Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો, સુસાઈડ નોટ આવી સામે

સુસાઇડ નોટ લખી આપઘાત કરતા સ્થાનિકોમાં ચકચાર મચી
surat   મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો  સુસાઈડ નોટ આવી સામે
Advertisement
  • સુસાઇડ નોટ લખી આપઘાત કરતા સ્થાનિકોમાં ચકચાર મચી
  • હેડ ક્વાર્ટરમાં હાલ મહિલા કોન્સ્ટેબલ ફરજ બજાવતી હતી
  • ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ઉમરા પોલીસે તપાસ હાથ ધરી

Surat : મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે. જેમાં શેતલ ચૌધરીએ અંતિમ પગલું ભર્યું છે. તેમાં સુસાઇડ નોટ લખી આપઘાત કરતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. હેડ ક્વાર્ટરમાં હાલ મહિલા કોન્સ્ટેબલ ફરજ બજાવતી હતી. મહિલા કોન્સ્ટેબલના આપઘાતને લઈ પરિવાર અને પોલીસ બેડામાં શોકનો માહોલ છે. ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.

આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી

મહિલા કોન્સ્ટેબલના આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે મહિલા કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર અપાયું છે. તેમજ પોલીસની અંતિમ તપાસ બાદ મોતનું સાચું કારણ બહાર આવે તેવી શક્યતા છે. તથા પોલીસે સુસાઈડ નોટ કબ્જે કરી છે. જેમાં લખાણ સામે આવ્યું કે જીવન જીવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ હવે જીવન જીવવું ગમતું નથી, મારા મોત માટે કોઈ જવાબદાર નથી.

Advertisement

અગાઉ પણ મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો હોય તેવી ઘટના બની હતી

અગાઉ પણ મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો હોય તેવી ઘટના બની હતી. જેમાં સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરીએ પોતાના જ રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ પોલીસ મથકેથી ફરજ પૂર્ણ કરી રૂમ પર આવી હતી પરંતુ બીજા દિવસે નોકરી પર હાજર નહીં થતાં સાથી કર્મચારીઓએ અનેક વખત ફોન કર્યા હતા. તેમ છતાં કોઈ જવાબ નહીં મળતા પોલીસની એક ટીમ તેમના ઘરે પહોંચી હતી અને ઘરે જઈ રૂમનો દરવાજો અંદરથી બંધ જોયો હતો. જેથી દરવાજો ખોલી અને અંદરનું દ્રશ્ય જોતા સાથી કર્મચારીઓના પગતળેથી જમીન સરકી ગઈ હતી.

Advertisement

હર્ષનાબેન ચૌધરીએ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં હતા

હર્ષનાબેન ચૌધરીએ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં હતા. ઘટનાને પગલે તાત્કાલિક જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી તેથી ઘટના સ્થળે અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. રૂમની અંદર તપાસ કરતા રૂમમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં માતા અને બહેનનો ઉલ્લેખ કરી અને લખ્યું હતું કે, મને માફ કરજો જે વ્યક્તિ ઉપર વિશ્વાસ કર્યો હતો એ વિશ્વાસ હવે તૂટી ગયો છે. તેથી હું જીવી શકું તેમ નથી.

આ પણ વાંચો: Amreli : નરાધમ શિક્ષક સામે શિક્ષણ વિભાગની કાર્યવાહી, મહેન્દ્ર કાવઠીયાને કર્યો સસ્પેન્ડ

Tags :
Advertisement

.

×