Surat : ગણપતિ બાપ્પાને ભીની આંખે અપાઈ વિદાય
- Surat માં ગણપતિ બાપ્પાને ભીની આંખે અપાઈ રહી છે વિદાય
- વિસર્જન સમયે સર્જાયા ભાવુક દ્રશ્યો, ભારે હૈયે દુંદાળા દેવની વિદાય
- બાપાને વિદાય આપતી વેળાએ માસૂમ બાળાની આંખો ભરાઈ આવી
- શહેરના 21 કુત્રિમ તળાવો અને 3 કુદરતી ઓવારાઓ પર વિસર્જન
- પાલ સ્થિત કુત્રિમ તળાવ ખાતે પાંચ ફૂટ સુધીની પ્રતિમાનું વિસર્જન
- કુત્રિમ તળાવ ખાતે વિસર્જનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી
Surat : દેશભરમાં 10 દિવસના ભક્તિમય માહોલ બાદ આજે ગણેશ વિસર્જનનો માહોલ છવાયો છે. ત્યારે સુરતમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ભારે હૈયે અને ભીની આંખે પોતાના પ્રિય દુંદાળા દેવને વિદાય આપી રહ્યા છે. ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે વિસર્જન સ્થળો પર ભાવુક દ્રશ્યો સર્જાયા છે. એક માસૂમ બાળાની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા, જે 10 દિવસના આ અતૂટ સંબંધની ગહેરાઈ દર્શાવે છે.
માસૂમ બાળાની આંખો ભરાઈ આવી
દેશભરમાં ગણેશ વિસર્જનની તૈયારીઓ કરવામાં આવી છે. દેશના ઘણા વિસ્તારોમાંથી ભક્તોના વીડિયો વાયરલ થયા છે, જેમા તેઓ પૂરી શ્રદ્ધા સાથે બાપ્પાને વિદાય આપી રહ્યા છે. ત્યારે આજે સુરતમાં પણ બાપ્પાની વિદાયમાં લોકો ઉમટી પડ્યા છે. બાપ્પાની વિદાયનો સમય થઇ ગયો છે, તે જાણી ઘણા લોકોના ચહેરા પર દુઃખ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, ત્યારે એક માસૂમ બાળા પણ સામે આવી જે બાપ્પાને વિદાય આપતી વેળાએ રડતી જોવા મળી હતી. સામાન્ય રીતે આ પ્રકારના દ્રશ્યો બાપ્પાની વિદાય સમયે જોવા મળી જતા હોય છે.
'ગણપતિ બાપ્પા પ્લીઝ તમે નહીં જાઓ ને ઘરે' | Gujarat First
સુરતમાં ગણપતિ બાપ્પાને ભીની આંખે અપાઈ રહી છે વિદાય
વિસર્જન સમયે સર્જાયા ભાવુક દ્રશ્યો, ભારે હૈયે દુંદાળા દેવની વિદાય
બાપાને વિદાય આપતી વેળાએ માસૂમ બાળાની આંખો ભરાઈ આવી
શહેરના 21 કુત્રિમ તળાવો અને 3 કુદરતી ઓવારાઓ પર… pic.twitter.com/SsjVBf0bNc— Gujarat First (@GujaratFirst) September 6, 2025
Surat ના કૃત્રિમ તળાવો પર વિસર્જન: પર્યાવરણ અને સુરક્ષાનો સમન્વય
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (Surat Municipal Corporation) દ્વારા શહેરના 21 કૃત્રિમ તળાવો અને 3 કુદરતી ઓવારાઓ પર ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના શ્રદ્ધાળુઓને વિસર્જનની સુવિધા પૂરી પાડવાનો છે. પાલ સ્થિત કૃત્રિમ તળાવ ખાતે ખાસ કરીને 5 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. દરેક તળાવ પર પાણીમાં ઉતરીને વિસર્જન કરતા ભક્તોની સુરક્ષા માટે પોલીસ, ફાયર બ્રિગેડ અને મનપાના કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે.
પૂરતી વ્યવસ્થા અને ભક્તોનો ઉત્સાહ
કૃત્રિમ તળાવો ખાતે ભક્તોની સુવિધા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. વિસર્જન સ્થળો પર બેરીકેડ્સ, લાઇટિંગ અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. લાઉડ સ્પીકર્સ દ્વારા ભક્તિ ગીતો વગાડીને માહોલને વધુ ભક્તિમય બનાવવામાં આવ્યો છે. ભક્તો ગણપતિની મૂર્તિને ટ્રક અને ટેમ્પોમાં ભરીને અહીં લાવી રહ્યા છે અને ભારે ઉત્સાહ સાથે બાપ્પાને વિદાય આપી રહ્યા છે.
વિસર્જન અંત નથી, પણ ફરી મળવાનો વાયદો
ગણેશ વિસર્જન એ માત્ર મૂર્તિને પાણીમાં પધરાવવાની ક્રિયા નથી, પરંતુ તે એક ગહન આધ્યાત્મિક પ્રક્રિયા છે. તે દર્શાવે છે કે જે શરૂ થાય છે તેનો અંત પણ નિશ્ચિત છે. પરંતુ, 'અગલે બરસ તૂ જલદી આના' નો જયઘોષ એ ભક્તોની અતુટ શ્રદ્ધા દર્શાવે છે કે આ સંબંધનો અંત નથી, પણ માત્ર એક વિરામ છે. સુરતમાં ગણેશ વિસર્જનનો આ માહોલ ભક્તિ, સુરક્ષા અને પર્યાવરણ જાગૃતિનો અનોખો સમન્વય રજૂ કરે છે.
આ પણ વાંચો : શા માટે થાય છે ગણેશ વિસર્જન ? જાણો તેનું પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ


