Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: ઘર આંગણે રમી રહેલા માસૂમને ઝેરી કોબ્રાએ ડંખ માર્યો, પુત્રના મોતથી પરિવાર પર આભ ફાટ્યું!

Surat ના ઈચ્છાપોર વિસ્તારના ભાટપોર ગામે રમી રહેલા બે વર્ષના માસૂમ શુભદર્શન રાઠવાને ઝેરી કોબ્રા સાપે ડંખ મારતા તેનું કરુણ મૃત્યુ થયું છે. કડિયાકામ કરીને ગુજરાન ચલાવતા શ્રમજીવી પરિવારના એકના એક પુત્રનું અચાનક મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઘટના બાદ 6 ફૂટ લાંબા કોબ્રાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
surat  ઘર આંગણે રમી રહેલા માસૂમને ઝેરી કોબ્રાએ ડંખ માર્યો  પુત્રના મોતથી પરિવાર પર આભ ફાટ્યું
Advertisement
  • Surat ના ભાટપોરમાં કોબ્રા સાપે ડંખ મારતા 2 વર્ષના બાળકનું મોત
  • બાળક રમતો હતો ત્યારે અચાનક સાપ બહાર આવ્યો
  • બાળકને ડંખ માર્યો અને પગમાંથી લોહી નીકળવા લાગ્યું
  • બાળકે બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા
  • બાળકને તાત્કાલિક સ્થાનિક દવાખાને સારવાર અર્થે ખસેડાયો
  • વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લવાયો હતો
  • ગામના લોકોએ કોબ્રા સાપનું રેસ્ક્યુ કર્યું

Surat: સુરત નજીક ઈચ્છાપોર વિસ્તારના ભાટપોર(Bhatpor) ગામમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની હતી. ઘર આંગણે પોતાના મિત્રો સાથે રમી રહેલા માત્ર બે વર્ષના બાળક શુભદર્શન રાઠવા (Shubhadarshan Rathwa) ને ઝેરી કોબ્રા સાપે (Cobra snake) ડંખ મારતા મોતને ભેટ્યો છે. એકના એક વ્હાલસોયા પુત્રના આકસ્મિક મોતના પગલે શ્રમજીવી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. આ ઘટના બાદ ગામના લોકો દ્વારા કોબ્રા સાપનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

 કડિયાકામ કરીને પરિવાર ગુજારે છે જીવન

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની દિનેશભાઈ નાદલા રાઠવા ભાટપોર ગામના પોસ્ટ ઓફિસ ફળિયામાં પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ કડિયાકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં દિનેશભાઈ અને તેમના પત્ની સાથે બે વર્ષનો માસૂમ પુત્ર શુભદર્શન જ હતો. માતા-પિતા સખત મજૂરી કરીને પોતાના પુત્રના ભવિષ્યના સપના જોતા હતા, પરંતુ એક ક્ષણની ઘટનાએ તેમના સપના અને જીવનને વેરવિખેર કરી નાખ્યું છે.

Advertisement

મિત્રો સાથે રમતાં બાળકને કોબ્રાએ ડંખ માર્યો

Advertisement

શુક્રવારની સાંજે આશરે 7 વાગ્યાના સુમારે દિનેશભાઈ અને તેમના પત્ની દિવસભરનું મજૂરીકામ પતાવીને ઘરે પરત ફર્યા હતા. માતા-પિતા ઘરમાં રાતનું ભોજન બનાવવાની તૈયારી કરી રહ્યા હતા, જ્યારે તેમનો લાડકવાયો પુત્ર શુભદર્શન ઘરની બહાર અન્ય પાંચેક મિત્રો સાથે રમતમાં મશગૂલ હતો. બાળકો નિર્દોષતાથી રમતા હતા, ત્યારે આશરે 6 ફૂટ લાંબો એક ઝેરી કોબ્રા સાપ બાજુની દીવાલમાં છુપાયેલો હતો. નિર્દોષ બાળકોની રમત ચાલતી હતી તેવામાં અચાનક દીવાલમાંથી તે ઝેરી કોબ્રા બહાર આવ્યો હતો. કોઈ કંઈ સમજે તે પહેલા જ સાપે માસૂમ શુભદર્શનના જમણા પગના ભાગે ડંખ મારી દીધો હતો. ઝેરી સાપે ડંખ મારતાં જ બાળકે જોરશોરથી બૂમાબૂમ કરી હતી અને પગમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. બાળકની દર્દનાક ચીસો સાંભળીને પરિવારજનો અને આસપાસના રહેવાસીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

Surat: માસૂમે અંતે દમ તોડ્યો

ગભરાયેલા પરિવારજનો તાત્કાલિક શુભદર્શનને લઈને સ્થાનિક દવાખાને પહોંચ્યા હતા, પરંતુ બાળકની ગંભીર હાલત જોતા તેને વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. જોકે, ઝેર શરીરમાં વધુ પડતું ફેલાઈ ગયું હોવાથી સારવાર કારગત નીવડી નહોતી. ફરજ પરના તબીબોએ માસૂમ શુભદર્શનને મૃત જાહેર કર્યો હતો. એકના એક પુત્રના મોતથી માતા-પિતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.ઘટના બાદ ગામના લોકો એકઠા થયા હતા અને તેમણે તે 6 ફૂટ લાંબા ઝેરી કોબ્રા સાપનું રેસ્ક્યુ કરીને તેને સલામત સ્થળે છોડવાની કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો: Junagadh: રખડતા શ્વાનનો આતંક, મુંઢિયા રાવણી ગામે લાભુબેન દેગામા લોહીલુહાણ

Advertisement

.

×