Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : ખાડીપૂરની સમસ્યા અંગે કેન્દ્રીય મંત્રી CR પાટીલના આદેશ બાદ કલેક્ટર એકશનમાં!

ખાડીપુર માટે જવાબદાર ગેરકાયદે ઝીંગા તળાવોનું (Illegal Shrimp Ponds) ડિમોલિશન હાથ ધરાયું છે.
surat   ખાડીપૂરની સમસ્યા અંગે કેન્દ્રીય મંત્રી cr પાટીલના આદેશ બાદ કલેક્ટર એકશનમાં
Advertisement
  1. સુરતમાં ખાડીપુરની સમસ્યાને લઈ જિલ્લા કલેક્ટર એકશનમાં (Surat)
  2. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના આદેશ બાદ કલેક્ટર એકશનમાં
  3. ખજોદ વિસ્તારમાં આવેલ ગેરકાયદે ઝીંગા તળાવોનું ડિમોલિશન
  4. ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી માહિતી

Surat : સુરતમાં ચોમાસાના પહેલા જ વરસાદમાં ખાડીપુરની (Khadipur) સ્થિતિ સર્જાઈ હતી. જો કે, મુશળધાર વરસાદ ખાબક્યાને કેટલાક દિવસો વીતી ગયા હોવા છતાં પણ અનેક વિસ્તારમાં પાણી ભરાયા હોવાની, બિસ્માર રોડ, ખાડા, રોગચાળા સહિતની સમસ્યાઓથી નાગરિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ મામલે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના (CR Patil) આદેશ બાદ હવે કલેક્ટર એક્શનમાં આવ્યા છે. ખાડીપુર માટે જવાબદાર ગેરકાયદે ઝીંગા તળાવોનું (Illegal Shrimp Ponds) ડિમોલિશન હાથ ધરાયું છે.

આ પણ વાંચો - Kheda : જનપ્રતિનિધિની કામગીરી, ભ્રષ્ટાચાર સામે આવાજ ઊઠાવશો તો પડશે માર!

Advertisement

Advertisement

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના આદેશ બાદ કલેક્ટર એકશનમાં

સુરતમાં (Surat) 'ખાડીપુર' ની સ્થિતિની સમીક્ષા કરવા બેઠક યોજાઈ હતી. જે બાદ કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ દ્વારા અધિકારીઓને સમસ્યાનાં ઉકેલ માટે આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ કલેક્ટર એક્શનમાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ખજોદ વિસ્તારમાં આવેલ અને ખાડીપુરની (Khadipur) સ્થિતિ માટે જવાબદાર ગેરકાયદે ઝીંગા તળાવોના ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. આ ઝીંગા તળાવો અંગેની MLA સંદીપ દેસાઈની (MLA Sandeep Desai) માહિતીના આધારે કલેક્ટરે સરવે કર્યો હતો.

આ પણ વાંચો - Banaskantha Rain: થરાદ તાલુકાનું નાગલા ગામ પ્રથમ વરસાદે બેટમાં ફેરવાયુ

ખાડીપુર માટે જવાબદાર ગેરકાયદે ઝીંગા તળાવોનાં ડિમોલિશનની કામગીરી

કલેક્ટરનાં સરવે બાદ ગેરકાયદેસરનાં ઝીંગા તળાવ પર તંત્રનું બુલડોઝર ત્રાટક્યું છે. તમામ નડતરરૂપ દબાણો સામે તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહીની શરૂઆત કરાઈ છે. જણાવી દઈએ કે, આ ગેરકાયેદસરના ઝીંગા તળાવ અંગે ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ ગેરકાયદેસરનું દબાણ ખાડીપુર માટે જવાબદાર માનવામાં આવે છે.

આ પણ વાંચો - Nal Se Jal Yojana માં અનેક ફરિયાદો મળતા કેન્દ્ર સરકારે ગુજરાત સહિતના રાજ્યોની ગ્રાન્ટ અટકાવી

Tags :
Advertisement

.

×