Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : ખુલ્લી પાણીની ટાંકીએ છીનવી લીધો ત્રણ વર્ષના માસૂમનો જીવ

સુરતમાંથી પરિવાર માટે એક લાલબત્તી સમાન કિસ્સો સમાન સામે આવ્યો છે. સુરત શહેરના હજીરા મોરા ટેકરા વિસ્તારમાં એક ત્રણ વર્ષનું બાળક ખુલ્લી ટાંકીમાં પડી જતાં તેનું મોત નિપજ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, સુરત શહેરના હજીરા-મોરા ટેકરા વિસ્તારની તપોવન કોલોનીમાં બુધવારે બપોરે એક હૃદયદ્રાવક ઘટના બની હતી.
surat   ખુલ્લી પાણીની ટાંકીએ છીનવી લીધો ત્રણ વર્ષના માસૂમનો જીવ
Advertisement
  • Surat : ખુલ્લી અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી 3 વર્ષીય દિવ્યેશનું મોત, પરિવાર પર દુઃખનો ડુંગર
  • હજીરા-મોરા ટેકરામાં રમતા રમતા બાળક ટાંકીમાં પડ્યું : હોસ્પિટલમાં મૃત જાહેર
  • માતા-પિતા માટે લાલબત્તી : ખુલ્લા ઢાંકણાવાળી ટાંકીએ છીનવી લીધો ત્રણ વર્ષનો માસૂમ
  • તપોવન કોલોનીમાં દિલ ધ્રુજાવનારી ઘટના : દિવ્યેશ નિષાદનું પાણીની ટાંકીમાં ડૂબી મોત
  • બાળકે રમતા રમતા જીવ ગુમાવ્યો : ઇચ્છાપોર પોલીસે તપાસ શરૂ કરી

Surat : સુરતમાંથી પરિવાર માટે એક લાલબત્તી સમાન કિસ્સો સમાન સામે આવ્યો છે. સુરત શહેરના હજીરા મોરા ટેકરા વિસ્તારમાં એક ત્રણ વર્ષનું બાળક ખુલ્લી ટાંકીમાં પડી જતાં તેનું મોત નિપજ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, સુરત શહેરના હજીરા-મોરા ટેકરા વિસ્તારની તપોવન કોલોનીમાં બુધવારે બપોરે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. શ્રી રામ નિષાદ અને તેમની પત્નીનો માત્ર ત્રણ વર્ષીય પુત્ર દિવ્યેશ રમતા-રમતા ઘરની બહાર નીકળી ગયો હતો. થોડી જ વારમાં ઘરના સભ્યોને ખબર પડી કે બાળક ગાયબ છે. આખી કોલોનીમાં શોધખોળ શરૂ થઈ પણ દિવ્યેશનો કોઈ પત્તો મળ્યો નહતો.

આખરે કોઈએ નજીકની અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી તરફ ધ્યાન દોર્યું. ટાંકીનું ઢાંકણું ખુલ્લું હતું!

Advertisement

ટાંકીમાં નજર કરતાં જ બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. નાનકડો દિવ્યેશ પાણીમાં તરતો હતો. પાડોશીઓએ તુરંત બાળકને બહાર કાઢ્યો અને દિવ્યેશને ઝડપથી નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટરોએ ઘણી કોશિશ કરી પણ બાળકને બચાવી શક્યા નહીં. અંતે હોસ્પિટલમાં જ બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

Advertisement

આ ઘટનાથી નિષાદ પરિવાર શોકના સાગરમાં ડૂબી ગયો છે. માતા-પિતા સહિત આખો પરિવાર આઘાતમાં છે. પાડોશીઓ અને સ્થાનિક લોકો પણ રડી પડ્યા છે. આવી ઘટનાઓ પહેલાં પણ બની ચૂકી છે, જ્યાં ખુલ્લી ટાંકીઓ, ખાબોચિયાં કે બોરવેલના ખાડા નાના બાળકોના મોતનું કારણ બન્યા છે.

ઘટનાની જાણ થતાં જ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ બાબતે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ટાંકી કોની છે, ઢાંકણું કોણે ખુલ્લું મૂક્યું હતું, શું તેની જાળવણી નહોતી થતી, આ તમામ બાબતોની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. જો ટાંકીના માલિક કે જાળવણી કરનાર વ્યક્તિની બેદરકારી સાબિત થશે તો તેની સામે કડક કાર્યવાહી થઈ શકે છે.

આ ઘટનાએ ફરી એકવાર સમગ્ર સુરતવાસીઓ સહિત રાજ્યના લોકોને ચેતવણી આપી છે કે, અંડરગ્રાઉન્ડ કે ઓવરહેડ ટાંકીનું ઢાંકણું હંમેશા બંધ અને લૉક હોવું જોઈએ. બાંધકામ સાઇટના ખાડા-ખાબોચિયાં તુરંત બંધ કરાવવા જોઈએ. નાના બાળકોને એકલા ઘરની બહાર રમવા ન દેવા.

આ પણ વાંચો- Jamnagar: લિફ્ટ તૂટતાં યુવાનનું કરુણ મોત, પરિવારમાં શોકનો માહોલ

Tags :
Advertisement

.

×