Surat : લસકાણામાં Hit and Run નો મામલો, મુખ્ય આરોપી સહિત 3 હાલ પણ ફરાર
- Surat નાં લસકાણામાં Hit and Run નો કેસ
- મુખ્ય આરોપી સહિત 3 આરોપી હાલ પણ પોલીસ પકડથી દૂર
- ઘટનાને 48 કલાક વીતી ગયા છતાં આરોપીઓ હજુ પણ ફરાર
- હિટ એન્ડ રનની ઘટનામાં એક પરિવારનાં બે મોભીઓનાં થયા હતા મોત
સુરતનાં (Surat) લસકાણામાં હિટ એન્ડ રનની (Hit and Run) ગોઝારી ઘટનામાં એક જ પરિવારનાં આધારસ્તંભ ગણાતા મોભીઓનાં મોત થયા હતા. ઘટનાને 48 કલાક વીતી ગયા છતાં પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. આ કેસમાં 4 પૈકી 3 આરોપી હાલ પણ ફરાર છે. મુખ્ય આરોપી હીરા કારખાનેદારનો પુત્ર હોવાનું અને આરોપીનાં પિતા પણ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ગતરોજ એક જ પરિવારનાં બે સભ્યોની અંતિમ યાત્રા નીકળી હતી. પરિવારનાં સભ્યોનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. મોટા ઘરનાં નબીરાઓની બેદરકારીનાં કારણે પરિવારનાં દીપ બુઝાયા છે.
આ પણ વાંચો - Surat: હિટ એન્ડ રનની ઘટનામાં બે સગા ભાઈઓના મોત, કાર ચાલક થઈ ગયો ફરાર
4 પૈકી એક આરોપીની ધરપકડ, 3 હાલ પણ ફરાર
સુરતનાં (Surat) લસકાણામાં બે દિવસ પહેલા હિટ એન્ડ રનની (Hit and Run) ઘટના બની હતી. આ ઘટનામાં મુખ્ય આરોપી કારચાલક સહિત અન્ય બે આરોપી હાલ પણ પોલીસ પકડથી દૂર છે. ઘટનાને 48 કલાક વીતી ગયા હોવા છતાં પણ પોલીસ હજું સુધી આરોપીઓ સુધી પહોંચી શકી નથી. જો કે, પોલીસે કારમાં બેઠેલા આરોપી જેમિષ ભિંગરાડિયાની ધરપકડ કરી છે. પરંતુ, કારચાલક કીર્તન દાખરા, નેમીબેન લૂખી અને અન્ય એક ઇસમ હાલ પણ ફરાર છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મુખ્ય આરોપી કીર્તન ડાંખરા હીરા કારખાનેદાર મનોજ ડાંખરાનો પુત્ર છે. જે કાર જોડે અકસ્માત થયો તે કાર મનોજ દાખરાનાં નામે છે. આ ઘટનામાં પૂછપરછ માટે પોલીસ આરોપીના પિતા મનોજભાઈને પણ શોધી રહી છે. તેમનો પણ હાલ કોઈ અત્તોપત્તો નથી. પોલીસની કામગીરીને લઈ લોકો સવાલ કરી રહ્યા છે કે શું મોટા ઘરનાં હોવાનાં કારણે પોલીસ આરોપીઓનો બચાવ કરી રહી છે ?
આ પણ વાંચો - Jetpur: છૂટાછેડાનો ખાર રાખી સાઢુભાઇ ઉપર પાવડા વડે હુમલો, મામલો પોલીસ મથકે પહોંચ્યો
શું હતી ઘટના ?
સુરતનાં છેવાડા ખાતે આવેલ લસકાણા (Laskana) સ્થિત આઉટર રિંગરોડ પર ગત શુક્રવારે રાત્રિનાં 9:30 વાગ્યા દરમિયાન પૂરપાટ ઝડપે આવતી એક મોંઘીદાટ કારનાં ચાલકે એક સાથે 7 જેટલા લોકોને અડફેટે લીધા હતાં, જેમાં બે લોકોનાં ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત 5 લોકોને સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. હિટ એન્ડ રનની (Hit and Run) આ ઘટના બાદ કારચાલક સહિત તેમાં બેઠેલા 3 પૈકી 2 ફરાર થઈ ગયા છે. પોલીસે કારમાં સવાર એકની અટકાયત કરી હતી.
આ પણ વાંચો - Ahmedabad: ધોળકા તાલુકામાં ચોરીના ઈરાદે આવેલા શખ્સે કરી વૃદ્ધાની કરપીણ હત્યા


