલાકાત થઇ છે. પારિવારિક નવરાત્રિ મહોત્સવમાં MLA ગોપાલ ઈટાલીયા અને નિખિલ દોંગા સાથસાથ દેખાયા છે.
ગોંડલના વિવાદ વચ્ચે નિખીલ દોંગાના હુંકારથી રાજકારણમાં ગરમાવો
અગાઉ ગોંડલના વિવાદ વચ્ચે નિખીલ દોંગાના હુંકારથી રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. પાટીદાર નેતા નિખીલ દોંગાએ ગોંડલથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી હતી. વિધાનસભાની ટિકીટમાં કોઈની બાપુજીની પેઢી હોય તે પ્રકારે ન ચાલે તેમ કહીને દોંગાએ જયરાજસિંહ પર આકરા પ્રહારો કર્યા હતા. જયરાજસિંહને હું બહાર હોવ તો બિક લાગે છે. હું બહાર હોવ તો જયરાજસિંહને કારકિર્દી ખતમ થઇ જવાનો ડર સતાવે છે. તેવી વાત અગાઉ કહી હતી. ત્યારે હવે સુરતમાં આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને નિખિલ દોંગાની મુલાકાત થઇ છે. નિખિલ દોંગા સાથે ઈટાલીયાની ટૂંકી મુલાકાતથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં આવવાની પરવાનગી નથી એટલે હું સુરતમાં છું
નિખિલ દોંગાએ અગાઉ જાહેર કર્યું કહ્યું કે, મને રસ્તામાંથી હટાવવા માટે જયરાજસિંહે 2 વખત તાલુકા પંચાયતની ઓફર કરી હતી. જો કે તે ઓફરનો મે અસ્વિકાર કર્યો હતો. હવે હું વિધાનસભા લડીશ તેમ પણ જાહેરાત કરી હતી. અલ્પેશ કથીરિયા આવ્યા ત્યારે હુમલો થયો તે વાતનું મને દુખ છે. પરંતુ ગોંડલને હવે મિર્ઝાપુર બનતું અટકાવવું પડશે. જેના માટે સમગ્ર પાટીદાર સમાજને સાથે લઇને હું વિધાનસભાની ચૂંટણી લડીશ તેમ નિખીલ દોંગાએ જણાવ્યું હતું.
નિખીલ દોંગાએ કહ્યું પાર્ટી નક્કી કરે એને ટિકિટ મળે છે
એક અહેવાલમાં 2027માં ગોંડલમાંથી ચૂંટણી લડવાના સવાલમાં જનતા કહેશે તેમ કરીશ તેવું પણ જણાવ્યું હતું. ગોંડલમાંથી જયરાજસિંહના પરિવારમાંથી જ ટિકિટ મળવા અંગે પણ સવાલ કરાતા જવાબમાં નિખીલ દોંગાએ કહ્યું પાર્ટી નક્કી કરે એને ટિકિટ મળે છે. ખોટા બણગા ફૂંકવાની કંઈ જ નહી થાય. સૌરાષ્ટ્રમાં આવવાની પરવાનગી નથી એટલે હું સુરતમાં છું પરંતુ ટુંક જ સમયમાં હું સૌરાષ્ટ્રમાં જરૂર આવીશ.
આ પણ વાંચો: Gujarat Rain: ગરબા કેન્સલ કરવા પડશે ? વરસાદની આગાહી તો જુઓ


