Surat : ધો. 10-12 ની પૂરક પરીક્ષા ન આપી શકનાર વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનાં સમાચાર
- સુરતમાં ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષા ફરી લેવાશે (Surat)
- વરસાદને કારણે કેટલાક વિદ્યાર્થી નહોતા આપી શક્યા પરીક્ષા
- ભારે વરસાદનાં કારણે સુરતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું
- 4144 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા
- હવે 9 અને 10 જુલાઈના રોજ પરીક્ષાનું આયોજન કરાયું
Surat : સુરતમાં ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષા અંગે મોટા સમાચાર આવ્યા છે. થોડા દિવસ પહેલા સુરતમાં મેઘ તાંડવ જોવા મળ્યું હતું. શહેરમાં માટે ભાગનાં વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ખાડી વિસ્તારમાં તો પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકોનાં ઘર અને દુકાનોમાં પાણી ફરી વળતા ઘરવખરી અને માલ-સામાનને નુકસાન પહોંચ્યું હતું. દરમિયાન, ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા (class 10 and 12th Supplementary Exams) હોવાથી કેટલાક વિદ્યાર્થીઓ વરસાદનાં કારણે પરીક્ષા આપી શક્યા નહોતા. ત્યારે હવે ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષા ફરી લેવા નિર્ણય કરાયો છે.
આ પણ વાંચો - Bharuch : મનરેગા કૌભાંડ મામલે કોંગ્રેસ નેતા હીરા જોટવા, તેમના પુત્ર સહિત 6 ને કોર્ટમાં રજૂ કરાયા
વરસાદનાં કારણે 4144 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા
સુરતમાં (Surat) અવિરત વરસાદનાં કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ધોધમાર વરસાદનાં (Heavy Rain) કારણે કેટલાક વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષા આપી શક્યા નહોતા. પ્રાપ્ત માહિતી અનુસાર, 4144 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા. જો કે, હવે 9 અને 10 જુલાઈનાં રોજ પૂરક પરીક્ષાનું ફરી આયોજન કરવાનો નિર્ણય લેવાયો છે. સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતાને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Dwarka : રાવળા તળાવ નજીક કોમર્શિયલ બાંધકામ, ગોરીંજા ગામ પાસે 25 વર્ષ જૂનું ધાર્મિક દબાણ દૂર કરાયા
માત્ર સુરત જિલ્લા માટેનાં ગેરહાજર વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય લેવાયો
તેમણે જણાવ્યું કે, માત્ર સુરત જિલ્લા માટેનાં ગેરહાજર વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે વિદ્યાર્થીઓ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા સુરતમાં અઠવાલાઇન્સ, મજૂરાગેટ, ઉમરા, અડાજણ, રાંદેર, પીપલોદ, ઉધના, પાંડેસરા, સચિન, સરથાણા સહિતનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતાં જાહેરમાર્ગ વરસાદી પાણીમાં જળમગ્ન થયા હતા. જ્યારે માંગરોળનાં પાલોદ ગામે ફિરદોષ શોપિંગમાં, ઓલપાડનાં કુડસદ GIDC માં પાણી ભરાયા હતા. સાથે કીમ માંડવી રાજ્ય ધોરી માર્ગ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા.
આ પણ વાંચો - Surat : ખાડીપૂર બાદ 'ખાડા'નાં સામ્રાજ્ય સામે અનોખો વિરોધ! કોંગ્રેસનાં નેતાઓ-કાર્યકરો ગરબે ઘૂમ્યા, નાચ્યા


