ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીનું મોત થતાં પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો

તબીબની બેદરકારીને કારણે દર્દીનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હોવાનો ગંભીર આરોપ કરી પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો હતો.
04:11 PM Jul 19, 2025 IST | Vipul Sen
તબીબની બેદરકારીને કારણે દર્દીનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હોવાનો ગંભીર આરોપ કરી પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો હતો.
Surat_Gujarat_first Main
  1. સુરતની નવી સિવિલ હોસ્પિટલનાં હોબાળાનો વીડિયો વાઇરલ (Surat)
  2. હોસ્પિટલમાં દર્દીનું મોત થતા પરિવારે લગાવ્યો તબીબ પર આક્ષેપ
  3. તબીબની બેદરકારીનાં કારણે દર્દીનું મોત થયો હોવાનો પરિવારનો આરોપ
  4. દર્દીનાં મોતને લઈને પરિવારનાં સભ્યોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો

Surat : સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) મૃતક દર્દીનાં પરિવારજનો દ્વારા હોબાળો મચાવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. તબીબની બેદરકારીને કારણે દર્દીનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હોવાનો ગંભીર આરોપ કરી પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો હતો. આ મામલે પરિવારે યોગ્ય તપાસ અને ન્યાયની માગ કરી છે.

આ પણ વાંચો -હવે તો હદ કરી! ગુજરાતીઓ વિશે રાજ ઠાકરેએ કહ્યું એવું કે થઇ રહ્યો છે જબરદસ્ત વિરોધ

હોસ્પિટલમાં દર્દીનું મોત થતાં પરિવારજનોનો ભારે હોબાળો

સુરતમાં (Surat) નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલમાં એક દર્દીનું મોત થતાં પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પરિવારજનો અને હોસ્પિટલનાં તબીબ અને સ્ટાફ વચ્ચે ઘર્ષણનાં દ્રશ્યો સર્જાયા હતા. દર્દીને તકલીફ થતી હોવાનું વારંવાર જણાવવા છતાં તબીબો દ્વારા કોઈ ભાળ ન લેવાતા તબીબની બેદરકારીનાં કારણે દર્દીનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો.

આ પણ વાંચો -Jamnagar : લા પિનોઝ પિઝામાં જીવાત મળી આવી, રેસ્ટોરન્ટ સીલ

તબીબની બેદરકારીનાં કારણે દર્દીનું મોત થયો હોવાનો પરિવારનો આરોપ

પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવતા હોસ્પિટલામાં થોડા સમય માટે અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાનો દર્દીનાં સગા-સંબંધીઓએ વીડિયો પણ બનાવ્યો હતો અને પરિવારજનોએ આ મામલે યોગ્ય તપાસ અને ન્યાયની માગ કરી છે. ઘટનાને પગલે હોસ્પિટલનાં સિક્યોરિટી ગાર્ડ પણ જનરલ વોર્ડમાં દોડી આવ્યા હતા.

આ પણ વાંચો -Mukesh Bambha : મુકેશ બામ્ભાએ આપઘાતનું નાટક કરતાં જેલમાં ખટલો ચાલ્યો, બે મહિના માટે મુલાકાત બંધ

Tags :
gujaratfirst newsnew civil hospitalPatient's deadsocia mediaSuratTop Gujarati NewsVideo Viral
Next Article