Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: ગુજરાત પોલીસનું ‘ઓપરેશન મ્યૂલ’, સુરત સાયબર ક્રાઈમ સેલે નોંધ્યા 28થી ગુના

ગુજરાત પોલીસે રાજ્યમાં ‘ઓપરેશન મ્યૂલ’ શરૂ કરી દીધુ છે. રાજ્યભરમાં સાયબર ફ્રોડ કરનાર તત્વોને પકડવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે આ ઓપરેશન હેઠળ સુરત સાયબર ક્રાઈમ સેલે 28થી વધુ ગુના નોંધ્યા છે. આ ગુનાઓમાં ઠગબાજોએ ઓનલાઈન માધ્યમથી નાગરિકો સાથે 1 કરોડ 73 કરોડ રૂપિયાની ઠગાઈ કરી છે. જેમાં RTO એપ્લિકેશનના નામે લિંક મોકલીને પણ છેતરપિંડી કરવામાં આવી છે.
surat   ગુજરાત પોલીસનું ‘ઓપરેશન મ્યૂલ’  સુરત સાયબર ક્રાઈમ સેલે નોંધ્યા 28થી ગુના
Advertisement
  • Surat: સાયબર ફ્રોડ કરનારને પકડવા સુરત સાયબર સેલની કાર્યવાહી
  • સુરત સાયબર ક્રાઈમ સેલે નોંધ્યા 28થી વધુ ગુના
  • ગુજરાત પોલીસના ઓપરેશન મ્યૂલ (Operation Mule) હેઠળ કાર્યવાહી
  • ઠગબાજોએ નાગરિકો પાસેથી પડાવ્યા છે 1.73 કરોડ રૂપિયા

Surat: સમગ્ર રાજ્યમાં સાયબર ફ્રોડ (Cyber ​​fraud) ના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ગુનાઓ અટકાવવા માટે ગુજરાત પોલીસ (Gujarat Police) સક્રિય થઈ ગઈ છે. સાયબર ફ્રોડ કરીને ઠગાઈ કરતા ભેજાબાજોને પકડવા માટે પોલીસે ઓપરેશન મ્યૂલની શરૂઆત કરી છે. આ આપરેશન હેઠળ સુરત સાયબર ક્રાઈમ સેલે કાર્યવાહી આરંભી દીધી છે. સુરત સાયબર ક્રાઈમ સેલે વિવિધ 28થી વધુ ગુના નોંધ્યા છે.નાગરિકો સાથે ઠગાઈ કરતા ભેજાબાજોને પકડવા માટે સુરત પોલીસ એક્ટિવ થઈ છે.

SURAT CYBER CRIME CEL 01_GUJARAT_FIRST

Advertisement

Surat:સાયબર ક્રાઈમ સેલે નોંધ્યા 28થી વધુ ગુના

સુરત સાયબર સેલે નોંધેલા વિવિધ 28 ગુનામાં આરોપીને દબોચવા કાર્યવાહી કરી દેવાઈ છે. આ 28 ગુનાની વાત કરવામાં આવે તો, ક્રિપ્ટો (Crypto), ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ (Investment fraud), ઓનલાઈન જોબ (Online job), બેંક એકાઉન્ટ હેકિંગ (Bank account hacking), ક્રેડિટ કાર્ડ હેકિંગ (Credit card hacking), વીઝા (Visa) ની ઓનલાઇન જાહેરાત, ઓટીપી (OTP) લિંક, ઓનલાઈન લોનના નામે ઠગાઈ, મોબાઈલ ટાવરની જાહેરાત આપીને ઠગાઈ, સ્ટોક માર્કેટ (Stock market) અને ફોરેક્ષ ટ્રેડિંગ (Forex Trading) માં લોભામણી સ્કીમ આીને ઠગાઈ કરવામાં આવી હતી. ઉપરાંત સુરત સાયબર ક્રાઈમ સેલને RTO ની apk ફાઈલ અને ઇનામી કૂપનમાં ફ્રોડની 26 અરજીઓ પણ મળી છે. પોલીસે નોંધેલા આ 28 જેટલા ગુનામાં ઠગબાજોએ નાગરિકો સાથે 1 કરોડ 73 લાખ રૂપિયાની ઠગાઈ કરી છે.

Advertisement

SURAT CYBER CRIME CEL 02_GUJARAT_FIRST

Surat: સાયબર ક્રાઈમ સેલ (Cyber ​​Crime Cell) ની કાર્યવાહી

તાજેતરમાં સાયબર ક્રાઈમ કરતા તત્વો સામે સુરત પોલીસે કડક હાથે કાર્યવાહી કરી છે. હમણા સુધી પોલીસે સરકારી, સહકારી અને ખાનગી બેંકમાં 3 હજાર 930થી વધુ બોગસ એકાઉન્ટ (Bogus account) શોધી કાઢ્યા છે. જેમાં અત્યાર સુધી 23 બોગસ ખાતા ધારકોની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. જ્યારે તપાસના આધારે 1 હજાર 638 બેંક ધારકો (Bank holders) ને નોટિક ફટકારીને જવાબ માંગવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સુરતમાં ભાડેથી બેંક ખાતા લઈને સાયબર ફ્રોડ કરનાર ટોળકી સક્રિય છે. સુરતના વરાછા (Varachha), સરથાણા (Sarthana), પાલ (Pal), વેસુ (Vesu) અને પુણા (Pune) વિસ્તારમાં સક્રિય થયેલા તત્વોને પકડવા માટે પોલીસ પણ એક્ટિવ (Active) થઈ છે.

આ પણ વાંચો- લોકપ્રિય સિંગર કિંજલ દવેના પરિવારના વિરોધમાં બ્રહ્મ સમાજમાં સૂર ઉઠ્યો

શું છે ગુજરાત પોલીસનું ‘ઓપરેશન મ્યૂલ’ (Operation Mule)?

આપને જણાવી દઈએ કે, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય (Vikas Sahay) એ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, અનેક લોકો રૂપિયાની લાલચે પોતાનું બેંક એકાઉન્ટ સાયબર આરોપીઓને ભાડેથી આપી રહ્યાં છે. આ એક ગંભીર અપરાધ છે. આવા બોગસ બેંક એકાઉન્ટ ધારકો વિરૂદ્ધ ગુજરાત પોલીસે ઓપરેશન મ્યૂલ હન્ટ શરૂ કર્યું છે. છેલ્લા 6 દિવસમાં અત્યાર સુધી આ ઓપરેશન હેઠળ 365 FIR (First Information Report) દાખલ કરવામાં આવી છે. જેમાં 215 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમને રોકવા માટે ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરવા તત્પર છે. રાજ્યમાં  આગામી દિવસોમાં પણ આ ઓપરેશન ચાલુ રહેશે.

આ પણ વાંચો- Gujarat News : આજે 15 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×