Surat Congress: શહેર કોંગ્રસ સમિતિના નવા માળખાની જાહેરાત થતાં જ ભડકો!
- Surat Congress: શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રત્યેની નારાજગીથી રાજીનામા પડ્યાની ચર્ચા
- શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિમાં આંતરિક વિખવાદ સામે આવ્યો
- ઉપપ્રમુખ તરીકે નામ જાહેર થયેલા સુરેશ સુહાગીયાએ રાજીનામું આપ્યું
Surat Congress: સુરત શહેર કોંગ્રસ સમિતિના નવા માળખાની જાહેરાત થતાં જ ભડકો થયો છે. જેમાં સુરત શહેર કોંગ્રેસમાંથી એકસાથે 9 રાજીનામા પડ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રત્યેની નારાજગીથી રાજીનામા પડ્યાની ચર્ચા છે. કોંગ્રેસ પ્રદેશ તરફથી નવા સંગઠન માળખાની જાહેરાત થતા માહોલ ગરમાયો છે. તેમાં ઉપ પ્રમુખ તરીકે નામ જાહેર થયેલા સુરેશ સુહાગીયાએ રાજીનામું આપ્યું છે. તથા કોંગ્રેસના ગોડાદરાના મહામંત્રી દીપક પટેલે પણ રાજીનામું આપ્યુ છે.
શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિમાં આંતરિક વિખવાદ સામે આવ્યો
સમિતિના મંત્રી જાહેર થયેલા અશ્વિન સાવલિયાનું રાજીનામું સાથે એક બાદ એક નવ જેટલા રાજીનામા પડતા શહેર કોંગ્રેસમાં ભડકો થયો છે. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. જેમાં કોંગ્રેસમાં જ કાર્યકર્તાઓની એકબીજા પ્રત્યેની નારાજગી જોવા મળી છે. સુરત પાલિકાની ચૂંટણીમાં જુથબંધી અને પાટીદાર અનામત આંદોલનના નેતાઓએ છેલ્લી ઘડીએ આપને ટેકો જાહેર કરી દેતા કોંગ્રેસને 120માંથી એક પણ બેઠક મળી ન હતી. લાંબા સમયથી કોંગ્રેસ સુશ્રુત અવસ્થામાં હતી. દરમિયાન ફરી પાલિકાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.
Surat Congress: કોંગ્રસે પહેલા શહેર પ્રમુખ તરીકે વિપુલ ઉધનાવાાની જાહેરાત કરી હતી
કોંગ્રસે પહેલા શહેર પ્રમુખ તરીકે વિપુલ ઉધનાવાાની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે જ કેટલાક નેતાઓમાં નારાજગી જોવા મળતી હતી. જેમાં કોંગ્રેસે સંગઠનને મજબૂત બનાવવા માટે 151 જેટલા હોદ્દેદારોની નિમણુંક કરી દીધી છે ત્યાર બાદ નવા વરાયેલા સભ્યોને અભિનંદન આપવાની શરુઆત થાય તે પહેલાં જ કોંગ્રેસ સંગઠન મહામંત્રી અને ઉપ પ્રમુખે નવા માળખા સામે નારાજગી જાહેર કરી રાજીનામા આપી દીધા છે.
ઉપપ્રમુખ સુરેશ સુહાગીયાએ અને મહામંત્રી દિપક પટેલ ગોડાદરાએ રાજીનામું આપી દીધું
પુણા વરાછા વિસ્તારમાં સમયાંતરે લોકોના પ્રશ્નો ઉઠાવી કોંગ્રેસને જીવંત રાખનારા ઉપપ્રમુખ સુરેશ સુહાગીયાએ અને મહામંત્રી દિપક પટેલ ગોડાદરાએ રાજીનામું આપી દીધું હોવાનું બહાર આવ્યું છે. સુહાગીયાએ રાજીનામા પત્રમાં સંગઠનની નિમણુંકમાં કોઈની સાથે ચર્ચા કરવામાં આવી નથી તેવો ઉલ્લેખ કરાયો છે.
આ પણ વાંચો: Australia Shooting: હુમલાખોર પિતા-પુત્રનું પાકિસ્તાની કનેક્શન બહાર આવ્યું


