Surat : ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતરી આપી, અધિકારીઓ સાથે કરી મહત્વની બેઠક
- સુરત મહા નગર પાલિકાના કુલ 435 કરોડ રુપિયાના વિકાસકાર્યોની ભેટ અપાઈ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે આપી ખાતરી
- મુખ્યમંત્રીએ માત્ર સાહેબો આવે ત્યારે જ રોડ રસ્તા અને સફાઈ કાર્યો થાય છે તેવો કટાક્ષ પણ કર્યો
Surat : આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સુરત મહા નગર પાલિકાના કુલ 435 કરોડ રુપિયાના વિકાસકાર્યોની ભેટ આપી છે. આ લોકાર્પણ કાર્યક્રમ અડાજણ-પાલના સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ (C.R. Patil) વગેરે જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં સાંસદો, ધારાસભ્યો, ભાજપ અગ્રણીઓ-કાર્યકરો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે સુરતની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ, પદાધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી.
LIVE: સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં ઉપસ્થિતિ. https://t.co/HFXpYd1tWA
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 26, 2025
ખાડીપુરની સમસ્યાનો કાયમી ઉકેલ લવાશે - મુખ્યમંત્રી
સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. જેમાં ખાડીપુર (Khadipur) ની સમસ્યાના કાયમી ઉકેલ લાવવા માટે અધિકારીઓ, પદાધિકારીઓ સાથે વિશદ ચર્ચા-વિચારણા થઈ હતી. સિટીલાઇટ સ્થિત ICCC ખાતે આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોર્પોરેટર સાથે ખાડીપુર, ટીપી સ્કિમ મુદ્દે ચર્ચા કરીને મુખ્યમંત્રીએ ખાડીપુરનો કાયમી ઉકેલ આવે તે માટે ખાતરી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સફાઈ, દબાણ હટાવવા માટે સરકારના સહાયની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મૂળભૂત પ્રશ્નોનો સરકાર સક્રિયપણે સામનો કરશે. ખાનગી સહકાર અને નગરજનોની સહભાગિતાથી જ વિકાસ શક્ય છે.
સાહેબ આવે એટલે રાતો-રાત રોડ બની જાય, સ્વચ્છતા થઈ જાય: CM Bhupendra Patel@CMOGuj @Bhupendrapbjp #Gujarat #Gandhinagar #CM #BhupendraPatel #Reel #ViralVideo #GujaratFirst pic.twitter.com/OSldJWJQuQ
— Gujarat First (@GujaratFirst) July 26, 2025
આ પણ વાંચોઃ Surat : ઓલપાડના કીમ ગામે મુસાફરોથી ભરેલ રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકતાં અફરાતફરી મચી ગઈ
મુખ્યમંત્રની ટકોર
સુરતમાં પોતાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) એ ટકોર પણ કરી હતી. તેમણે જણાવ્યું કે, સાહેબો આવે ત્યારે રાતો-રાત રોડ બની જાય અને સ્વચ્છતા થઈ જાય છે. જો કે આવું ન હોવું જોઈએ. સાહેબો આવે કે ન આવે રોજે રોજ સ્વચ્છતા થવી જ જોઈએ.


