Surat : જ્ઞાનપ્રકાશ સ્વામી ગુમ થયા! મીડિયા સામે સાધકો હાથમાં હથોડી લઈ પહોંચ્યા
- વિવાદિત નિવેદન કરનારા જ્ઞાનપ્રકાશ સ્વામી થયા ગુમ! (Surat)
- જ્ઞાનપ્રકાશ સ્વામીનાં સાધકો હથોડી લઈ નજરે પડ્યા
- મીડિયાનાં સવાલોથી ભાગ્યા સાધકો અને સાધુઓ
- પધરામણી કરવા ગયા હોવાનું જણાવી સાધુઓએ કર્યો બચાવ
Surat : જલારામ બાપા (Jalaram Bapa) અંગે સ્વામિનારાયણ સંપ્રદાયનાં જ્ઞાનપ્રકાશ સ્વામી (Gyan Prakash Swami Controversy) દ્વારા કરેલી ટિપ્પણીએ ભારે વિવાદ સર્જયો છે. જ્ઞાનપ્રકાશ સ્વામી સામે વીરપુર (Virpur) સહિત ઠેર ઠેર રઘુવંશી સમાજ (Raghuvanshi Samaj) અને બાપાનાં ભક્તો દ્વારા ઊગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર આવીને મંદિર માફી માગે તેવી માગ પણ ઊઠી છે. જો કે, આ વચ્ચે જ્ઞાનપ્રકાશ સ્વામી ભૂગર્ભમાં ઉતર્યા હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે સવાલ પૂછવા પર જ્ઞાનપ્રકાશ સ્વામીનાં સાધકો હથોડી સાથે મીડિયા સમક્ષ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો - Rajkot : જલારામ બાપા અંગે ટિપ્પણી વિવાદ થાળે પડ્યો! દેવસ્વરૂપ સ્વામી-લોહાણા સમાજ વચ્ચે સમજૂતી
વિવાદિત નિવેદન કરનારા જ્ઞાનપ્રકાશ સ્વામી થયા ગુમ
જ્ઞાનપ્રકાશ સ્વામીના સાધકો હથોડી લઈ નજરે પડ્યા
મીડિયાના સવાલોથી ભાગ્યા સાધકો અને સાધુઓ
પધરામણી કરવા ગયા હોવાનું જણાવી સાધુઓએ કર્યો બચાવ
કોસાડ સ્વામિનારાયણના સાધુઓએ બચાવ કર્યો
જ્ઞાનપ્રકાશ સ્વામી ક્યાં ગયા તેનો કોઈ જવાબ નહીં… pic.twitter.com/67lK6yADLN— Gujarat First (@GujaratFirst) March 4, 2025
વિવાદિત નિવેદન કરનારા જ્ઞાનપ્રકાશ સ્વામી થયા ગુમ!
જલારામ બાપા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ જ્ઞાનપ્રકાશ સ્વામી (Gyan Prakash Swami) અચાનક ગુમ થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, જ્યારે આ મામલે નિવેદન લેવા મીડિયા સુરતમાં (Surat) કોસાડ સ્વામિનારાયણ ધામ પહોંચ્યું તો જ્ઞાનપ્રકાશ સ્વામી હાજર મળ્યા નહોતા અને અન્ય સાધુઓ અને જ્ઞાનપ્રકાશ સ્વામીનાં સાધકો લૂલો બચાવ કરતા જોવા મળ્યા હતા. સ્વામી પધરામણી કરવા ગયા હોવાનું જણાવ્યું હતું. દરમિયાન, જ્ઞાનપ્રકાશ સ્વામીનાં કેટલાક સાધકો હાથમાં હથોડી લઈને પણ નજરે પડ્યા હતા.
આ પણ વાંચો - Gyan Prakash Swami એ 'શિવરાત્રિ' વ્રત અને 'ચારણ સમાજ' અંગે કરી હતી વિવાદિત ટિપ્પણી!
મીડિયામાં સામે સાધકોનો જમાવડો ખડકવામાં આવ્યો
જણાવી દઈએ કે, મંદિર પરિસરમાં મીડિયામાં સામે સાધકોનો જમાવડો ખડકવામાં આવ્યો હતો. સાથે મીડિયાનાં સવાલોથી સાધકો અને સાધુઓ ભાગતા નજરે પડ્યા હતા. જ્ઞાનપ્રકાશ સ્વામી ક્યાં ગયા છે ? તેનો કોઈએ જવાબ આપ્યો નહોતો. જ્ઞાનપ્રકાશ સ્વામીનાં વાણીવિલાસ બાદ તેમનાં સાધકો હાથમાં હથોડી લઈને દાદાગીરી કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
આ પણ વાંચો - Kheda : જીરા સોડા પીધા બાદ 3 લોકોનાં મોત મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ!


