Surat : કતારગામમાં વધુ એક 'Hit and Run', CCTV ફૂટેજ જોઈ શ્વાસ રૂંધાઇ જશે!
- સુરત શહેરમાં વધુ એક Hit and Run ની ઘટના
- ન્યૂ કતારગામમાં બેફામ કારચાલકે મચાવ્યો આતંક
- બેફામ કારચાલકે બાઈકસવાર દંપતિને અડફેટે લીધું
- મહિલાનું ઘટનાસ્થળે જ મોત, પતિને ગંભીર ઈજાઓ
Surat : સુરત શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની (Hit and Run) ગોઝારી ઘટના બની છે. ન્યૂ કતારગામ વિસ્તારમાં બેફામ આવતા કારચાલકે બાઇકસવાર દંપતીને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કરે બાઇકસવાર દંપતી હવામાં ફંગોળાઈને નીચે પટકાયું હતું. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે પતિની હાલત ગંભીર છે. આ અકસ્માતમાં રૂંવાડા ઊભા કરે એવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Gandhinagar : કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની મુલાકાત, સો. મીડિયા પોસ્ટે ચર્ચા જગાવી
કારચાલકે પૂરપાટ ઝડપે આવી બાઇકસવાર દંપતીને અડફેટે લીધા
સુરત શહેરનાં (Surat) ન્યૂ કતારગામ વિસ્તારમાંથી હિટ એન્ડ રન (Hit and Run in Katargam) અકસ્માતના હચમચાવી દે એવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજમાં દેખાય છે કે બાઇક પર સવાર થઈ એક દંપતી પસાર થઈ રહ્યું છે. ત્યારે બેફામ રીતે આવતા કારચાલકે પાછળથી બાઇકસવાર દંપતીને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરમાં દંપતી હવામાં ફંગોળાઈને નીચે પટકાયું હતું. માહિતી મુજબ, આ અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે પતિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં બાઇકનાં ફુરચેફુરચા ઊડી ગયા હતા.
Hit & Run Case: સુરતમાં કાર ચાલકનો આતંક, દંપતિને ટક્કર મારી ફરાર | Gujarat First#HitandRun #SuratCase #ViralNews #GujaratFirst pic.twitter.com/PXOHVunMmq
— Gujarat First (@GujaratFirst) August 5, 2025
આ પણ વાંચો - Gambhira Bridge: ગંભીરા બ્રિજ પરથી આખરે 27 દિવસ બાદ ટેન્કરને બ્લૂન સિસ્ટમથી ઉતારી લેવામાં આવ્યું
મહિલાનું ઘટનાસ્થળે જ મોત, પતિને ગંભીર ઈજાઓ
અકસ્માત સર્જીને કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત પતિને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યો છે. આ મામલે સ્થાનિક પોલીસે જાણ થતાં ટીમ ત્યાં પહોંચી હતી અને CCTV ફૂટેજની મદદથી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માત સર્જનાર ફરાર કારચાલકની ઓળખ કમલેશ નળીયાપરા તરીકે થઈ છે. જ્યારે, મૃતક મહિલાની ઓળખ સંગીતાબેન તરીકે થઈ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Chaitar Vasava : 'લાફાકાંડ' માં ધારાસભ્ય ચૈતર વસાવાની સતત વધી રહી છે મુશ્કેલી!


