Surat : ઓલપાડના કીમ ગામે મુસાફરોથી ભરેલ રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકતાં અફરાતફરી મચી ગઈ
- ઓલપાડના કીમ નજીક સ્ટેટ હાઈવેની ખુલ્લી ગટરમાં રિક્ષા ખાબકી હતી
- મુસાફરો ભરેલ રિક્ષા અકસ્માત ગ્રસ્ત થતા મુસાફરોના શ્વાસ અદ્ધર થઈ ગયા
- સ્થાનિકોએ ભારે જહેમત બાદ રિક્ષા ખુલ્લીની ગટરમાંથી બહાર કાઢી હતી
- તંત્રને અવાર નવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લવાતો નથી
Surat : ઓલપાડના કીમ ગામે તંત્રના વાકે જનતા પરેશાન થઈ રહી છે. ગત રાત્રે કીમ સ્ટેટ હાઈવેની ખુલ્લી ગટરમાં મુસાફરોથી ભરેલ એક રિક્ષા ખાબકી હતી. આ ઘટના બાદ સ્થાનિકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ સમયસર અને ભારે જહેમતથી રિક્ષા ગટરમાંથી બહાર કાઢી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. અવાર નવાર આ ખુલ્લી ગટરમાં વાહનો ખાબકે છે. વારંવાર જાણ કરવા છતાં નિંભર તંત્ર કુંભકરણ નિંદ્રામાંથી જાગતું નથી.
સમગ્ર ઘટનાક્રમ
ગતરાત્રે સુરતના ઓલપાડના કીમ ગામે સ્ટેટ હાઈવેની ખુલ્લી ગટરમાં મુસાફરો ભરેલ એક આખી રિક્ષા જ ગરકાવ થઈ ગઈ હતી. આ ઘટનાથી અફરાતફરી સર્જાઈ હતી. સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ માનવતા દાખવીને મહાજહેમતે આખી રિક્ષા બહાર કાઢી હતી. આ અકસ્માતગ્રસ્ત થયેલ રિક્ષામાં હાજર મુસાફરોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનું કારણ રિક્ષા ચાલકનો સ્ટીયરિંગ પર કાબુ ગુમાવવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા. આ અકસ્માતમાં રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો.
Surat : ઓલપાડમાં કીમ ગામે રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકી
રિક્ષા ગટરમાં ખાબકતા CCTV આવ્યા સામે
સ્ટેરિંગ ઉપરથી રીક્ષા ચાલકે કાબુ ગુમાવતા બની ઘટના
રિક્ષામાં સવાર તમામ લોકોના જીવ થઈ ગયા હતા અધ્ધર#Gujarat #Surat #Olpad #RickshawAccident #CCTVFootage #SuratMunicipality #RoadSafety… pic.twitter.com/6apTeOOSh0— Gujarat First (@GujaratFirst) July 26, 2025
અવાર નવાર સર્જાય છે અકસ્માત
સુરતના ઓલપાડના કીમ ગામે સ્ટેટ હાઈવે પરની ખુલ્લી ગટરમાં અવાર નવાર અકસ્માત સર્જાય છે. જાન માલનું નુકસાન પણ થતું હોય છે. જો કે અવાર નવાર સતત રજૂઆતો તંત્રને કરવામાં આવતી હોવા છતાં નિંભર તંત્ર જાણે કોઈ મોટા અકસ્માતની રાહ જોતું હોય તેમ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવતી નથી. ગતરાત્રે બનેલ આ અકસ્માતમાં જો કોઈ જાનહાનિ થઈ હોત તો તેની જવાબદાર કોણ, આવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ, વલસાડના કપરાડામાં 7 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર


