Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Navratri 2025 : સુરતમાં ફાયર NOC ની માર્ગદર્શિકા જાહેર, આ વાતોનું રાખવું પડશે ખાસ ધ્યાન!

સ્ટેજની નીચે જ્વલનશીલ પદાર્થ રાખવા પર પ્રતિબંધ, પ્રવેશદ્વારની ઊંચાઈ અને પહોળાઈ ઓછામાં ઓછા 5 મીટર હોવી જરૂરી છે.
navratri 2025   સુરતમાં ફાયર noc ની માર્ગદર્શિકા જાહેર  આ વાતોનું રાખવું પડશે ખાસ ધ્યાન
Advertisement
  1. સુરત નવરાત્રી મહોત્સવ માટે ફાયર NOC ની માર્ગદર્શિકા જાહેર (Navratri 2025)
  2. સુરત મનપાનાં ફાયર વિભાગે 30 સલામતી સૂચનાઓ જાહેર કરી
  3. આયોજકોએ ફાયર NOC માટે ઓનલાઈન અરજી કરવી અનિવાર્ય
  4. મંડપો અને ટેમ્પરરી સ્ટ્રક્ચરો જોખમી સ્થળોથી દૂર હોવા જોઈએ
  5. મંડપ મુખ્ય માર્ગથી 45 મીટર અંદર નહીં હોવા જોઈએ

Surat : નવરાત્રિ ઉત્સવને (Navratri 2025) હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરતમાં નવરાત્રિ મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન, નવરાત્રી મહોત્સવ માટે ફાયર વિભાગ (Fire Department) દ્વારા NOC ની માર્ગદર્શિકા જાહેર કરી છે. જે હેઠળ સુરત મનપાનાં (SMC) ફાયર વિભાગે 30 સલામતી સૂચનાઓ જાહેર કરી છે. આયોજકોએ ફાયર NOC માટે ઓનલાઈન અરજી કરવી અનિવાર્ય રહેશે.

આ પણ વાંચો - Ahmedabad : દુબઈનાં સસ્તા ટૂર પેકેજની લાલચ આપી, રૂપિયા લઈ ઓફિસે તાળું મારી સંચાલક ફરાર!

Advertisement

Navratri 2025 માટે ફાયર વિભાગે 30 સલામતી સૂચનાઓ જાહેર કરી

સુરતમાં (Surat) નવરાત્રિ મહોત્સવને લઈ મનપાનાં ફાયર વિભાગે 30 સલામતી સૂચનાઓ સાથે ફાયર NOC ની માર્ગદર્શિકા જાહેર કરી છે. ગરબા આયોજકોએ આ ફાયર NOC માટે ઓનલાઈન અરજી કરવી અનિવાર્ય રહેશે. માહિતી અનુસાર, ફાયર NOC ની માર્ગદર્શિકા હેઠળ સલામતી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં મંડપો અને ટેમ્પરરી સ્ટ્રક્ચરો જોખમી સ્થળોથી દૂર હોવા જોઈએ, મંડપ મુખ્ય માર્ગથી 45 મીટર અંદર નહીં હોવા જોઈએ અને ઇલેક્ટ્રિક સબ-સ્ટેશન અને હાઈ-ટેન્શન લાઈનોથી 15 મીટર અંતર ફરજિયાત રાખવું સામેલ છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : અમદાવાદમાં વર્ષો જૂનું 4 માળનું જર્જરિત બિલ્ડિંગ થયું ધરાશાયી

ફટાકડા, LPG સિલિન્ડર, ખુલ્લી જ્યોતનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત

ઉપરાંત, સ્ટેજની નીચે જ્વલનશીલ પદાર્થ રાખવા પર પ્રતિબંધ, પ્રવેશદ્વારની ઊંચાઈ અને પહોળાઈ ઓછામાં ઓછા 5 મીટર હોવી જરૂરી, પ્રત્યેક સ્થળે બે ઇમરજન્સી એક્ઝિટ અને પૂરતી લાઇટિંગ હોવી જરૂરી, ABC અને CO2 ફાયર એક્સ્ટિંગ્યુશર દર 100 ચોરસ મીટરમાં ફરજિયાત રાખવો અને વાયરિંગ પ્રમાણિત ઇજનેર હેઠળ જ કરાવવું જરૂરી, ફટાકડા, એલપીજી સિલિન્ડર, ખુલ્લી જ્યોતનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત રાખવામાં આવ્યો છે. આ સિવાય, ફાયર NOC ની માર્ગદર્શિકામાં પ્રશિક્ષિત સ્વયંસેવકોની 24 કલાક હાજરી જરૂરી, દુર્ઘટનાની સંપૂર્ણ જવાબદારી આયોજક અને સંચાલકોની રહેશે અને ફાયર NOC માત્ર સોગંદનામા બાદ જ જારી થશે એવી પણ સૂચનાઓ સામેલ છે.

આ પણ વાંચો - Rahul Gandhi : રાજ્યમાં કોંગ્રેસને બેઠી કરવા કવાયત, રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત!

Tags :
Advertisement

.

×