Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : VNSGU માં શિક્ષણ મંત્રી Praful Pansheriya એ Ph. D પ્રવેશની પરીક્ષા આપી, કેવું રહ્યું પરિણામ ?

શિક્ષણ મંત્રી રૂરલ સ્ટડીઝમાં ડોક્ટરેટ મેળવવા અભ્યાસ કરશે
surat   vnsgu માં શિક્ષણ મંત્રી praful pansheriya એ ph  d પ્રવેશની પરીક્ષા આપી  કેવું રહ્યું પરિણામ
Advertisement
  1. VNSGU માં શિક્ષણ મંત્રીએ Ph. D પ્રવેશની પરીક્ષા આપી (Praful Pansheriya)
  2. પ્રવેશ પરીક્ષામાં પાસ થતા પ્રફુલ પાનસેરિયા યુનિવર્સિટીમાં Ph. D કરશે
  3. શિક્ષણ મંત્રી રૂરલ સ્ટડીઝમાં ડોક્ટરેટ મેળવવા કરશે અભ્યાસ
  4. સામાન્ય વિદ્યાર્થીની જેમ પરીક્ષાર્થીઓ સાથે બેસીને પરીક્ષા આપી

રાજ્યનાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ (Praful Pansheriya) સામાન્ય વિદ્યાર્થીની જેમ VNSGU માં Ph. D ની પ્રવેશ પરીક્ષા આપી હતી. રૂલર સ્ટડીઝમાં ડોક્ટરેટ મેળવવા માટે પ્રફુલ પાનસેરિયા હવે અભ્યાસ કરશે. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસુરિયા પ્રવેશ પરીક્ષામાં પાસ થઈ જતા હવે યુનિવર્સિટીમાં Ph. D કરશે.

આ પણ વાંચો - Amreli Latter Kand : હવે SMC નાં વડા કરશે તપાસ! પોલીસ વડા સાથે જેનીબેન કરશે મુલાકાત

Advertisement

સામાન્ય વિદ્યાર્થીની જેમ VNSGU માં Ph. D ની પ્રવેશ પરીક્ષા આપી

સુરતની દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટી (VNSGU) ખાતે બે દિવસ Ph. D ની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ત્યારે ચકિત થયા જ્યારે તેમણે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાને (Praful Pansheriya) પરીક્ષા કક્ષમાં જોયા હતા. જણાવી દઈએ કે, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સામાન્ય વિદ્યાર્થીની જેમ VNSGU માં Ph. D ની પ્રવેશ પરીક્ષા આપી હતી. આ પ્રવેશ પરીક્ષામાં પ્રફુલ પાનસુરિયા પાસ થઈ જતા હવે યુનિવર્સિટીમાં પીએચડી કરશે. શિક્ષણમંત્રી રૂલર સ્ટડીઝમાં (Ruler Studies) ડોક્ટરેટ મેળવવા અભ્યાસ કરશે.

Advertisement

આ પણ વાંચો - Surat માં 'નારી સ્વાભિમાન આંદોલન', પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાતની અટકાયત

શિક્ષણમંત્રી સહિત 32 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી

જણાવી દઈએ કે, VNSGU માં 11 જાન્યુઆરીએ સવારે 10 થી 12 દરમિયાન પરીક્ષા યોજાઈ હતી. રૂરલ સ્ટડીઝ પરનાં પીએચડી માટે એક સેન્ટર પર શિક્ષણમંત્રી સહિત 32 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં શિક્ષણમંત્રીએ સામાન્ય વિદ્યાર્થી બનીને પરીક્ષાર્થીઓ સાથે બેસીને પરીક્ષા આપી હતી. પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે.

આ પણ વાંચો - Pirotan Island પર રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ માટે જોખમી ગેરકાયદેસરનાં દબાણો પર ફર્યું 'દાદા' નું બુલડોઝર

Tags :
Advertisement

.

×