Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : કાપોદ્રા પોલીસની સરાહનીય કામગીરી, 7 વર્ષીય બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન

શી ટીમ સાથે 20 પોલીસકર્મીઓએ 16 કલાક મહેનત કરી બાળકીનાં પિતાને શોધી કાઢ્યા હતા.
surat   કાપોદ્રા પોલીસની સરાહનીય કામગીરી  7 વર્ષીય બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન
Advertisement
  1. 7 વર્ષની બાળકી રસ્તો ભૂલી જતાં કાપોદ્રા પોલીસ દેવદૂત બની
  2. રાત્રીના સમયે ઘરની બહાર નીકળતા શ્વાન પાછળ પડ્યા હતા
  3. વાહનચાલકો રડતી બાળકીને પોલીસ સ્ટેશન મૂકી ગયા હતા
  4. શી ટિમ સાથે 20 પોલીસકર્મીઓએ 16 કલાક મહેનત કરી બાળકીના પિતાને શોધ્યા

સુરતમાં (Surat) પોલીસે સરાહનીય કામગીરી કરીને એક ગુમ બાળકીનો તેના પરિવાર સાથે સુખદ મિલાપ કરાવ્યો છે. કાપોદ્રા પોલીસ (Kapodra Police) બાળકી અને તેનાં પરિવાર માટે દેવદૂત બનીને સામે આવી હતી. રાત્રિનાં સમયે ઘરની બહાર નીકળતા શ્વાન પાછળ પડી જતાં 7 વર્ષીય બાળકી રસ્તો ભૂલી ગઈ હતી. વાહનચાલકો ગુમ બાળકીને કાપોદ્રા પોલીસ સ્ટેશન મૂકી ગયા હતા. શી ટીમ સાથે 20 પોલીસકર્મીઓએ 16 કલાક મહેનત કરી બાળકીનાં પિતાને શોધી કાઢ્યા હતા.

આ પણ વાંચો - હવે એકમ કસોટી મુદ્દે વિરોધનો વંટોળ! આવતીકાલે GCERT નાં પૂર્વ નિયામક સહિત શિક્ષક મંડળો આંદોલન પર!

Advertisement

Advertisement

રાત્રીનાં સમયે ઘરની બહાર નીકળતા શ્વાન પાછળ પડી જતાં બાળકી રસ્તો ભૂલી

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલી એક બાળકીને લાવવામાં આવી હતી. તપાસ મુજબ, રાત્રિનાં સમયે ઘરની બહાર નીકળતા 7 વર્ષીય બાળક પાછળ કેટલાક શ્વાન પડી જતાં તે ઘરનો રસ્તો ભૂલી ગઈ હતી. રડતી બાળકીને જોઈ ત્યાંથી પસાર થતાં વાહનચાલકો ઊભા રહ્યા હતા અને બાળકીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. ત્યાર બાદ શી ટીમ સાથે 20 પોલીસકર્મીઓએ 16 કલાક મહેનત કરીને બાળકીના પિતાને શોધી કાઢ્યા હતા અને બાળકી સાથે પરિવારનો મિલાપ કરાવ્યો હતો.

આ પણ વાંચો - નર્મદાનાં નીર કચ્છનાં છેવાડાનાં ગામડાઓ સુધી પહોંચશે, NABARD એ મંજૂર કર્યા રૂ. 2006 કરોડ

પોલીસે કેપ કાપીને બાળકીનો જન્મદિવસ ઊજવ્યો

જણાવી દઈએ કે, બાળકીનાં પિતા મળી જતા બાળકીનો જન્મદિવસ હોવાનું માલૂમ પડ્યું હતું. આથી, કાપોદ્રા પોલીસની (Kapodra Police) ટીમે બાળકીનો જન્મદિવસ પણ ઊજવ્યો હતો. બાળકીને સાથે રાખીને કેક કાપી શી ટીમ તેમ જ પીઆઈ અને સ્ટાફ દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાળકીનાં પિતાએ કાપોદ્રા પોલીસનો આભાર માન્યો હતો. બાળકી સહી સલામત પરત મળી જતાં પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

આ પણ વાંચો - Banaskantha Division : દિયોદર BJP નાં ધારાસભ્યે કહ્યું- હું આવ્યો હતો મળવા અને બેસાડ્યો દળવા..!

Tags :
Advertisement

.

×