Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : વિદેશમાં નોકરીના નામે માનવ તસ્કરી અને Cyber ગુલામીના કેસમાં વધુ એક ધરપકડ

Surat News : સુરત શહેર પોલીસના સાયબર ક્રાઈમ સેલે સાયબર ગુલામીના આંતરરાષ્ટ્રીય રેકેટના વધુ એક નાસતા ફરતા આરોપી અલ્ફાઝ હનીફભાઈ અજીજ મેમનને આણંદ ખાતેથી ઝડપી પાડ્યો છે.
surat   વિદેશમાં નોકરીના નામે માનવ તસ્કરી અને cyber ગુલામીના કેસમાં વધુ એક ધરપકડ
Advertisement

Surat News : સુરત શહેર પોલીસના સાયબર ક્રાઈમ સેલ (Surat Cyber ​​Crime Cell) એ સાયબર ગુલામીના આંતરરાષ્ટ્રીય રેકેટના વધુ એક નાસતા ફરતા આરોપી અલ્ફાઝ હનીફભાઈ અજીજ મેમનને આણંદ ખાતેથી ઝડપી પાડ્યો છે. આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓ સાથે મળીને અલ્ફાઝ ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલવામાં સક્રિય ભૂમિકા ભજવતો હતો. રેકેટના સમાચાર મળતા જ, અલ્ફાઝના માધ્યમથી અમદાવાદથી બેંગકોક ગયેલા 3 નાગરિકોએ મ્યાનમાર જવાનો પ્લાન રદ કરી ભારત પાછા ફરવાનો નિર્ણય લીધો હતો.

Cyber slavery racket

Advertisement

સુરત સાયબર ક્રાઈમ શેલે આણંદના અલ્ફાઝ મેમનને ઝડપી પાડ્યો

સુરત સાયબર ક્રાઈમ શેલ (Surat Cyber ​​Crime Cell) ના હાથે ઝડપાયેલ આરોપી, 27 વર્ષીય અલ્ફાઝ મેમન હાલમાં અમદાવાદના સરખેજમાં રહે છે અને મૂળ આણંદનો છે. તપાસમાં બહાર આવ્યું છે કે તે ફેબ્રુઆરી 2025 માં એજન્ટ મારફતે મ્યાનમારના માયાવાડીમાં આવેલી એક ચાઈનીઝ સાયબર ફ્રોડ કંપનીમાં નોકરી માટે ગયો હતો. 5 મહિના સુધી ત્યાં કામ કર્યા બાદ તે ભારત પરત ફર્યો હતો. અલ્ફાઝની ભૂમિકા અત્યંત મહત્વની હતી. તે કમિશનના બદલામાં અગાઉ પકડાયેલા આરોપી દાનીશ સુલેમાનભાઈ દાંત્રેલીયા સાથે મળીને ભારતીય નાગરિકોને મ્યાનમાર મોકલતો હતો. તેણે 2 ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલ્યા હતા. આ ઉપરાંત, લગભગ 1 અઠવાડિયા પહેલા તેણે અન્ય 3 ભારતીય નાગરિકોને પણ મ્યાનમાર મોકલવા માટે અમદાવાદ એરપોર્ટથી બેંગકોક રવાના કર્યા હતા. જોકે, આ રેકેટનો પર્દાફાશ થતા અને સમાચાર માધ્યમોમાં જાણ થતા આ ત્રણેય નાગરિકો બેંગકોકથી જ ભારત પરત ફર્યા હતા.

Advertisement

Myanmar cyber fraud racket

નોકરીની લાલચમાં યુવાઓને મ્યાનમાર મોકલતો

પોલીસ તપાસમાં આ રેકેટમાં આરોપીઓ ભારતના જુદા જુદા રાજ્યોના નોકરી શોધી રહેલા લોકોને નોકરીની લાલચ આપીને ફસાવતા હતા. તેઓ આ લોકોને થાઈલેન્ડ મોકલીને ત્યાંથી નદી પાર કરાવીને ગેરકાયદેસર રીતે મ્યાનમારમાં દાખલ કરાવતા હતા, જ્યાં તેમને સાયબર ક્રાઈમ આચરતી ચાઈનીઝ કંપનીઓમાં ફરજ પાડવામાં આવતી હતી. આ મામલાની તપાસ દરમિયાન સુરત સાયબર સેલે આ રેકેટના મુખ્ય આરોપીઓ નિપેન્દર ઉર્ફ નીરવ લવકુશ ચૌધર, પ્રીત રસિકભાઈ કમાણી, આશીષભાઈ રમણલાલ રાણા, અકીબ હુસેન આસીક હુસેન સૈયદ, શશાંક યોગેન્દ્ર સક્સેના અને દાનીશ સુલેમાનભાઈ દાંત્રોલીયાની ધરપકડ કરી હતી. હવે, આ જ કડીમાં અલ્ફાઝ મેમનની ધરપકડથી આંતરરાષ્ટ્રીય રેકેટના વધુ રહસ્યો બહાર આવશે તેવી શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. ત્યારે પોલીસ તપાસમાં હજી ક્યાં નવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું.

અહેવાલ - રાકેશ બ્રહ્મભટ્ટ

આ પણ વાંચો :  Slavery Racket : સાઇબર સ્લેવરીનાં ઇન્ટરનેશનલ રેકેટમાં મોટી સફળતા! બે ગુજરાતી યુવકની દર્દનાક આપવીતી!

Tags :
Advertisement

.

×