Surat: કેન્દ્ર સરકારની જળ સંચય યોજના માટે જન ભાગીદારી અને જન આંદોલનનો સંદેશ, બે લાખ પતંગો તૈયાર કરાયા
- શહેર ભાજપ દ્વારા બે લાખ જેટલા પતંગો તૈયાર કરવામાં આવ્યા
- જળસંચય યોજના લોકો સુધી પહોંચાડવા માટે અનોખો પ્રયત્ન કરાયો
- ભાજપ દ્વારા ઉતરાયણ પર્વ દરમિયાન પતંગને માધ્યમ બનાવવાનો નિર્ણય
Surat: કેન્દ્ર સરકારના જળસંચય જન ભાગીદારી અને જન આંદોલનને જન જન સુધી પહોંચાડવા શહેર ભાજપ દ્વારા પતંગને માધ્યમ બનાવવામાં આવ્યો છે. ઉત્તરાયણ પર્વને માંડ માંડ બે દિવસ બાકી છે, ત્યારે શહેર ભાજપ દ્વારા કેન્દ્ર સરકારની જળ સંજય - જન ભાગીદારી અને જન આંદોલનને લોકો સુધી પહોંચાડવા બે લાખ જેટલા પતંગો શહેર ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. જે પતંગો ભાજપના કાર્યકર્તાઓ લઈ અન્ય લોકોને વિતરણ કરવામાં આવનાર છે. આ અંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ કેબિનેટ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે, જળસંચય, જન ભાગીદારી અને જન આંદોલનએ પ્રધાનમંત્રી ની યોજના છે. પાણી જીવનની સૌથી મોટી જરૂરિયાત છે. ભવિષ્યને ધ્યાનમાં રાખી જળસંચય યોજના લોકો સુધી પહોંચાડવા માટે આ વખતે ભાજપ દ્વારા ઉતરાયણ પર્વ દરમિયાન પતંગને માધ્યમ બનાવવાનો નિર્ણય કર્યો છે.
સુરતી લાલા ઓનો સૌથી લોકપ્રિય તહેવાર પણ ઉતરાયણ પર્વ
ઉતરાયણ પર્વ દરમિયાન આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાન ભરતી જોવા મળે છે. પતંગ રસિયાઓ અલગ અલગ પતંગો આકાશમાં ઉડાવી પતંગ ચગાવવાનો આનંદ માણે છે. સુરતી લાલા ઓનો સૌથી લોકપ્રિય તહેવાર પણ ઉતરાયણ પર્વ છે. જે ઉતરાયણ પર્વની સુરતી લાલાઓ ઉત્સાહભેર રીતે ઉજવણી કરતા હોય છે. જોકે આ ઉતરાયણ પર્વ દરમિયાન સુરતના આકાશમાં કેન્દ્ર સરકારની જળસંચય જન ભાગીદારી જન આંદોલન યોજનાની પ્રિન્ટવાળી પતંગો પણ ઉડાન ભરવા જઈ રહી છે. આ પ્રિન્ટ વાળી પતંગો તૈયાર કરવા પાછળનો શહેર ભાજપનો મુખ્ય હેતુ સરકારની જળસંચય યોજના જન જન સુધી પહોંચાડવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વર્ષ 2022 ની આ યોજના છે. જે યોજનાને સમગ્ર દેશમાં લઈ જવાની છે. આગામી પેઢી અને ભવિષ્યને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી સીઆર પાટીલ દ્વારા તેનું બીડું ઉપાડવામાં આવ્યું છે. જે જળસંચય યોજના ને જન ભાગીદારી થી લઈ જન આંદોલન સુધી લઈ જવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Surat: ઓર્ગન ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા પતંગ ઉત્સવનું આયોજન કરાયું, રાજ્ય ગૃહ મંત્રી રહ્યાં હાજર
ઉતરાયણ પર્વ દરમિયાન પતંગને માધ્યમ બનાવવાનો નિર્ણય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ યોજના જનજન સુધી પહોંચે તે માટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ કેબિનેટ મંત્રી સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ ઉતરાયણ પર્વ દરમિયાન પતંગને માધ્યમ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે પતંગ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય જળ શક્તિ કેબિનેટ મંત્રી સી આર પાટીલના ફોટો સાથેના પતંગો શહેર ભાજપ દ્વારા તૈયાર કરાવવામાં આવ્યા છે. ભાજપ દ્વારા આ માટે બે લાખ જેટલા પતંગ શહેર ભાજપના અલગ અલગ વોર્ડના કાર્યકર્તાઓને વિતરણ કરવામાં આવનાર છે. એટલું નહીં પરંતુ રસ્તા પર પતંગ પકડવા માટે દોડતા બાળકોને પણ અકસ્માત થવાની વીતી રહેલી છે. જેથી આવા બાળકોને પણ સરકારની આ યોજનાના પ્રિન્ટ કરેલા પતંગો નું વિતરણ કરવામાં આવનાર છે.
આ પણ વાંચો: Suart: બાળકોમાં મોબાઇલના વળગણ મુદ્દે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા શું બોલ્યા? વાંચો આ અહેવાલ
જન ભાગીદારીથી લઇ જન આંદોલન સુધી પોહચાડવાનો પ્રયાસ: CR Patil
આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ કેબિનેટ મંત્રી સી આર પાર્ટીલે સુરત ખાતેથી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ‘ઉતરાયણ ના પર્વ નિમિત્તે પતંગ ઉડાવવાની એક વર્ષો જૂની પરંપરા ચાલી આવી છે.જે અન્ય રાજ્ય કરતા સુરતમાં સૌથી વધુ જોવા મળે છે.પતંગ ઉડાવવા નો આનંદ અલગ હોય છે.આ પતંગ નો ઉપયોગ જનહિત માં કઈ રીતે ઉપયોગ કરી શકાય તે માટે અમે સૌ વિચાર કરી રહ્યા હતા.જેથી પ્રધાનમંત્રીના જળસંચય યોજનાને જન ભાગીદારીથી લઇ જન આંદોલન સુધી પોહચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે માટે પતંગ ને માધ્યમ બનાવવામાં આવશે.આ માટે બે લાખ જેટલા પતંગ તૈયાર કરવામાં આવ્યા છે. જે બાળકો પતંગ પકડવા દોડે છે, જેના કારણે અકસ્માત ન બને તે માટે આવા બાળકોને પણ પતંગ વિતરણ કરવામાં આવશે. પતંગ જ્યાં કપાઈને પડશે ત્યાં જળ સંચય જન ભાગીદારી અને જન આંદોલન નો સંદેશો ત્યાં પોહચશે. જળ સંચય અંગેનો મેસેજ લોકો સુધી પોહચાડવા લોકોને અપીલ કરું છું. ગુજરાતમાં પતંગ ઉડાવવા ની અનેરી પરંપરા છે.વિદેશી લોકો પણ પતંગ ઉડાવી આનંદ માણવા આવે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કેચ ધ રેઈન આ પ્રોજેક્ટ છે.જેને જન જન સુધી પોહચાડવામાં આવી રહ્યો છે.જે પતંગ ના માધ્યમ થી કરવામાં આવી રહ્યું છે.પાણી જીવનની સૌથી મોટી જરૂરિયાત છે.’
અહેવાલઃ રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


