Surat : હેલ્મેટનાં કાયદા અંગે BJP નેતા ધીરુ ગજેરાએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કરી આ માગ
- આવતીકાલથી Surat શહેરમાં હેલ્મેટનાં કાયદાની ચુસ્ત અમલવારી
- અમલવારી અંગે ભાજપનાં નેતા ધીરુ ગજેરાનો CM ને પત્ર
- હેલ્મેટનાં કાયદામાં મધ્યમ અને ગરીબ વર્ગને રાહત આપવા માગ
- મધ્યમ અને ગરીબ વર્ગ માટે અમાનુષી બની શકે છે તેવો પત્રમાં ઉલ્લેખ
Surat : આવતીકાલથી સુરતમાં શહેરમાં હેલ્મેટનાં કાયદાની ચુસ્ત અમલવારી શરૂ થશે. જો કે, આ અમલવારી અંગે ભાજપના (BJP) નેતા ધીરુ ગજેરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) પત્ર લખીને હેલ્મેટનાં કાયદામાં મધ્યમ અને ગરીબ વર્ગને રાહત આપવાની માગ કરી છે. આ કાયદો મધ્યમ અને ગરીબ વર્ગ માટે અમાનુષી બની શકે છે તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે.
આ પણ વાંચો - Gujarat Police Job : પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર, HC માં સરકારે આપી આ માહિતી
અમલવારી અંગે ભાજપનાં નેતા ધીરુ ગજેરાનો CM ભૂપેન્દ્ર પટેલને પત્ર
આવતીકાલથી સુરત શહેરમાં (Surat) હેલ્મેટનાં કાયદાની ચુસ્ત અમલવારી શરૂ થવાની છે. ત્યારે આ પહેલા ભાજપ નેતા ધીરુ ગજેરાએ (Dhiru Gajera) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ કાયદામાં મધ્યમ અને ગરીબ વર્ગને રાહત આપવા માગ કરી છે. ભાજપ નેતાએ પત્રમાં લખ્યું કે, 'કોઈ પણ નિયમ પ્રજાની સુરક્ષા અને સુખાકારી માટે હોય છે, ત્રાસ આપતો ન હોવો જોઈએ એવું મારું માનવું છે.' ભાજપ નેતાએ પત્રમાં લખ્યું કે, હેલ્મેટ પહેરીને ચાર રસ્તા પર ઊભા રહીને અસહ્ય ગરમીનો સામનો કરવો પડતો હોય છે. જે માનવીને પોતાનાં આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. બ્રેકર સિગ્નલ 100 થી 200 મીટરે આવતા હોય છે. ઘણા સ્પીડ બ્રેકરો પર તો સફેદ પટ્ટા પણ દેખાતા નથી.
આ પણ વાંચો - Himmatnagar : બર્થડેનું કહી લંપટ શિક્ષક સગીર વિદ્યાર્થિનીને ગેસ્ટ હાઉસ લઈ ગયો અને પીંખી નાખી
આ કાયદો મધ્યમ અને ગરીબ વર્ગ માટે અમાનુષી બની શકે : ધીરુ ગજેરા
ભાજપ નેતાએ પત્રમાં લખ્યું કે, રસ્તા પર અસંખ્ય ખાડાઓ હોય છે. ઘણા ખાડા પર સિગ્નલો પણ ન મુકાતા સામાન્ય અને ગરીબ વર્ગનાં લોકો ભોગ બને છે. ગેરકાયદેસર પાર્કિંગ જે તે જગ્યા પર થતા હોય છે, જે મામલે કોર્પોરેશન અને પોલીસ અધિકારી કોઈ કાર્યવાહી કરતા નથી. આ કાયદો મારી ગણતરીએ મધ્યમ અને ગરીબ વર્ગ માટે અમાનુષી બની શકે છે. હેલ્મેટ ફરજિયાત હોવા જોઈએ કે જ્યાં હાઈવે પર 50 કિલોમીટરની ઝડપે ગાડી ચાલતી હોય છે. જ્યાં સ્વ બચાવ માટે પહેરવું ફરજિયાત અને જરૂરી પણ છે. હેલ્મેટનો નિયમ મધ્યમ અને ગરીબ વર્ગને રાહત આપવા વાળો હોવો જોઈએ.
આ પણ વાંચો - Panchmahal : છબનપુર પાસે ગોઝારો અકસ્માત, ST બસની અડફેટે આવતા શ્રમિક મહિલાનું મોત