Surat:પતિએ પત્નીનું ગળુ કાપી કરી હત્યા, પોલીસે હત્યારા પતિની કરી ધરપકડ
- સુરતમાં હત્યાઓનો સિલસિલો યથાવત
- બાળકોની સામે જ પતિએ પત્નીની હત્યા
- ગળાના ભાગે ચપ્પુ ઝીંકી મોતને ઘાટ ઉતારી
Surat:સુરતમાં દરરોજ હત્યાની ઘટના સામે આવી રહી છે. જેમાં પારિવારિક ઝઘડામાં હત્યા (murder)થતી હોવાની વધુ ઘટના થોડા દિવસોથી સામે આવી રહી છે. સુરતના ગોડાદર વિસ્તારમાં આવેલા દેવદગામ સન્ડે લગુન હાઈટ્સમાં રહેતા પતિ જયસુખ અને પત્ની નમ્રતા બેનનો ઝઘડો થયો હતો.
બંને બાળકોની સામે જ પતિએ પત્નીનું ગળું કાપી નાખ્યું
ઝઘડો થયા બાદ પતિ જયસુખ અને પત્ની નમ્રતા બહેન સુઈ ગયા હતા અને મોડી રાત્રે ફરીથી પતિ જાગ્યો હતો અને નમ્રતા બહેનના ગળાના ભાગે ચપ્પુ મારી દીધું હતું. રૂમમાં રાત્રે બંને દીકરીઓ અને પતિ પત્ની સુતા હતા, ત્યારે બંને દીકરીઓની સામે જ પતિએ પત્નીનું ગળું કાપી નાખતા આખો રૂમ લોહીથી લથબથ થઈ ગયો હતો, તેથી મોટી દીકરી જાગી ગઈ હતી અને દ્રશ્ય જોતા બુમા બુમ કરી હતી.
આ પણ વાંચો -Surat: ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરવાનું રેકેટ ઝડપાયું
પતિ દારૂના નશામાં હોવાની આશંકા
બાળકીએ તેમના દાદાને ઉઠાડ્યા હતા અને સમગ્ર વાત કહી માતાને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે નમ્રતા બહેનને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાની વાત કરીએ તો જયસુખભાઈને છેલ્લા થોડા દિવસથી દારૂની લત લાગી ગઈ હતી અને કામે પણ જતા હતા. પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા રહેતા હતા. ગત રાતે ઝઘડો થયા બાદ જયસુખભાઈએ નમ્રતા બેનને ચપ્પુ મારી દીધું હતું, આ ઘટના બની ત્યારે જયસુખ દારૂના નશામાં હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. ઘટનાને પગલે પોલીસને જાણ કરાતા પોલીસે હત્યારા પતિ જયસુખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.