Surat : ત્રીજી વખત ગાંજાનો જથ્થો સપ્લાય કરવા જતા CRPF નો કોન્સ્ટેબલ ઝડપાયો
- Surat માં CRPF નો કોન્સ્ટેબલ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો
- ખાંડ બજાર ગરનાળા પાસેથી વરાછા પોલીસે ધરપકડ કરી
- આરોપી પાસેથી 22 કિલોગ્રામ ગાંજો વરાછા પોલીસે જપ્ત કર્યો
- ઓરિસ્સાથી ગાંજો લઈ સુરત સપ્લાય કરવા આવ્યો હતો
સુરતમાં (Surat) CRPF નો કોન્સ્ટેબલ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો હોવાની માહિતી સામે આવી છે. વરાછા પોલીસે (Varachha Police) ખાંડ બજાર ગરનાળા પાસેથી પો. કોન્સ્ટેબલની ધરપકડ કરી છે અને 22 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. ઓરિસ્સાથી (Odisha) ગાંજો લઈ સુરત સપ્લાય કરવા આવ્યો હતો ત્યારે ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Rain in Gujarat : રાજ્યમાં બરાબર જામ્યું ચોમાસું! અંબાલાલ પટેલે કહ્યું - હજું તો..!
ખાંડ બજાર ગરનાળા પાસેથી વરાછા પોલીસે ધરપકડ કરી
સુરતમાં (Surat) ખાંડ બજાર ગરનાળા પાસેથી વરાછા પોલીસે બાતમીનાં આધારે ગાંજાનો જથ્થો સપ્લાય કરવા જતાં CRPF નાં કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, CRPF માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સીમાંચલ કેતન નાહક મૂળ ઓરિસ્સાનો વતની છે. તે ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો લઈ સુરત સપ્લાય કરવા માટે આવ્યો હતો. આરોપી કોન્સ્ટેબલની હમણાં જ આસામમાં બદલી થઈ હતી.
આ પણ વાંચો - Surat : મેઘરાજાની ધબધબાટી! બોક્સ ક્રિકેટનો વિશાળ શેડ, 200 વર્ષ જૂનું મહાકાય વૃક્ષ ધરાશાયી
અગાઉ બે વખત કરી હતી ગાંજાની સપ્લાય! રૂ. 2.27 લાખની મત્તા જપ્ત
માહિતી અનુસાર, અગાઉ આરોપી કોન્સ્ટેબલે જમ્મુ કાશ્મીરનાં પુલવામા (Pulwama) ખાતે ફરજ બજાવી હતી. જ્યારે આ પહેલા આરોપીએ બે વખત ઓરિસ્સામાંથી (Odisha) ગાંજાનો જથ્થો લાવી સુરતમાં સપ્લાય કરી હતી. જ્યારે ત્રીજી વખત ગાંજાની હેરાફેરી કરતા તે પોલીસનાં સકંજામાં આવી ગયો છે. પોલીસે આરોપી કોન્સ્ટેબલ પાસેથી રોકડા રૂપિયા, મોબાઈલ ફોન, ગાંજાનો જથ્થો મળી કુલ રૂપિયા 2.27 લાખની મત્તા જપ્ત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad : હાથીને માર મારતા વાયરલ વીડિયો પર જગન્નાથ મંદિરના જગતગુરુ અને ટ્રસ્ટીની પ્રતિક્રિયા


