Surat : વાલીઓ ધ્યાન રાખજો! પાણીની ટાંકીમાં પડી જતાં માસૂમ બાળકનું મોત
- ઉધના વિસ્તારમાં ઘટી વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના (Surat)
- રેલવે સ્ટેશનનાં બાંધકામ સાઈટ પર રમતુ બાળક પાણીની ટાંકીમાં પડ્યું
- બાળકનું મોત, પરિવારનો ઉધના રેલવે તંત્ર સામે બેદરકારીનો આરોપ
સુરતમાંથી (Surat) વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઉધના રેલવે સ્ટેશનની બાંધકામ સાઈટ પર પાણીની ટાંકીમાં પડી જવાથી માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. આ મામલે બાળકનાં પરિવારે ઉધના રેલવે તંત્ર સામે બેદરકારીનો આરોપ લગાવ્યો છે. ઉધના રેલવે પોલીસે (Udhna Railway Police) હાલ અક્સ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે.
આ પણ વાંચો - Vadtaldham : પૂનમ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવને ગુલાબનાં ફૂલોનો ભવ્ય શણગાર, હીરાજડિત મુગટ પહેરાવાયો
ઉધના રેલવે સ્ટેશનની બાંધકામ સાઇટ પર પાણીની ટાંકીમાં બાળક પડ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) ઉધના વિસ્તારમાં રેલવે સ્ટેશન પર બાંધકામ સાઈટ પર આવેલી પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં બાળક પડી જતાં તેનું મોત નીપજ્યું છે. બાળકનાં પરિવારે ઉધના રેલવે તંત્ર (Udhna Railway Administration) સામે બેદરકારીનો આરોપ લગાવ્યો લગાવ્યો છે. પરિવારનાં આક્ષેપ અનુસાર, ઉધના રેલવે યાર્ડમાં બનાવવામાં આવેલ પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકી પાસે બાળક રમી રહ્યું હતું ત્યારે રમતા રમતા બાળક પાણીની ટાંકીમાં પડી જતાં આસપાસનાં લોકો દોડીને આવ્યા હતા અને બાળકને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.
Surat માં ફરી એકવાર વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સામે । Gujarat First#SuratTragedy #ChildDeath #UdhnaRailwayStation #RailwayStationIncident #SuratNews pic.twitter.com/cNC7qTbUH0
— Gujarat First (@GujaratFirst) January 13, 2025
આ પણ વાંચો - Weather Report : રાજ્યમાં ઠંડા પવનનાં સુસવાટા સાથે ફરીવાર ઠંડીનો ચમકારો, જાણો આગાહી
બાળકનું મોત, પરિવારનો ઉધના રેલવે તંત્ર સામે આરોપ
જો કે, હોસ્પિટલમાં હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યું હતું. બાળકનાં પરિવારે આક્ષેપ કર્યો કે, અંડરગ્રાઉન્ડ ટાંકી ખુલ્લી હોવાથી બાળક પડી જતાં મોત નીપજ્યું છે. રેલવે તંત્ર દ્વારા કોઈ સિક્યુરિટી ગાર્ડ કે સુરક્ષા દિવાલ નહિં હોવાથી બાળક ત્યાં પહોંચ્યું હતું. રેલવે તંત્રની બેદરકારીનાં કારણે બાળક પોતાનો જીવ ગુમાવ્યો હોવાનો પરિવારનો આરોપ છે. આ મામલે ઉધના રેલવે પોલીસે (Udhna Railway Police) હાલ અકસ્માતને મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Surat: કેન્દ્ર સરકારની જળ સંચય યોજના માટે જન ભાગીદારી અને જન આંદોલનનો સંદેશ, બે લાખ પતંગો તૈયાર કરાયા


